SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [ ૪૦૫ ઊંડા ઉતરતા જાઓ તે આત્માનું કાંઈક નવનીત મેળવીને જશે. જે આત્મદર્શન કરવું હોય તો બહારની દોટ ઓછી કરે. આત્મદર્શન એવી ચીજ છે કે આત્મદર્શન થાય એટલે માનવ સમભાવી બને છે. તેને મન સંપત્તિ અને આપત્તિ બંને સમાન લાગે છે. સમુદ્રમાં તરંગો ગમે તેટલા આવે છતાં નૌકા તરવા તૈયાર રહે છે તેમ જીવનમાં સંપત્તિની ભરતી કે વિપત્તિની ઓટ આવે છતાં એની જીવનનૌકા તરવાની. જીવન છે ત્યાં સુખ દુખ આવવાના પણ આત્મદર્શની બંનેમાં સમાન રહે છે. સંપત્તિમાં ફુલાકુલા ન રહે અને વિપત્તિમાં દીન ન બને. આત્મદર્શન થતાં સંસાર અનાસક્તિવાળે અને ઉચ્ચ વિચારણાનું ધામ બને છે. જીવનમાં જે આવું દર્શન પામી જઈએ, આમાની ઓળખ થઈ જાય તો સંસાર કેઈ જુદો જ દેખાય માટે જ્ઞાની કહે છે આ તક મળી છે તેને ઓળખીને આત્માનું દર્શન કરી લે. આ માનવજન્મ દોષને દૂર કરવા અને સત્કાર્યો કરવા માટે મળ્યો છે બીજાના સુખને લૂંટવા માટે નહિ. બીજાના સુખ માટે પિતાના સુખ જતા કરી દેવા અને પ્રાણના ભોગે પિતાનું કર્તવ્ય અદા કરવા માટે મળે છે. કર્તવ્ય કરવા આ જન્મ, દિન રાત તેમાં રહી, ઋણમુકત વિધિથી થવા, કર્તવ્ય કરવું છે અહીં.” બીજાનું દુઃખ જોઈને જે અંતર કરૂણાથી ભીંજાય નહિ, પિતાનું કર્તવ્ય શું છે એ ભૂલી જાય તે સમજવું કે હજુ તેનામાં માનવતા આવી નથી. જેનામાં કરૂણ છે તેનામાં માનવતાને દીપક પ્રગટે છે. જેની પાસે સંપત્તિ છે તે દુઃખીઓના દુઃખ દૂર કરવામાં વાપરતા નથી તેની દશા મધમાખીઓ જેવી થાય છે. મધમાખી પિતે ખાતી નથી અને બીજાને ખાવા દેતી નથી, છેવટે લૂંટારાઓ તેમનું ધન લૂટી જાય છે તેમ જે જી ધનમાં આસક્ત બને છે અને જિંદગીના અંત સુધી તેની મૂછ છોડતા નથી. તે મરીને દુર્ગતિમાં ચાલ્યા જાય છે તે મહાન કિંમતી તન, મન અને ધન મળ્યા છે તેને સદુપયોગ કરીને જીવનને સફળ બનાવી દે. પરદેશમાં એક બનેલી કહાની છે. જેનામાં માનવતા પ્રગટી ચૂકી છે, માનવતાને પ્રકાશ થયેલ છે. જેને યાદ કરીને આજે હજારો લોકે આંસુ સારે છે. મૃત્યુ પામવા છતાં આજે જગત જેને યાદ કરે છે તેવી એક કહાની છે. બીજાના સુખ માટે કંઈક કરી છૂટવાની ભાવના તીવ્ર બને છે ત્યારે વ્યક્તિ પિતાના સુખોને તિલાંજલી આપવાનું કેટલી ઉચ્ચ ભૂમિકાનું કર્તવ્ય કરી શકે છે. પરદેશમાં એક નામાંક્તિ અને યશસ્વી ડોકટર થઈ ગયા. એમનું નામ હતું ડૉકટર બ્રેકેટ. તેમની પ્રેકટીશ બહુ સારી ચાલતી હતી. તે ખૂબ હોંશિયાર, દયાળુ અને યશનામી ડેકટર હતા. જૈન પરિભાષામાં જીવ નવ પ્રકારે પુણ્ય બાંધે તેના ફળ ૪૨ પ્રકારે ભગવે છે. યશ મેળવ, વાહ વાહ થવી અને પિતે બોલેલા વચનને સહુ હર્ષ થી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy