SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૦૫ શારદા શિરેમણિ ] કરવા જેવી નથી. તે તે શેઠાણી બની ગઈ છે. સવારે સાડાસાત વાગે ઊઠે. નાહીને નોકરે ચાપાણી અને ગરમ નાસ્તો તૈયાર રાખે હેય તે કરે પછી ઉપાશ્રયે જાય. તે ધરમની ઢીંગલી અને પુણ્યની પૂંછડી થઈ ગઈ છે. આ શબ્દો કેણ બોલે છે? સાસુજી. તે ઉપાશ્રયે જાય, બે સામાયિક કરે. વ્યાખ્યાન સાંભળે પછી બેનેની સાથે છ કાયના બોલ, નવ તત્વ આદિની ચર્ચા કરે એટલે બધાને એમ થાય કે આ વહુ કેટલી ભણેલી છે ! બે સામાયિક કરી ૧૧ વાગે ઘેર આવે. રસોઈ તૈયાર હોય એટલે આવીને જમવા બેસે. રોટલી, દાળ, ભાત, શાક તે ભાવે નહિ. રેજ મિષ્ટાન્ન અને ફરસાણ જોઈએ. એ કામની તે સાવ હરામી છે; એને કામ કરવું તે ગમતું જ નથી. જમીને બપોરે બે કલાક સૂઈ જાય પછી સાંજે સખીઓને સાથે લઈને ખરીદી કરવા જાય. સાડીઓના તો કબાટ ભર્યા છે. તો ય રોજ એક બે નવી સાડી ખરીદી લાવે. આવીને તરત જમવા બેસે. રાતે મારે છેક આવે તેને જમાડે, પછી બંને બગીચામાં ફરવા જાય ને રાત્રે આવીને સૂઈ જાય. ઘરનું એક કામ કરવાની વાત નહિ અને પહોળી થઈને ફરે. એવી કપાતર વહુ આવી છે કે મારું તો સાંભળતી નથી. કયા ભવના પાપ ઉદયમાં આવ્યા છે કે મને આવી વહુ મળી ? આપે માજીની વાત સાંભળી ને ! પિતાની પુત્રી અને પિતાની વહુ બંનેની ઘરની સ્થિતિ સમાન છે. બંને સુખી ઘર છે છતાં દીકરી માટે કેવું બેલી અને વહુ માટે કેવું બેલી? સુખી છે તે કહેતા છાતી ગજગજ ઉછળતી હતી. તેમની વહુ સામા ઘરની તો દીકરી છે ને? છતાં વહુને પારકી માની અને દીકરીને પિતાની માની, તેથી દીકરીની એક પણ ભૂલ દેખાતી નથી અને વહુને એક પણ ગુણ દેખાતો નથી. માજી આવું વર્તન રાખે તો વહુ પાસેથી સુખ પામી શકે ખરા? આખી જિંદગી વહુની સાથે રહેવાનું છે છતાં તેનું કેટલું વાંકું બેલે ? આવી દુષ્ટ બુદ્ધિવાળા જે ગમે તેટલું ધર્મયાન કરે છતાં એમની નાવડી તરવી મુશ્કેલ છે. આવા પૂર્વગ્રહથી અનેકના જીવનમાં સંધ ઊભા થાય છે પરિણામે કયાંય સુખ કે શાંતિ દેખાતા નથી. આ ભયંકર હોનારતથી બચવું હોય તે અભિનિવેશિક મિથ્યાત્વના પાપને તિલાંજલી આપી દો તે શાંતિને અનુભવ કરી શકશે. આ પાપને મજબૂત કરનાર કેઈ હોય તો તે અહંકાર છે. અહંકાર જશે એટલે આ પાપને જતા વાર નહિ લાગે માટે જૈનદર્શન કહે છે કે તમારી પ્રકૃતિ સુધારો. જે પ્રકૃતિ નહિ સુધારે તે તમારું આત્મધન લૂંટાઈ જશે. કષાય, રાગ, દ્વેષ, અહંકાર, એ બધા આપણું આત્મધનને લૂંટી રહ્યા છે માટે એ ધન લૂંટાઈ ન જાય તેની ખૂબ કાળજી, તકેદારી રાખવાની જરૂર છે. સત્યને સદગુણને કરી સરવાળે, મિથ્યાભાવથી રહેજે નિરાળે, જોજે બને ના તારી.. હો (૨) જિંદગી નકામી.... ગમતી નથી આ. આત્માની સંપત્તિ સાચવવા માટે સદ્દગુણને સંગ્રહ કરજે અને ખૂબ જાગૃતિ રાખજે. તમે રૂપિયાની નોટો કેટલી કાળજીથી સાચવે છે ? નોટો કરતાં સોનાના દાગીનાનું જતન વધારે કરો અને હીરાના દાગીના હોય તો તે ખૂબ ચેકસાઈવાળી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy