SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪] [ શારદા શિરમણિ વાદળથી રહિત હોય એવું ઈચ્છે છે પણ ઝંઝાવાત જાગે છે ત્યારે એ ડરી જાય છે, પણ ઝંઝાવાત વિના વાદળ વિખરાય કેવી રીતે ? જીવનનું આંગણું કર્મના કચરાથી ઢંકાઈને બદસૂરત બની ગયું હવે જે કમરાજાની જાળમાંથી છૂટવું હોય તો સુખને સલામ ભરે અને દુખમાં દિલ જોડી દે. કમરાજાએ તો મોક્ષગામી ઇવેને પણ હેરાન કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી છ ખંડના માલિક ભરત ચક્રવર્તીને કષભકૂટ પર પિતાનું નામ લખી શકે એટલી જગ્યા મેં ખાલી ન રાખી પણ એ પ્રસંગે ભરત ચક્રવતીને કર્મ પ્રત્યે નફરત જગાડી. કર્મો તે કેઈને છેડતા નથી. જેવા કર્યા હશે તેવા ભેગવવા પડશે. કામે નચાવેલે નાચ : એક વૃદ્ધ ડોશીમા ધ્રુજતી ધ્રુજતી બુમ પાડી રહી હતી. મા-બાપ મને એક રોટલે આપ ને ! હું ત્રણ દિવસથી ભૂખી છું. મને કંઈક આપે તો મારા પેટની આગ બૂઝાવું. એ રીતે કરૂણ વરે બૂમો પાડતી કલ્પાંત કરતી એક હોટલ પાસે આવી. હોટલમાં એક યુગલ બેડું હતું. તેમણે આ ડોશીને જોયા. તેઓ હોટલમાં બેઠા બેઠા ગરમ ગરમ વાનગીઓ ખાઈ રહ્યા હતા. તેમણે આ ડોશીને અવાજ સાંભળે. ડોશી કહે-આપ મને એક બટકું તે આપ. ભગવાન તમારું ભલું કરશે. આ ડેશીમા તે ખૂબ કરગરે છે, પણ કોઈ તેના સામું જોતા નથી. આ યુવાન દંપતીને આ ડોશીને અવાજ ડબલરૂપ લાગ્યા. તેમના અંતરમાં સંઘરેલી આગ ભડકે થઈને બહાર નીકળી. ગરમાગરમ ચા ભરેલા કપરકાબી તેના પર ફેકયા. ગરમ ચા પડતા હાથે ફેલા થઈ ગયા અને કાચ કપાળમાં જોરથી વાગી ગયા. હાય ભગવાન ! એમ કહીને ડોશીમા બેશુદ્ધ બનીને જમીન ઉપર પછડાઈ ગયા. પેલા દંપતિ તે ગાડી લઈને ચાલ્યા ગયા. એ કર્મરાજાએ ડોશીને કેવી શિક્ષા ફટકારી ! કરમ છેડશે ના તને કઈ કાળે, જનમ જ્યાં ધરે તું, તને ત્યાં સંભાળે... થશે આ મૂકીને અચાનક જવાનું, સ્વજન કેઈ સાથે નહિ આવવાનું, જશે જીવ તારે કરમના સહારે, કર્યા જે પ્રમાણે ફળે તે પ્રકારે કરમ આ કર્મરાજાની કરતા! ડોશીની આ સ્થિતિ જોઈને એક યુવાન ભાઈ ત્યાં આવ્યો. આ ભાઈ જૈન ન હતો પણ સિંધી હતા. તેમને ગાડીમાં બેસાડીને દવાખાને લઈ ગયા. તે ભાઈ ડોકટરને કહે છે, આપ આ માજીને ટ્રીટમેન્ટ આપે. તેને જલ્દી સારું થઈ જાય તેમ કરે. ડોકટરે ડોશીને પાટાપિંડી કરી. ડોશીમા ખૂબ રડે છે, કલ્પાંત કરે છે. સિંધી ભાઈ કહે માજી ! તમે રડશે નહિ. તમને મટી જશે. તમારો દીકરો કે કઈ શોધવા ન આવે, તેને સમાચાર ન પહોચે ત્યાં સુધી હું તમારો દીકરો બનીને રહીશ. આપ ગભરાશો નહિ. ડોકટરે અને તે ભાઈ એ ખૂબ સેવા કરી. મસંબીને રસ આદિ લાવીને પીવડાવ્યું. મા! તમારું રહેઠાણ કયાં છે ? તમારા કેઈ સગાસંબંધી હોય તે તેને હું જાણ કરું. આપ મને સરનામું આપો. ડેશી રડતા રડતા કહે છે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy