SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણ ] [ ૫૦૯ મુખમાંથી કારમી ચીસેા નીકળી ગઈ. થોડી વારમાં તે મહેલમાં કકળ મચી ગઈ. ઘડીભર પહેલા જયાં મંગલ વાજિંત્રા વાગતા હતા. શરણાઈ એ વાગતી હતી. ત્યાં આજે પરોઢિયાના સમયે તેા કરૂણ વિલાપ થવા લાગ્યા. આ તેા સ્ત્રીઓનું રૂદન ! તેમાંય નવપરણીત સ્ત્રીએનું રૂદન ! એક સાથે સાત સાત એનેનેા કલ્પાંત ! શાંત વાતાવરણમાં બીજા કંઈક જીવા આ રૂદન સાંભળીને જાગી ગયા. નક્કી કાંઈક કરૂણ બનાવ બન્યા લાગે છે. સાતે છેકરીએ ખૂબ રડે છે. એકબીજાને કહે છે, આપણા કઈ વાંક ગુનેા નથી. હજુ તેા પરણીને આવ્યા છે. તેમણે પાછું વાળીને જોયું જ નહિ કે કંઈ વિચાર ન કર્યાં કે હું આ રીતે ચાલ્યેા જઈશ તેા આ કોમળ હૈયાઓ ઉપર કેવા વજ્રઘાત થશે! બસ, આ રીતે રાહ જોવડાવીને ચાલ્યા ગયા! શુ પુરૂષોના હૈયા આટલા મજબૂત-કઠોર હોય છે ! જો કઠણ ન હેાય તે। અધેાર જંગલમાં દમયતીને એકલી મૂકીને નળરાજા ચાલ્યા જાય ખરા ? કે વિમાસણમાં પડેલા પુણ્યસાર : ખરેખર પુણ્યસાર આવે કઠોર ન હતા. જતાં જતાં તેનુ હૈયું પણ ભાંગી ગયુ. હતુ. ઘણી વાર એ શૂન્ય બની ગયા, હું જાઉ’ જાઉં ? આ વિચારો કેટલીય વાર સુધી કર્યા હતા પણ છેવટે ગયા વિના ચાલે એમ ન હતું એટલે તે ચાલ્યા ગયા. એક બાજુ જન્મ દેનારા ઉપકારી માતા પિતા હતા. બીજી તરફ નવપરણીત પત્નીએ હતી. જેની ઈ એળખ ન હતી. નામઠામની કોઈ ખબર ન હતી. ભાગ્યાયે એકબીજાનેા ભેટો થઈ ગયા. પુણ્યસાર બાપના ગુસ્સાથી ખાટું લગાડીને ભાગી નીકળ્યેા હતા. નીકળતા નીકળી ગયા હતા પણ જેમ જેમ રાત વધતી જતી હતી તેમ તેમ તેના હૈયામાં માતાપિતાના વિચારો વધુ આવતા હતા. જો હુ એ દિવસમાં મારા માતાપિતા પાસે નહિ પહેાંચ' તે। શુ' ખખર કે એ શું કરશે? અને જો કોઇ અમગળ અને તે ? ના.. ના....એવું તેા નહિ અને. મારા લીધે હું એવુ ા નહિ બનવા દઉં'; માટે જલ્દી ત્યાં જઇને પત્નીઓને ખેાલાવી લઇશ. મારા માબાપને દુઃખી તેા ન કરાય. હું તેા ત્યાં જઈશ જ. હે પ્રભુ ! મારી પત્નીઓને મારા વિચે ગ સહન કરવાની તું શક્તિ આપજે. આવે વિચાર કરીને પુણ્યસાર ગયા છે પણ તેના મનના આ મંથનને કોણ જાણે ? જે બધા આંખે જુએ તેજ સાચુ' માને ને ! બધા એમ જ માને છે આપણા પતિ આપણને મૂકીને ચાલ્યા ગયા છે. એમ સમજીને સાતે કન્યા કરૂણ સ્વરે રડી રહી છે. શું દેવે તેમના જ્ઞાનમાં એ નહિ જોયુ... હાય કે આ છેક રા રાતે પરણીને સવારે તેમને મૂકીને ભાગી જશે ! ન તેમના રૂદનના અવાજ શેઠના બંગલા સુધી પહાંચી ગયા. શેઠ-શેઠાણી જાગી ગયા. અરે, અત્યારમાં આવું કરૂણ રૂદન કાણુ કરતું હશે ? ધ્યાન દઈને અવાજ સાંભળ્યે તા પેાતાની દીકરીએને અવાજ લાગ્યા. અરેરે....આ તો આપણી દીકરીએ રડે છે. શુ' થયું હશે ? હજુ રાત્રે તેા લગ્ન થયા છે ને અત્યારે શા માટે રડતા હશે ? શેઠના હૈયામાં ફાળ પડી. શું બની ગયુ` હશે ? મારી દીકરીઓ ઉપર શુ' વીજળી તૂટી પડી ? એવા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy