SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [૪૩૧ સિંહાસન ડોલાયમાન થયું. એમણે અવધિજ્ઞાનના અજવાળામાં જોયું તે ન બનવાનું બની રહ્યું છે. એમણે મનમાં આશ્ચર્ય અનુભવ્યું કે શું તીર્થકર બ્રાહ્મણકુળમાં જન્મે ? ના. એવું તો ન જ બને. હરિણગમેષ દેવ હાજર થયો. કર્મની પાસે અન્યાય નથી તેમજ અનુકંપા પણ નથી. મરીચિના ભવમાં ઉપાર્જ લું કર્મ છેલા ભવમાં ઉદયમાં આવ્યું. ત્રણ અનુપમ જ્ઞાનની સાથે ભગવાન આ દેવાનંદાની કુંખે આવ્યા. તીર્થકર ભગવાન ભિક્ષુક કુળમાં કયારે પણ ઉપન ન થાય અને થયા એ એક અચ્છેરું બન્યું છે. શક્રેન્દ્ર હરિણગમણી દેવને કહ્યું-દેવાનંદા માતાની કુંખમાંથી તીર્થકર ભગવાનને ત્રિશલા રાણીની કુક્ષીમાં મૂકો. હરિયુગમેષી દેવે દેવાનંદાને અવસ્વાહિની નિદ્રા મૂકીને તેના ગર્ભનું સાહારણું કરીને ભગવાનને ત્રિશલારાણીના ગર્ભમાં મૂક્યા અને ત્રિશલાના ગર્ભને દેવાનંદાના ગર્ભમાં મૂકો. પૂર્વ જન્મમાં દેવાનંદાએ ત્રિશલાનો ઘરેણને ડબ્બે ચોરી લીધું હતું. તે કર્મ અત્યારે ઉદયમાં આવ્યું અને રત્નના ડબ કરતા અધિક કિંમતી તીર્થંકર પ્રભુને ગર્ભ ચેરાઈ ગયે. દેવાનંદાના મુખમાંથી સ્વખા નીકળીને જવા લાગ્યા. આ જોઈને દેવાનંદા રડવા લાગી. - દેવે આવી ગર્ભ હર્યો ને બદલે કન્યા દીધી દુઃખના ઊંડા સાગરે હાથ ઝબોળી દીધી કમળ એનું કાળજું કરાયું (૨) સ્વપ્ન ભયંકર આવ્યું એમાં સુખનું સ્વપ્ન ભૂલાણું, એનું નાજુક હૈયું નંદવાણું (૨) એક દેવાનંદા દેવાનંદાનું નાજુક હૈયું નંદવાણું. આ બાજુ ત્રિશલા રાણીએ એક પછી એક ચૌદ સ્વપ્ના જોયા. ત્રિશલાદેવી જાગૃત બન્યા. સવાર પડતાં ત્રિશલા રાણી સિદ્ધાર્થ રાજા પાસે આવ્યા ને સ્વપ્નાની વાત કરી. રાજાએ ત્રિશલા રાણીને કહ્યું–તમે મહાભાગ્યવાન છો, પુણ્યવાન છો. તમારા સ્વપ્નના ફળ રૂપે તમારી કુક્ષીએ તીર્થંકર પ્રભુ જન્મશે. સિદ્ધાર્થ રાજાએ સ્વપ્ન પાઠકોને લાવીને સ્વપ્નનું ફળ પૂછયું. તેમણે કહ્યુ-મહારાજા! આપને ત્યાં ત્રણ જગતના ઉદ્ધારક તીર્થંકર પ્રભુને જન્મ થશે. આ સાંભળતા સૌના આનંદનો પાર ન રહ્યો. રાજાએ પંડિતને ખૂબ દાન આપીને વિદાય કર્યા. રાજાને ત્યાં હેલનગારા ને શરણાઈઓ વાગવા લાગી. રાજાએ ખૂબ દાન દેવા માંડયું. ત્રિશલામાતાને પણ સારી સારી ભાવનાઓ થવા લાગી. પ્રભુએ ગર્ભમાંથી માતાની દયા કરી છે. પ્રભુએ માતાની કુશલતા માટે હલનચલન બંધ કર્યું પણ એની અસર ઉલટી થઈ ત્રિશલા માતા રડવા લાગ્યા. ઢોલનગારા બંધ થયા. પ્રભુએ જ્ઞાનથી જોયું ને હલનચલન શરૂ કર્યું. પ્રભુએ જ્ઞાન દ્વારા જોયું કે મારું આયુષ્ય કેટલું છે ને માતાપિતાનું આયુષ્ય કેટલું છે? ત્યાં એમણે સંકલ્પ કર્યો કે માતાપિતાની હયાતીમાં મારે દીક્ષા લેવી નહિ. આ રીતે બરાબર સવા નવ માસ પૂર્ણ થતાં ચૈત્ર સુદ તેરસની મધ્યરાત્રે સારા નક્ષત્ર અને શુભ યેગે આપણા શાસનના નાયક ઝળહળતા તેજસ્વી સિતારા, શાસનના શિરતાજ એવા પ્રભુ મહાવીર સ્વામીને જન્મ થ.... . . . . . . . .
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy