SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] (૪૮૫ કર્યા બાદ જીવનમાં પાપ કેમ ઓછા થાય, આશ્રવને પ્રવાહ આવતે કેમ અટકે ? કર્મબંધના કારણે વિચારવા ને કર્મબંધ જીવને કેમ ઓછા થાય? જીવનમાં સંવર કેમ આવે? કર્મની નિર્જરા કેમ થાય? અંતે સર્વ કર્મ ખપાવીને મેક્ષ કેવી રીતે મળે ? જે બુદ્ધિથી આવી રીતે તત્વવિચારણા છવ કરે તે જરૂર એ બુદ્ધિ દ્વારા એના કર્મબંધ તૂટે. આપણા ચાલુ અધિકારમાં પણ મહાપ્રજ્ઞાવંત ભગવાન મહાવીર સ્વામીની વાણીથી જેની બુદ્ધિમાં વિવેક આ હેય, રેય અને ઉપાદેયનું ભાન થયું; સમ્યકત્વને ઝળહળતે પ્રકાશ થયે એવા આનંદ ગાથાપતિએ ભગવાનને ત્રણ વાર વંદણા નમસ્કાર કરી પોતાના અંતરના ભાવ પ્રદશિત કર્યા. આપે મારા અંતરના દ્વાર ખોલી દીધા છે, મિથ્યાત્વના ઝેર દૂર કર્યા છે. અનંતકાળથી ભવમાં ભમતા આ જીવને સંસારના સુખે તો મળ્યા હતા અને ભોગવ્યા હતા પણ મળેલા સુખને સમજીને ત્યાગ કરવાની, મર્યાદામાં આવવાની સમજ બધા ભવમાં નથી મળતી. આપે ત્યાગ માર્ગનું રહસ્ય ખૂબ સુંદર સમજાવ્યું છે. જ્યાં ત્યાગ છે ત્યાં કર્મ બંધન નથી. ચારિત્ર નવા આવતા કર્મોને રોકે છે. સંયમ માર્ગમાં પાંચ ઇન્દ્રિય પર કંટ્રલ હોય છે; મન પર કાબૂ રાખવાનું હોય છે તેથી સંયમની સાથે તપ પણ આવ્યો. અણુગાર ધર્મને જીવ અપનાવે ત્યારે કર્મ આવવાના દ્વાર પર તાળા વસાઈ જાય છે. જે ચારિત્ર માગને ગ્રહણ કરવામાં અસમર્થ છે તેને માટે પણ ભગવાને માર્ગ બતાવ્યા છે. તે છે આગાર ધર્મ. આનંદ શ્રાવકે ભગવાનને કહ્યું હે પ્રભુ ! ધન્ય છે રાજા મહારાજાઓને ! ધન્ય છે શેઠ સેનાપતિને ! ધન્ય છે રાજકુમારોને ! તેઓ આપની પાસે સંસાર છોડીને મુનિ બન્યા છે પણ હું એ રીતે સંસાર છોડીને મુંડિત થઈને સંયમ લેવામાં અસમર્થ છું, તેથી હે ભગવાન ! જંજાળુ વચારું સત્ત જલાવરચં સુવઢવ નિહિધર્મા પાકિનારા હું આપની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ દ્વાદશવિધ ગૃહસ્થ ધર્મને–આગાર ધર્મ અંગીકાર કરવાની ઈચ્છા રાખું છું. ભગવાને અહીં એક ન્યાય આપીને સમજાવ્યું. મોટા વિશાળ દરિયામાં કે સાગરમાં સ્ટીમર છેક કાંઠા સુધી નથી આવતી. તે તો અમુક સ્થાને આવીને ઊભી રહે પછી ત્યાંથી કિનારે આવવા માટે નાના હાડકામાં બેસવું પડે. પહેલા જૂના જમાનામાં મોટા તુંબડાને પણ વળગીને માણસો તરતા પણ આજના જમાનામાં હોડકા અને સ્ટીમરો છે પણ મોટો દરિયે પાર કરવામાં હેડકા કામ ન આવે. મોટો દરિયો પાર કરવો હોય અને લાંબે પ્રવાસ કરવો હોય તો મોટી સ્ટીમર જોઈએ. નાના હેડકા દરિયો તરવામાં સહાયક તે ખરા પણ તે સ્ટીમર સુધી પહોંચાડવામાં લઈ જવામાં ઉપગી છે, તેમ મહાવ્રતો સ્ટીમર જેવા છે. મહાવ્રતોને સૂત્રકારે મદાઝાળ કહ્યા છે, જેના દ્વારા મેક્ષમાં જવાય છે તેને યાન કહે છે તે યાન “સંયમ' છે. અણુવ્રતો હેડકા જેવા કે તરાપા જેવા છે. હોડકા જેમ દરિયો તરવાનું સાધન છે તેમ અણુવ્રતે પણ સંસાર કરવાનું સાધન છે પણ અઘરું સાધન છે. સ્ટીમરથી જલદી સાગર પાર કરી શકાય તેમ મહાવ્રત રૂપી સંયમથી સંસાર સાગર જલદી તરી શકાય. અણુવ્રતથી સાગર કરવામાં સમય વધુ લાગે પણ એટલું સમજી લેજે કે અણુવ્રતે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy