SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ક૭૪ ] [ શારદા શિરેમણિ કામ સંભાળીશ. પ્રભુ ભજનમાં મારું જીવન વીતાવીશ. આપ મને દીકરા સમાન માનજો. શેઠની બધી જવાબદારી તેણે ઉપાડી લીધી. નકરોને પણ તેના તરફથી સંતોષ થયો. બધાની સાથે ખૂબ પ્રેમથી રહેતી. રૂપા ૨૫ વર્ષની થઈ ત્યાં તેના પિતા પલકવાસી થયા. હવે તો તમામ જવાબદારી રૂપાને માથે આવી. શેઠને દીકરો તો છે નહિ. રૂપા બરાબર કામ કરે છે. એક દિવસ આ છોકરી પાસે એક માણસ આવ્યો. તેણે કહ્યું – બેન ! મને નોકર તરીકે રાખે ને ! હું કેટલાય દિવસથી ભૂખે મરું છું. એનું મુખ જેતા રૂપા ઓળખી ગઈ કે આ બીજો કઈ નહિ પણ મારો હાથ કાપનાર છે. મનમાં જરા વાર થયું કે આને ના પાડી દઉં પણ પછી તરત કહ્યું–હા ભાઈ ! હું તને નોકરીમાં રાખીશ. હમણું તું અશક્ત ખૂબ દેખાય છે; બરાબર ન પી. તારા કપડાં બદલી નાંખ. આ સારા પહેરી લે. ૧૫ દિવસમાં નેકર સારો થઈ ગયો અને બધું કામ કરવા લાગ્યો. વેરી સાથે વાત્સલ્ય વહાવતી રૂપા : આ નેકર રેજ રૂપાને જુવે ને તેની આંખમાં આંસુ આવે. તેના મનમાં એમ કે આ બેન મને નહિ ઓળખતા હોય પણ હુ તે તેમને ઓળખું છું. મેં તેમની જિંદગી હાથ વગર બરબાદ કરી નાંખી ને ! છતાં તે મારું કેટલું ધ્યાન રાખે છે. એક દિવસ રૂપ આ નોકરને રડતો જોઈ ગઈ. પૂછે છે ભાઈ ! શા માટે રડે છે? શા માટે આટલું ધ્રુજે છે? તું આનંદથી રહે. નેકર શેઠાણીને પગમાં પડીને ખૂબ રડ્યો. તેમના પગમાં ચકચકતી તલવાર મૂકીને કહ્યુંબા ! આપ આ તલવાર મારી ડેક ઉપર ફેરવી દો. શા માટે ? આપે મને ઓળખ્યો નહિ હોય કે આપને હાથ કાપી આપની જિંદગી બરબાદ કરનાર એ નિમકહરામ પાપી હું છું. આ તલવાર મારી ડોક ઉપર મારો તો મને સંતોષ થશે. તો જ મારા પાપોનું પ્રાયશ્ચિત થશે. રૂપા કહેતું આવ્યો ત્યારે જ હું તને ઓળખી ગઈ હતી. તારી એ ભૂલને હું સાવ ભૂલી ગઈ છું. ભૂલી છું એટલું જ નહિ પણ મારા અંતરમાંથી એ ભૂલોને ભૂંસી નાંખી છે. રૂપા કહે વેર કોની સાથે લેવાનું હોય? શત્રુ સાથે. પણ મેં તને શત્રુ માન્યું જ નથી. મિત્ર માને છે પછી વેર લેવાની વાત જ કયાં ? હવે તું આ વાત યાદ કરીશ નહિ. પિતાને હાથ કાપીને જિંદગી બરબાદ કરનાર નોકરને આ રીતે ક્ષમા આપવી એ વાત સહેલ નથી. નકર રૂપાના ચરણોમાં પડી ખૂબ રડે. માતા! તમે તે દયાની દેવી છે. તમે મને માફ કર્યો છે પણ મારા કર્મો મને કેવી રીતે માફ કરશે? ભાઈ ! કરેલા પાપોને શુદ્ધ હૃદયથી પશ્ચાતાપ કરવાથી તારા બધા પાપ માફ થઈ જશે. હવે ફરી આવા પાપો નહિ કરવાની પ્રતિજ્ઞા કર તે તારું દિલ હળવું બની જશે. નોકરે પ્રતિજ્ઞા કરી અને જિંદગીના અંત સુધી શેઠાણીની સેવા કરી. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું જે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ” આજનો દિવસ એ સંદેશો આપે છે કે ભૂલને ભૂલી જાવ તો વેરનું વિસર્જન થશે. તે જ વેરી મટી સાચા ઝવેરી બની શકશો. આજે બપોરે બધા આલોચના કરશો ને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy