SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [ ૩૬૫ વિષયાના વિષ ઉતારવા કરેલી યુક્તિ : બે ચાર દિવસ ગયા. એક દિવસ રમેશચંદ્ર ઉદેચંદ્રના ઘેર આવ્યે. સુશીલા કહે-આપ અત્યારે શા માટે આવ્યા ? રમેશચંદ્રે કહ્યું–હમણાં તમે ઘરમાં એકલા છે, આપના ઘરમાં કોઈ નથી. હમણાં ચાર, ડાકુનો ભય બહુ રહે છે માટે આપ કહેા તેા હું એક રૂમમાં સૂઈ જાઉં. સુશીલા સમજી ગઈ કે, પાપીએ પેાતાની જાળ પાથરવા માંડી છે. તેા હું પણ તેને બતાવી દઉં. તેણે કહ્યુ --તમારે સૂવુ' હાય ! મને હરકત નથી. હું એક છુ. પણ હજાર જેવી છું. હું કેાઈથી ડરું તેમ નથી. તમે મારી ચિ'તા કરશે! નહિ. સુશીલા વિચારે હવે હું પણ રસ્તા શેાધી લઉં. તેને સુધારવા કેવી રીતે ? કરવું શું ? વિચાર કરતાં એક યુક્તિ જડી. રમેશચ'દ્ર જે રસ્તે આવવાના હતા તે રસ્તે પહેલાં એણે ખૂબ કાદવ ન`ખાવ્યેા પછી આગળ આવતાં પેાતાની સાડીએ પાથરી અને ઘર નજીક ગાલીચા પાથર્યાં. ભાઈ સાહેબ સાથે આવ્યા, કીચડથી તેના પગ ખરડાઈ ગયા. એવા ગધાતા પગ સાડીમાં મૂકવા કેવી રીતે? સુશીલા બહાર ઊભી રહી છે. પેલે મિત્ર સાડી પર પગ મૂકતા નથી. સુશીલાને કહે છે આપે આવી કિ ંમતી સાડીએ શા માટે પાથરી છે ? આપના સ્વાગત માટે, આપ લઈ લે. મારા કીચડવાળા ગધાતા પગ સાડીએ પર મૂકું તે આવી ક'મતી સાડીએ ખગડી જાય માટે સાડીએ ઉપાડી લે. ખરાખર સમય જોઈ ને સુશીલાએ કહ્યું–હે નરાધમ ! ધિક્કાર છે તમને ! તમે શું જોઈ ને અહી આવ્યા છે ? મારી સાડી ભલે કિ'મતી હાય. સાડી બગડે તેની ચિંતા નથી પણ તમારી ચારિત્ર રૂપી સાડી વિષયવાસનાના કાદવથી ખરડાઈ રહી છે. તેનું તમને ભાન છે કે નહિ ? આ પાપ તમને અધેગતિમાં ધકેલી દેશે. તમે મારા પતિના મિત્ર થઈને તમારું જીવન બરબાદ કરી રહ્યા છે, અને મારું જીવન પણ બરબાદ કરવા ઉઠંચા છે? શરમ નથી આવતી ! સતીના જમાતે જવાબથી રમેશચંદ્રની આંખ ઉઘડી ગઈ. હું કેવા અધમ ! કેવા પાપી ! મારા જેવા પાપી કોઈ નથી. મારા મિત્ર આવશે. સુશીલા તેને વાત કરશે. મારુ કાળું મેઢુ તેને શુ' બતાવીશ ? તેને થયું કે ધરતી ફાટે તે। હું સમાઈ જાઉં.. ! મેં આ શું કર્યુ? પેાતાના પાપના પસ્તાવા થયા. જે દિવસે તે ઘર છેડીને ગયા તે ગયા, પછી તેના પત્તો પડયો નહિ. તેના જીવનમાં લજ્જા, શરમ હતી કે મારા મિત્ર આવશે ત્યારે મારુ મોઢુ શુ ખતાવીશ ? મિત્ર થઈ ને આવું કાય કરવા ઉઠયો ! લજ્જા હતી તેા સુધરી ગયા, સુશીલાના શીલમાં મક્કમતા હતી. ગમે તેમ થાય પણ શીલ સાચવવુ. એ સાચું'. આત્મા આત્માના સ્વભાવમાં રમે તેનુ' નામ શીલ. ચિ'તામણી, કામધેનુ અને કલ્પતરુના મહિમાને જેણે જીતી લીધા છે તેવા શીલધમ જગતમાં સદાય જયવંતે વતે છે. શીલની સાધના વિના કોઈ પણ ધમ ના ચેાઞ- દ્વીપતા નથી માટે શીલ એ ધર્મના સાચા શણગાર છે. એ શત્રુગારને ધારણ કરનાર પુણ્યાત્મા, એ શાસનના શણગાર છે. સ્પર્શી પાંચે ઇન્દ્રિયાને જીતનાર શીલવાન કહેવાય છે. બાહ્ય શત્રુઓ જીતવા સહેલ છે પણ ઇન્દ્રિયાને જીતવી મુશ્કેલ છે. વાસુદેવ જેવા રાજાએ ત્રણ ખંડના રાજાઆને જીતી શકે છે પણ ઇન્દ્રિયાને જીતી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy