SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮] [ શારદા શિરેમણિ જાય પછી બહાર નીકળી શક્તા નથી. કર્મની આ ચાલબાજીને છ પકડી શકતા નથી. જેમ કુતરું બટકું રોટલાની લાલચથી જાય છે, ત્યાં તેને ડંડાના માર પડે છે પણ જે રોટલાનો ટુકડો મળી જાય તે એ મારને ભૂલી જાય છે તેમ આ સંસારમાં જે પણ કમે ફે કેલા અલ્પ સુખના રોટલાના ટુકડાને જોઈને લાકડીના માર જેવા દુઃખને ભૂલી જાય છે, તેથી કર્મોના વિજય ડંકો વાગે છે. (૩) “કર્મની ત્રીજી કરામત એ છે કે સંસારના કેઈ પણ જીવને કયાંય કરીને બેસવા દેતા નથી.’ કર્મરાજા જીને કેઈપણ સ્થાનમાં સ્થિર રાખતા નથી. સિદ્ધ ગતિના આગળ તેની કરામત ચાલતી નથી. બાકી કર્મજીવને ચાર ગતિમાં ફેરવ્યા કરે છે પણ કોઈ સ્થાને સ્થિર રહેવા દેતા નથી. ભગવાન સૂયગડાયંત્ર સૂત્રમાં બોલ્યા છે કે ठाणी विविहठाणाणि, चइस्संति ण संसओ । ળિય? કયું વારે, નાથur gી દિવ અ. ૮ ગાથા ૧૨ દેવલોકના ઈન્દ્રો તથા સામાનિક દેવે આદિ ઉચ્ચ સ્થાનવાળા તથા મનુષ્યોમાં ચકવતી તથા બળદેવ, વાસુદેવ, મહામાંડલિક રાજા આદિ ઉચ્ચપદ પર રહેલા, ભેગભૂમિમાં રહેલા યુગલે તથા સાધારણ મનુષ્ય, તિય વગેરેને પોતપોતાના સ્થાન એક દિવસ છેડવા પડે છે એટલે મૃત્યુ પામી પરકમાં જવું પડે છે તેમાં લેશ માત્ર સંશય નથી, તેમજ સાંસારિક સુખો તથા સ્વજનેને સહવાસ પણ અનિત્ય છે. કર્મની ત્રીજી કરામત એ છે કે ચાહે અનુત્તર વિમાનના દેવ હોય કે સાતમી નરકના નારકી હય, નિગેદની અનંતકાળની કેટલી હોય કે પછી વિકસેન્દ્રિયના ભવ હોય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હાય, કેઈ પણ જીવને કયાંય સ્થિર બેસવા દેતા નથી. દરેકને પિતાના સ્થાન છોડાવે છૂટકો કરે છે. પરિણામે જીવ બીજી ગતિમાં જાય પછી પિતાનું જીવન નિભાવવા નવેસરથી બધી મહેનત કરવી પડે છે. શુભ કમેં તે ભવમાં તેને સંસારના અલ્પ સુખે આપ્યા તા અશુભ કર્મ સજેલી ઘોર ભયંકર નાલેશીને એ ભૂલી જાય છે. (૪) કમની ચોથી કરામત એ છે કે જેણે તેનું શરણું સ્વીકાર્યું તેને કાયમ માટે દબાયેલા રાખ્યા અને તેની સામે માથું ઉચકનારાને કાયમ માટે મુક્ત કરી દીધા. ચાર ગતિમાંથી કેઈપણુ ગતિના છએ જે કર્મરાજાનું શરણું સ્વીકાર્યું, એને આધીન રહ્યા છે જેને કર્મોએ કાયમ માટે દબાયેલા રાખ્યા છે અને જે જીએ તેનું શરણ સ્વીકાર્યું નહિ, તેને તાબે થયા નહિ અને તેની સામે માથું ઊંચું કર્યું તે બધા તેના પંજામાંથી સદાને માટે મુક્ત બની ગયા. આ છે કર્મની ચોથી કરામત. કર્મની કરામતમાંથી છૂટવું કઠીન છે. કઈ રે ઉકેલે આંટી..જેની પડે ન પાઈ રાતી હે.. એવી રે માટી જેવી ચડે રે ચાકડે, માટી કાં મટી જાતી કે રે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy