SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦] [ શારદા શિરમણિ જે એક વાર દિલમાં આવી જાય તે કામ થઈ જાય. વંદના વેદનામય જીવનને ખતમ કરી નાંખશે અને સાધના માટેના સત્વને પ્રકટ કરશે. મહાન આત્માથી સાધકોએ પિતાના બળને ઉપયોગ કર્મ અપાવવામાં કર્યો પણ કર્મ બંધાય તેવા કાર્યોમાં ન કર્યો. આપણું ભગવાન મહાવીર સ્વામીનું બળ કેટલું ? જેમણે એક અંગૂઠે ડુંગર ડોલાવ્યો. એ ભગવાન ધારત તો કાનમાં ખીલા નાંખવા આવનાર ગોવાળને એક ધક્કો ન મારી શક્તિ ! તેમના એક ધક્કામાં તે તે ભોંય ભેગો થઈ જાત પણ ના...ના... એમાં ઉપયોગ ન કર્યો, પણ કર્મ ખપાવવામાં કર્યો તે તેમને આપણે વંદણા કરીએ છીએ. સ્કૂલમાં પાંચ વાર સાત વાર કે દશ વાર એક જ ઘેરણમાં નાપાસ થનાર વિદ્યાથી નીચેના રણમાં જ નથી પણ તમે અહીં નાપાસ થયા તે નરક-નિગોદમાં ક્યાંય નીચે જતા રહેશે. સંયમી સાધક પણ પિતાના સાધક જીવનમાં નાપાસ થાય એટલે કે બેદરકાર રહે છે તે પણ પછાડ ખાઈ જાય છે. મહામુનિ અષાઢાભૂતિએ સંયમી જીવનમાં કેટલી અઘોર સાધના કરી. એ તપના પ્રભાવે એમને લબ્ધિઓ પેદા થઈ હતી. ટોચે ચઢેલા સાધકને પણ પતન થતા વાર લાગતી નથી માટે જ્ઞાનીએ કહ્યું છે કે તે સાધક ! સાધુપણું લીધા પછી પાંચે ઈન્દ્રિય પર બ્રેક મારવી પડશે. એકે ઇન્દ્રિયના ઘોડા છૂટા નહિ મૂકાય. સંસારમાં પણ પગલે પગલે સાવધાન રહેવાનું કહ્યું છે તે પછી તપધારી, ચારિત્રવાન, બ્રહ્મચારીઓને તો કેટલી સાવધાનીની જરૂર છે ! અષાઢાભૂતિ મુનિ ગૌચરી ગયા, તેમને ખબર નહિ કે આ ઘર કોનું છે? આ મુનિ દેખાવમાં રાજકુમાર જેવા આકર્ષણ કરે એવા છે. સંત ગૌચરી જતા હતા ત્યાં ઘરમાં એક નટકન્યા ઊભી હતી. તેણે કહ્યું–પધારે ગુરૂ મહારાજ ! સંતને ખબર ન હતી તેથી તે ઘરમાં ગૌચરી ગયા. તે કન્યાએ સંતને લાડવા વહેરાવ્યા. સંતે લાડવા લીધા. આ મુનિ ખૂબ ચારિત્રવાન, તપોધની સંયમી સાધુ છે પણ જ્ઞાની કહે છે જીવતા આવડે તે જિંદગી. જીવતા જે આવડે તો જીવનમાં લહેર છે, ના જીવતાં આવડે તે ચારે બાજુ ઝેર છે. જે જીવન જીવતા આવડે તો લીલાલહેર અને ન આવડે તે ચારે બાજુ ઝેર. જીવન કેમ જીવવું અને કેમ ન જીવવું તેને દર આપણા હાથમાં છે. આ ચારિત્રસંપન્ન મુનિ ગોથું ખાઈ ગયા. કેવી સ્થિતિ થઈ? આ મુનિએ સંસારની આગને ઓલવી નાંખી હતી પણ સત્તામાં પડેલા અગ્નિના તણખાએ સાધુને રસેન્દ્રિય લોલુપ્ત બનાવી દીધું તેમણે રસેન્દ્રિય પરનો કાબુ ગુમાવ્યું અને ગોથું ખાધું. ગૌચરીમાં આવેલ લાડવામાં ખૂબ વસાણું નાંખેલા હતા એટલે તેમાંથી સુગંધ આવી. મુનિના મનમાં વિચાર થયો કે આટલે લાડ લઈને જઈશ. અમારો પરિવાર મેટો છે તે મારા ભાગે શું આવશે ? તપ કરવા છતાં રસેન્દ્રિયની લેલુપતા છૂટી નથી, તે જે કમની નિર્જરા થવી જોઈએ તે થતી નથી. તપ અનંત ભવના આત્મા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy