SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ ] [ શારદા શિરોમણિ અરીસાની જેમ તમારા અંતરપટમાંથી દૂર કરે તે તમારું અંતર વિશુદ્ધ બનશે અને સાચી ક્ષમાપના થશે. જે કેમેરાની માફક ભૂલેને પકડી રાખીશું, એ ભૂલેને ભૂલીશું નહિ તે; ભલે બહારથી ક્ષમાપના કરશો પણ એ સાચી ક્ષમાપના કરી ન કહેવાય, માટે કેમેરા જેવા નહિ પણ અરીસા જેવા બનો. અરીસામાં પ્રતિબિંબ ઝળકે છે ખરું તેમ કદાચ ભૂલ થઈ હોય તે ભલે પણ તેને તરત ભૂંસી નાંખે. હૃદયપટ પર સંધરશે નહિ. જે ભૂંસી નાંખવાને બદલે પકડીને બેસી ગયા તે સાધનાના ક્ષેત્રમાં તો હારશે પણ સંસારના ક્ષેત્રમાંય માર ખાશે. ઘાણીમાં પલાઈ રહેલા ખંધક મુનિ પિતાની અવગણના કરનાર પાલક પાપીની ભૂલને ભૂલ્યા નહિ અને એ યાદ રાખી તો તેને પાલક પર કષાય થઈ અને અંતરમાં પ્રગટેલા કષાયના એ દાવાનળે સંયમી જીવનના નંદનવને સળગાવી દીધું. જે મનને સદા પ્રકુલિત રાખવું છે તો ભૂતકાળમાં કેઈના તરફથી થયેલી પ્રતિકૂળતાઓને સદંતર ભૂલી જાઓ. એ ભૂલ્યા વિના મનની મસ્તી મળવી મુશ્કેલ છે. યાદ કરો મહાપુરૂષના જીવનને ! તેઓએ ભૂતકાળની પ્રતિકૂળતાઓને તે યાદ કરી નથી પણ વર્તમાનમાં ય પ્રતિકૂળતા ઊભી કરનારાઓને પરમ ઉપકાર માન્યા. ગજસુકુમાલની અને બંધક મુનિની વાત આપ સાંભળી ગયા ને ! માથે ખેરના અંગારા મૂકનાર સસરા સમિલને મોક્ષની પાઘડી બંધાવનાર માન્યા. જીવતા શરીરની ખાલ ઉતારવા આવેલા હત્યારાઓને બંધક મુનિએ ભાઈ કરતાં ય ભલેરા માન્યા. તે એ આત્માથી સાધકે હમેશને માટે દુઃખમુક્ત થઈ ગયા. “જે ભલેને ભૂલી ગયા એમના ભવ ટળી ગયા, અને જે ભૂલેને ભલ્યા નહિ એ ભવપરંપરાને વધારી ગયા.” માટે જ્ઞાની કહે છે કે ભૂતકાળની ભૂલને ભૂલતા શીખો. જે ભૂતકાળની ભૂલને ભૂલે છે એ જ આત્મા સામાને ક્ષમા આપી શકે છે. એક મેટો શ્રીમંત જાગીરદાર હતો. એમનું મકાન તો જાણે આલિશાન ભવન! તેમને વાડી તેમજ ફળદ્રુપ જમીન ઘણી હતી. તેમાં ખેતીનો ધંધે ખૂબ મોટો વિકસેલ હતો. તેમના પુણ્યને સિતારો ખૂબ ચમકતો હતો એટલે જાગીરદારને ત્યાં વૈભવ ખૂબ વધતો હતે. ધંધે મોટો હોય એટલે નોકર પણ ઘણાં હેય. જાગીરદાર નેકરનું ખૂબ ધ્યાન રાખે. કામ બરાબર લે અને પગાર પણ સારે આપે. તે સમજતા હતા કે મારે આટલે ખર્ચે ખાવાપીવામાં થાય છે તે નકરેને ભલે થોડા ઓછા પણ જોઈએ ને? નોકરની આજીવિકા બરાબર ચાલી રહે તે રીતે પગાર આપતા. ઘણાં ખાનદાન માણસ હોય છે કે નેકરોને પિતાના માને અને તે દુઃખી ન થાય તેનું ધ્યાન રાખે. જાગીરદારના ન્યાયી અને પ્રમાણિક વર્તનથી તેમની કીર્તિ ખૂબ ફેલાઈ હતી. તેમના ગુણ ઠેરઠેર ગવાતા હતા. જાગીરદાર પોતે જાતમહેનતુ ખૂબ હતા. બીજા પાસેથી કામ લેવાની તેમનામાં કળા હતી. તેમના આટલા બધા નેકરોમાં એક નેકર એવો હતો કે તે કામ કરવામાં આળસ કરે. બેઠે બેઠે ખાય અને જે શેઠનું ધ્યાન ન હોય તે કામ કરવાને બદલે ઊંઘી જતો. શેઠને છેતરવામાં એને ખૂબ આનંદ આવતો. તે બીજા નેકરની પાસે શેઠની અને તેમના કુટુંબની જુઠી જુઠી ચાડીઓ ખૂબ ખાતે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy