SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮] | [ શારદા શિરેમણિ પાછળ તે દોટ લગાબે જ જાય છે, કારણ કે એનામાં પૂરી શ્રદ્ધા છે કે કયારેક તે સુખ મળશે જ. આજે મારી પાસે ભલે હજાર રૂપિયા છે પણ આવતી કાલે લાખ રૂપિયા થઈ જશે ને હું સુખી બની જઈશ. છ કરોડપતિ, અબજોપતિ બનવામાં સુખ માને છે પણ વસ્તુતઃ કેઈના હૃદયમાં ન તે શાંતિ છે ન તે સુખ છે. આજે જગતમાં દરેક છે સુખના અભિલાષી છે. સુખ માટે ઝંખે છે અને તેને મેળવવા માટે તનતોડ પુરૂષાર્થ કરે છે છતાં જીવને સુખ મળતું નથી. શાથી? તેને પ્રયત્ન કાંકરા પીલીને તેલ કાઢવા જેવો છે, પાણી લેવીને માખણ મેળવવા જેવું છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધવા આત્મા પ્રયત્ન કરે છે. જે સુખ અશાશ્વત, ક્ષણભંગુર છે, જેની પાછળ દુઃખના ઢેર ખડકાયેલા છે એમાંથી. આત્મા સુખ શોધવા મથે તે કેવી રીતે મળે? એ આત્માને ખબર નથી કે હું જે સુખ શોધવા મથી રહ્યો છું તે સુખ નથી પણ સુખાભાસ છે. “નાશવંત પદાર્થોમાંથી મળતું સુખ કણભરનું, તેની પાછળ થતું પાપ મણ જેટલું, અને દુ:ખ ટન જેટલું હોય છે.” આ સુખ શું સાચું સુખ કહેવાય? ના... ના. એ સુખ કેવું છે ? ક્ષણિક સુખની પાછળ દુઃખને સાગર છલછલ ભરેલે પડે છે. સૂયગડાયંગ સૂત્રમાં ભગવાન બોલ્યા છે इहलोग दुहावहं विऊ, परलोगे य दुहं दुहावहं । વિહંસાઇ વ તે રૂરિ વિનંજોગરમાણે | અ.ર.૬.૨.ગા.૧૦ જેના ઉપર મમત્વ છે એવા સજીવ અને નિર્જીવ પદાર્થ તથા સ્વજનવર્ગ રૂપ પરિગ્રહ આલોકમાં દુખપ્રદ છે અને પરલેકમાં અત્યંત દુઃખદાયક છે એમ સમજે. પરિગ્રહજન્ય પદાર્થો નશ્વર સ્વભાવવાળા છે એવું જાણવાવાળા કોણ ડાહ્યા પુરૂષ પરિગ્રહના ભંડાર ગૃહવાસમાં નિવાસ કરી શકે ? સાંસારિક પદાર્થો ધન, સોનું, ચાંદી આલોકમાં દુખપ્રદ શા માટે કહ્યા? એક લેકમાં કહ્યું છે કે अर्थानाम ने दुःखमर्जितानां च रक्षणे । आये दुःख व्यये दुःखं, धिगा दुःख भाजनम् ।। ધન અથવા સાંસારિક પદાર્થોને પ્રાપ્ત કરવામાં દુઃખ હોય છે. પ્રાપ્ત કરેલા ધન અને પદાર્થોની રક્ષા કરવામાં દુઃખ હોય છે. ધન આવવા પર અનેક ચિંતાઓ અને ભય હોય છે. જ્ઞાની કહે છે કે “દુનિયામાં સુખની ઇચછા એ પાપ, એને મેળવવાની મહેનત એ પાપ, એ મેળવ્યા પછી રાજી થવું એ પાપ, એને આનંદપૂર્વક ભેગવવું એ પાપ, એને સાચવવા મહેનત કરવી એ પાપ, એ જાય ત્યારે રડવું એ પાપ અને એને મૂકીને જતાં મૂંઝવણ થાય એ પાપ.” જેમ આકાશમાં પક્ષીઓ, પૃથ્વી પર સિંહાદિ હિંસક પ્રાણી અને પાણીમાં મગરમચ્છ આદિ છે પ્રાણીઓના મુખમાં માંસને ટુકડો દેખતાં તૂટી પડે છે તેમ આ પૃથ્વી પર ધનવાનને રાજ્યને, પાણીને, અગ્નિને, ચોરને અને સ્વજનને હંમેશા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy