________________
૪૬૪ ]
[ શારદા શિરોમણિ એક બાળકનું ખૂન કર્યું છે. હજુ તો મારા હાથ લેહીથી ખરડાયેલા છે. મને પકડવા લોકો મારી પાછળ પડયા છે, જે હું પકડાઈ જઈશ તે મને જીવતો નહિ મૂકે. માળીના મનમાં વિચાર આવ્યું કે આ ભાઈને મૃત્યુનો કેટલે ભય છે ? મૃત્યુથી બચવા મારા શરણે આવ્યો છે પણ આણે જેને મારી નાંખ્યું હશે તેના દિલમાં કેવું થયું હશે ? તે કરેલા ખૂનને બદલો લેવા તેની પાછળ માણસો પડયા છે. વેર લેવાથી કોઈ મરનાર તે પાછો ઢળવાનું નથી. તે આ મારા શરણે આવ્યો છે, મારી પાસે રડતા રડતા જીવનની ભીખ માંગી રહ્યો છે તે મારે શરણ આપવું જોઈએ.
શરણાગતને શરણ” : માળી ગમે તેમ તે ય માનવ હતો. માનવતાનું સંગીત એના દિલમાં શું જ્યા કરતું હતું. ખૂનીની વાત સાંભળીને એનું દિલ ધ્રુજી ઊઠયું અને શરણાગતને શરણ આપવાનું નક્કી કર્યું. માળીએ કહ્યું–અહીં બગીચામાં મારી એક નાની રૂમ છે. તેમાં તું સંતાઈ જા. હું બહારથી તાળું વાસી દઉં છું એટલે તું પકડાઈશ નહિ. હું રાત્રે બાર વાગે આવીને તાળું ખોલી દઈશ, પછી તું તારા રસ્તે ચાલ્યો જજે. તારા કર્મ તું ભોગવી લેજે. તું મારા શરણે આવ્યો છે એટલે તને જીવતદાન આપવું એ મારી ફરજ છે. માળી તો ખૂનીને રૂમમાં પૂરીને તાળું વાસીને ચાલ્યા ગયે. માળી ઘેર આવ્યા. આ માળીને ત્યાં ઘણાં વર્ષો પારણું બંધાયું હતું. એકને એક દીકરો હતેા. માળીએ ઘરમાં દીકરાને ન જે એટલે માલણને કહે છે આપણે બાબે કયાં ગયે ? તે છોકરાઓની સાથે સાંજે બહાર રમવા ગયે છે; હજુ આવ્યો નથી. હું પણ તેની રાહ જોઈને બેઠી છું. કયારની આંટાફેરા મારું છું. મને પણ થાય છે કે તે હજુ કેમ ન આવ્યું ? નાકા સુધી જોઈ આવી છતાં દેખાય નહિ. કહેવાય છે કે
મા તે મા, બીજા વગડાના વા.” કઈ વાર માતા ગુસ્સામાં આવીને બેલી જાય તું મરી જા ને ! પણ એ દીકરો જે ઘોડો મોડો ઘેર આવે તે માતા એના માટે રડતી હોય છે. માલણ માળીને કહે છે આપ ગલીના નાકા સુધી જાવ. માળી ગલીની બહાર ગયે. દૂરથી એક મોટું ટોળું આવતું જોયું. બધા ચીચીયારીઓ પાડી રહ્યા છે. એક યુવાનના હાથમાં બાળક છે. જેમ જેમ નજીક આવતા ગયા તેમ ખબર પડી કે યુવાનના હાથમાં જે છોકરો છે તે મરી ગયું છે.
કુલ કરમાઈ ગયું” : બધા એકદમ નજીક આવ્યા ત્યારે માળીએ પાસે જઈને જોયું તે ખબર પડી કે પિતાને દીકરે મૃત્યુ પામે છે. માળીના મુખમાંથી એક કારમી ચીસ નીકળી ગઈ, તે તમારી ખાઈને પડે. કેટલાય વર્ષો પુત્રનું મુખ જોયું હતું. એકનો એક દીકરો હતો. તે ફૂલ કરમાઈ ગયું. આ ખીલતી કુમળી કળીને તેણે વીંખી નાંખી ? ઉગીને ઊભા થતાં આ પંખીને તેણે પીંખી નાખ્યું હશે ? આ માસુમ બાળકની લાશ લઈને ટોળું માળીના ઘેર આવ્યું. લાશ એટલે મૂકી. પતિનું કરૂણ રૂદન સાંભળીને માલણ બહાર આવી. પત્થર દિલને પણ પીગળવા દે એવું દૃશ્ય જોઈ તે ધાર આંસુએ છાતી ફાટ રડવા લાગી. તે તમારી ખાઈને પડી, છાતી ને માથું ફૂટવા લાગી.