________________
શારદા શિરમણિ ] પછી શાંતિથી બેસી રહેવું જોઈએ ને ? ખોટા આંટા મારવાનો શો અર્થ? તેના આંટા બેટા નથી. સતત આંટા મારે છે તે એ બતાવે છે કે પાંજરાના બંધનમાંથી છૂટવાની સિંહની ભાવના કેટલી પ્રબળ છે! છૂટવા માટેની તેની સતત ઝંખના છે. શું માનવીને આ દુઃખમય સંસારથી છૂટવાની એટલી ઝંખના છે ? સતત ભાવના છે ? જે સિંહ જેવી છૂટવાની ભાવના તીવ્ર થાય તો કેવું સરસ! તે સંસાર કયારને છેડી શકયા હત પણ ભાવના કાંઈ એમ જ પૂરી થતી નથી. તે માટે શું કરવું પડશે.
હે ભાગ્યશાળી! જે તું આ સંસારથી ડરતો હોય, તને સંસારને ભય લાગ્યો હોય અને મોક્ષ પ્રાપ્ત કરવાની તું સતત ઝંખના કરતો હોય તે ઇન્દ્રિયો પર વિજય મેળવી જિતેન્દ્રિય થવા માટે તારું વીર્ય ફેરવ, તારી શક્તિને સદુપયોગ કર.
જેના દિલમાં ત્યાગ વૈરાગ્યની ભાવના વસી ગઈ હોય તો છ ખંડના માલિક ચક્રવતી માટે પણ આખો સંસાર છોડ સહેલે છે પણ જે જીવનમાં ત્યાગ વૈરાગ્યની ભાવના જરા પણ ન હોય તે ભિખારી માટે એક ફૂટલું શકરું છોડવું પણ સહેલું નથી. ધનસંપત્તિ વધારે હોય કે ઓછી હોય એની સાથે ત્યાગ માર્ગને નિસ્બત નથી. નિસ્બત છે ત્યાગ વૈરાગ્યની ભાવના ઉપર. ધનસંપત્તિ અઢળક હોય તે તેને ક્ષણભરમાં છોડી દેનારના દષ્ટાંતો શાસ્ત્રોમાં ઘણા મેજુદ છે. શાલીભદ્રને ત્યાં કેટલી સંપત્તિ હતી! છતાં ક્ષણવારમાં છેડીને ત્યાગની કેડીએ ચાલ્યા ગયા. કાંઈ ન હોય તે છેડી શકાય છે એવું નથી. ઘણું હોય તે છોડી શકાય છે અને ન હોય તે પણ છેડી શકાય છે. માત્ર ત્યાગની ભાવના તીવ્ર હોવી જોઈએ.
આત્મયને માર્ગ જેને સમજાઈ ગયું છે, જેના રોમેરોમમાં વૈરાગ્યની જીત ઝળહળી ઊઠી છે એવા અનેક આત્માઓએ સુખથી છલોછલ ભરેલે સંસાર છેડ છે. આજે પરણીને બીજે દિવસે દીક્ષા લેનારા જંબુસ્વામીને ધન્ય છે. અરે ! પરણીને તરત આવેલા મિત્રોથી મશ્કરી કરાતા ચંડરૂદ્રાચાર્ય પાસે દીક્ષા લેનારા વરરાજા હજુ હાથમાં મીંઢળ બાંધેલા છે છતાં એ રાત્રે વિહાર કરતા કેવળલક્ષમી પામી ગયા. એવા તે અનેક રાજા મહારાજાએ, રાજકુમારો, રાજકુમારીએ, શ્રીમંત લક્ષાધિપતિઓએ ક્ષણભરમાં સંસાર છોડી આત્મકલ્યાણ કર્યું છે. સંસાર એટલે સંસાર, પછી ભલે એ સુખથી ભરેલે સુખી સંસાર હોય કે દુઃખને ભરેલ સંસાર હોય પણ સંસાર તે છે ને ? સંસાર અસાર અને છોડવા જેવું છે.
આનંદ શ્રાવકના દિલમાં લાગી ગયું કે ખરેખર તે સંસાર છોડી સંયમ જ લેવા જે છે, પણ મારી એટલી શક્તિ નથી એટલે તે દેશવિરતિ બનવા તૈયાર થયા. હું તમને પણ કહું છું કે તમે બાર વ્રત આદરે. તમારા સંસારમાં કઈ વાંધો નહિ આવે ને પાપથી અટકશો. વ્રતમાં આવ્યા વિના સાચે આનંદ નહિ મળે. આનંદ શ્રાવકને ભગવાન હવે બાર વ્રતનું સ્વરૂપ સમજાવશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : પિતાના ચરણમાં નમતે પુણ્યસાર : પુણ્યસારના જુગારીયા મિત્રોએ પણ જુગારની પ્રતિજ્ઞા લીધી પછી સૌ પિતાના ઘેર ગયા. પુણ્યસાર ઘણા