SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬] [ શારદા શિરેમણિ હતું, અને હવે તો આશા પણ ન હતી. એ બંને બેંકમાં નેકરી કરતા અને હું રાત દિવસ ઘરના ઢસરડા કરતી. એક દિવસ બંને બેંકમાંથી ઘેર આવ્યા. વહુએ કાનભંભેરણી કરી હશે એટલે સામાન્ય વાતમાં તે ઉશ્કેરાઈ ગયે અને મને એટલે ઝાલીને બહાર કાઢી અને કહ્યુંચાલી જા તને જ્યાં રસ્તો મળે ત્યાં. કમે મને ઘરની બહાર ફેંકી. ભાઈ ! હવે મારા માટે શું બાકી રહ્યું છે ? એમ બોલતા એધાર આંસુએ રડવા લાગી. ડોશીની કરૂણ કહાની સાંભળીને સિંધીભાઈનું હૈયું પણ કંપી ઊઠયું. એ પણ રડી પડે. હું ત્રણ દિવસની ભૂખી હતી. મને ખબર નહિ કે હોટલમાં કે બેઠા છે તેથી ભીખ માંગવા આવી. તે તેણે મને ખાવા તે કાંઈ આપ્યું નહિ પણ મારા ઉપર કપરકાબીને ઘા કર્યો. મા ! શું એ તમારા દીકરા વહુ હતા ! ના. તે કેણ હતું ? તે મારે ભત્રીજો હતો. નાનપણમાં તેની મા મરી ગઈ હતી. મેં તેને ઉછેરીને મોટો કર્યો છે. મારા દીકરાની માફક સાચવતી હતી. એ મોટો થયો. એણે પણ કલપેશની જેમ લગ્ન કર્યા. ત્યારે મેં ખૂબ વિરોધ કરેલ. આજે મને ખબર નહિ કે હોટલમાં એ બેઠા હશે ! નહિ તે હું માંગત જ નહિ. ત્રણ દિવસથી ઘરની બહાર નીકળી છું, કંઈ કામ મળતું નથી. ભૂખનું દુઃખ સહેવાતું ન હતું. પેટને ખાતર મેં ભીખ માંગવાનું સ્વીકાર્યું. એ ભીખનું પરિણામ આ આવ્યું, કપાળમાં કપ રકાબીને ઘા અને શરીર પર ચાની વર્ષોથી ચામડી ઉતરી ગઈ. સિંધીભાઇની સહાનુભૂતિ : મા! હું તમારા ઘેર જઈને સમાચાર આપું? દીકરાને મળવા જાઉં? ના દિકરા નથી જાવું. મારા કર્મો એવા છે. મેં ભગવાન મહાવીર સ્વામીની વાણી સાંભળી છે. હવે એ દુઃખ પચી ગયું છે. કેઈ વાર રડવું આવી જાય; બાકી દુઃખને પચાવતા શીખવાનું છે. મા ! હું તમારા ઘેર જઈને દીકરાને સમજાવીશ અને તેને માતાની સેવાને પાઠ ભણાવીશ. બેટા! એની પત્નીએ પૂરેપૂરો પાઠ ભણાવી દીધો છે. કદાચ એ પુત્ર માને તો પણ મારે હવે એશિયાળું જીવન જીવવું નથી. હવે ડોશીને થોડું સારું થયું એટલે રજા આપવાની હતી. આ ભાઈના મનમાં થયું કે ડોશીને ઘેર તે જવું નથી તે તેમના માટે એક નાની રૂમ શોધી લાવું કે જેથી તે એમાં રહી શકે. મારું માનવ તરીકે કર્તવ્ય છે કે આવા દુઃખી છને મદદ કરવી જોઈએ. એક નાની રૂમ ભાડે રાખીને બીજે દિવસે તે ભાઈ દવાખાને ગયા તો ડોશીમા ગુમ. કયાંય ન મળે. ડોશીમાના મનમાં થયું કે કદાચ તે દીકરા પાસે જાય અને દીકરો આવે છે તે કહેશે કે તે મને વગોવી છે. કદાચ મને મારશે તો? એમ જ્યના માર્યા ડોશી રવાના થઈ ગયા. પેલે ભાઈ સમજી ગયો કે તેમનો પેટનો દીકરો છે તે સંભાળતું નથી તે હવે હું કયાં જાઉં? મારા કર્મો મને જ્યાં લઈ જશે ત્યાં જઈશ એમ માનીને ચાલ્યા ગયા હશે. આ છે કર્મની ક્તિાબમહાપુરૂષે કહે છે કે કર્મ બાંધીને પસ્તાવા કરતાં કર્મના બંધ સમયે જે જીવ ચેતી જાય તે ઉદ્દયે શા ઉચાટ ! આ ડેશીમા ગામ બહાર ગયા. ત્યાં એક સંત જોયા. સંતના ચરણમાં પડી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy