SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨] [ શારદા શિરેમણિ થઈ ગયા. સામાયિક થઈ ગઈ પછી શેઠ કહે છે કે આપ ઘરના ડાબા ખૂણે ત્રણ ફૂટ ઊંડુ ખેદ. છોકરાએ ખેડ્યું તે ચરૂ નીકળે. બેલે હવે શેઠ અને ધર્મ કેવા વહાલા લાગે ? શેઠ ધર્મપ્રતાપે સુખી થઈ ગયા. બધાને ધર્મ પર શ્રદ્ધા થઈ. પર્વાધિરાજનું એલાન છે કે બીજું કર્તવ્ય છે કે તમે અઠ્ઠમ કરે. સંસારમાં લાગેલા પાપની આચના માટે પણ અઠ્ઠમની જરૂર છે. તપને મહિમા કે છે ? આપણે આ પર્વના દિવસોમાં શું કરવાનું છે? ટાઈમ થઈ ગયું છે. આવા દિવસમાં અહિંસક ભાવ, અઠ્ઠમ, સાધર્મિક ભક્તિ, ક્ષમાપના, પ્રતિક્રમણે આ પાંચ કર્તવ્યનું પાલન બરાબર કરવું. વધુ ભાવ અવસરે. આજે બા. બ્ર. હર્ષિદાબાઈ મહા. બા. બ્ર. ઉવી શાબાઈ મહા. બા. બ્ર. નવદીક્ષિત હેતલબાઈ મહા. ત્રણે ઠાણને ૧૨ મો ઉપવાસ છે. આપ બધા સારી રીતે તપ આરાધનામાં જોડાઈ જજે. વધુ અવસરે. શ્રાવણ વદ ૧૪ને બુધવારઃ વ્યાખ્યાન નં. ૪૩ : તા. ૧૪-૮-૮૫ વિષયઃ જીવતા આવડે તે જિંદગી સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન! પર્વાધિરાજ પર્યુષણ પર્વને બીજે દિવસે તે આવી ગયે. આ પર્વ દર વર્ષે આવે છે અને પોતાની ખુબ મહેકાવતું જાય છે. આ પર્વ પ્રતિવર્ષ આવતું હોવા છતાં પર્વના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે તેમ તેમ તે પર્વના સત્કાર સન્માન કરવાની ભાવના વધતી હોય છે. પ્રતિવર્ષે પનેતા પગલે પધારતા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ મહાક્રાન્તિકારી આત્મિક આંદોલનના આહલેક પોકારીને આ વિશ્વના વિષય કષાયાધીન આત્માઓને ઢંઢળી જાય છે. રાગ-દ્વેષ વૈરઝેરની યુગોની જૂની ઘરેડની સામે મત્રી, પ્રમોદ, કરૂણા, માધ્યસ્થ, ક્ષમા, પ્રેમના ક્રાન્તિકારી આદેશ આપીને પવિત્ર આત્મિક આંદોલન જગાવી જાય છે. ખરેખર! જેને સંસારના ત્રિવિધ તાપની પીડા વસમી લાગી હોય, જે અનાદિની વિષયકક્ષાની આગથી સંતૃપ્ત હોય તેને પર્યુષણ પર્વનું આ કાન્તિકારી આંદોલન હાર્દિક આહવાન કરે છે કે એક વાર તમે તમારા નિર્ણ, વિચાર, ખેંચતાણને આઠ દિવસ માટે એક બાજુ મૂકીને આ આત્મશુદ્ધિના આંદોલનમાં જોડાઈ જાઓ. તમને અવર્ણનીય આનંદ, અદ્ભુત સુખ અને અપૂર્વ શાંતિને અનુભવ અવશ્ય થશે. આ પર્યુષણ પર્વ જેને પવિત્ર આશ્રય રૂપ છે. આ સુંદર આશ્રય ભવમાં મુસાફરી કરતાં જેને મહાસુખદાયી બને છે. સંસાર રૂપી સમુદ્રમાં રાગ-દ્વેષાદિથી ડૂબતા જેને તરવા માટે જાણે નાવડી ન હોય! આ પર્વમાં આરાધનાનું સેહામણું ખાસ અનેખું અંગ છે. ક્ષમા. અનાદિથી આત્મા પર ચેટીને રહેલા વેરઝેર, ઈર્ષા, અસૂયા આદિ જે ભયંકર શત્રએ છે તેના દ્વારા જે કેઈની સાથે વૈર વિરોધ થયા હોય તેને અંતરથી ખમાવ, તો તારે આરાધનાને અરૂણોદય પ્રગટયો ગણાશે. નિર્મળ તપજપનું સેવન કરી અનાદિના મળને સાફ કરી નાંખે. આ દિવસોમાં આત્મા રૂપી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy