SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [૪૧૩ ટેકસીઓ કયાં નથી મળતી ? નાનાભાઈના કેટામાં કોઇ શત્રુ પેઠો. સામે ગાડીના પાટા હતા ત્યાં જઈને સૂઈ ગયો. સામેથી આવતા મેઈલે તેને ઝડપી લીધે. એન્જિનના મુખમાં તેનું બલિદાન દઈ દીધું. શા માટે પાટામાં હોમાઈ ગયે. મૃત્યુને શા માટે ભેટી ગયે ? કષાયના કારણે. જ્ઞાની કહે છે કે તારવી મળશે, દાનેશ્વરી મળશે પણ કષાય વિજેતા નથી મળતા. એ કષાયના કરનારા એના પરિણામમાં કાંઈ સાર નથી. એ દુર્ગતિના દેનારા એના પરિણામમાં કાંઈ સાર નથી, કષાયને આવેશ બહુ બૂરી ચીજ છે. તેમાં તે ન કરવાનું કરી બેસે છે. તેનું આ લેકમાં અહિત થાય છે અને પરલોકમાં પણ તેનું બગડી જાય છે. જે લોકપ્રિય બનવું છે તે નિંદા આદિ પ્રવૃત્તિને ત્યાગ કરો. નિંદા કરવી અને નિંદા સાંભળવી એ ભયંકર પાપ છે. જે નિંદા સાંભળનારા ન હોય તે નિંદા કરનારા નિંદા કરે કેની પાસે? બીજાની નિંદા કરવાથી લેકમાં અપ્રિય થવાય છે. આવી હલકી મને વૃત્તિ આત્મવિકાસ તો ન થવા દે પણ લોકપ્રિય પણ ન બનવા દે. જે લોકપ્રિય થવું છે તો ભાષા વિવેકપૂર્વક બોલે. જાણે અજાણે બીજાની હલકી વાત ન થઈ જાય એની કાળજી રાખે. આટલું કરશે તે કપ્રિયતા આવ્યા વિના નહિ રહે. તે માટે પહેલે ગુણ છે લેક વિરુદ્ધ નિંદા, કષાય આદિને ત્યાગ કરે. તમારો વ્યવહાર, વર્તન એવા ન હોય કે કઈ તમારી સામે આંગળી ચીધે. બીજો ગુણ-હિંસા, અસત્ય, જુગારાદિ સિંઘ પ્રવૃત્તિને ત્યાગ કપ્રિય બનવામાં જેમ નિંદા આદિ બાધકરૂપ છે તેમ હિંસા જુગારાદિ સિંઘ પ્રવૃત્તિઓ પણ બાધકરૂપ છે. જે પરલેક બગાડે, આપણી ગતિ બગાડે તેવા કાર્યો ન કરવા. હિંસા છે ત્યાં પાપ છે માટે હિંસા ન કરવી જોઈએ. જુગાર લેકમાં નિંદનીય છે. જે લોકપ્રિયતા મેળવવી છે તે જુગારાદિને ત્યાગ કરવો પડશે. જુગાર રમતા હોય તેના તરફ લોકો આંગળી ચીંધે છે. તે બહાર નીકળે ત્યારે જગત કહેશે કે આ જુગારી નીકળ્યો. પાંચ પાંડવોને થયા આજે કેટલાય વર્ષો વીતી ગયા. તેઓ ભગવાન નેમનાથના શાસનમાં થયા. તે પછી પારસનાથ ભગવાનનું શાસન ચાલ્યું પછી ભગવાન મહાવીર સ્વામી થયા. છતાં પાંડે જે જુગાર રમ્યા તે વાત હજ ભૂલાતી નથી. નિંદનીય વાત જલદી ભૂંસાતી નથી. કુરૂક્ષેત્રના મેદાનમાં કૌર અને પાંડે વચ્ચે ચાલેલા ભીષણ યુદ્ધમાં લાખોની થયેલી કલેઆમના મૂળમાં આ જુગારનું જ પાપ હતું ને! જુગારના આ પાપે આજે ઘણાંય યુવાનના જીવન છિન્નભિન્ન થઈ ગયા છે. જુગારમાં જીતનારે ફુલાકુલા થઈને ફરે છે, પણ હારનાર કાં તો આપઘાત કરે છે અને કાં તે ખૂણે બેસીને આંસુ પાડે છે. પહેલા માણસ જુગાર તરીકે જુગાર રમતા નથી. આ પાપ માનવી પહેલા પોતાની જાતે કરવા તૈયાર થતું નથી પણ બીજાની સલાહથી કરવા તૈયાર થાય છે. જુગારીયાની જે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy