SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ ] [ શારદા શિરોમણિ એક વેપારીને પૈસા લેભ જાગ્યો. અંતરમાં લેભને લાવારસ ઉછળી રહ્યો હતો. ત્યાં તેની પાસે એક ગ્રાહક આવ્યો. ગ્રાહક હતે ભોલે . જેને કઈ ભાવતાલની ગમ ન હતી. વેપારીએ મીઠા શબ્દોથી તેને ભેળવ્યો અને ફસાવ્યો. તેને છેતરીને જોઈ તે નફો મેળવી લીધો. અન્યાય, અનીતિથી નફે મેળવ્યો તેથી ઘડીભર આનંદ થયો. તેને અંતરાત્મા કબૂલ કરે છે કે મેં બેટું કર્યું છે છતાં બહિરાત્મભાવે પીળું દેખીને મન શીળું થયું. તે સમયે ઓટોમેટિક યંત્રની જેમ તે તે પ્રકારના કર્મ પુદ્ગલે આવીને આત્મા સાથે બંધાઈ ગયા પછી તેમાં રેડ્યો રસ કે મારા જેવું ગ્રાહકને સમજાવતાં કેઈને ન આવડે તેથી હીરની દેરી અને તેલનું ટીપું એવી ગાંઠ બંધાઈ ગઈ કે પછી તે છૂટે કેવી રીતે ? કર્મની અદાલત ન્યાયી છે. તેને અટલ ઈન્સાફ છે. ત્યાં નથી ચાલતું શ્રીમંતોનું કે નથી નજર થતી ગરીબ ભણી. ત્યાં નથી રહેતે કઈ પર પ્રેમ, કર્મતત્ર નથી ચાલતું જેમ તેમ, રાખશે નહિ કે તેમાં વહેમ, કરવી રહી આપ આપકી રહેમ. રૂમઝુમ કરતે પૈસે ઘરમાં આવ્યો. તેનાથી મનગમતી વસ્તુઓ ખરીદી. તેને ભગવટો હોંશે હોંશે કુટુંબના સભ્યોએ કર્યો. વેપારીએ બાંધેલું કર્મ તે ભવમાં ઉદયમાં આવ્યું. તીવ્ર અશાતાના ઉદયે રંગે ચારે બાજુથી ઘેરે નાંખે, અસહ્ય પીડા ! અકથ્ય વેદના ! હવે કે તેને સહન કરી દે ? પથારીમાં રહ્યો કાળી ચીસો પાડે છે. તેમની આજુબાજુ વીંટળાયેલું સ્વાથી વર્તુળ આંખથી જુવે છે. કાનથી ચીસો સાંભળે છે ત્યારે તેઓ બહુ તે લાગણીથી આંસુ સારે પણ શું વેદનામાં ભાગ પડાવી શકે? અરે, આંખની કીકી સમાન, આંધળાની લાકડી સમાન અને જીવનને આધાર માન્યો હોય તે દીકરો પણ વેદના ઓછી કરાવે ખરે ? અરે, અર્ધાગના માનેલી પ્રિય પત્ની ઘડીભર આંસુ સારે પણ વેદનાને અંશ પણ ન લઈ શકે. વિચારે, કોણ કર્મ ભેળવી દે ? અકારા ઉદયમાં કોણ સહાયક બને ? પરની પીડાને કેણુ પિતાની બનાવી દે. કોણ કોનું દુઃખ ભગવી દે ! લાખ લાખ લાગણી રાખતા હોય, દેહ જુદા પણ દિલ એક સમજીને જીવતા હોય તે ય કર્મના ફળ ભેળવવામાં સૌ સ્વતંત્ર છે. ત્યાં નથી ચાલતી કેઈની લાગવગ કે નથી ચાલતી લાંચ રૂશ્વત. નથી જોઈતી કેઈની ઓળખાણું કે પેપરવેઈટ. કઈ પણ વસ્તુ કર્મના કાયદાને લલચાવી શકે તેમ નથી. કાર્ય કરતા પહેલા વિચાર કરે. નહિતર તે પરિણામ જે આવે તે જોગવવું પડશે. કાં તે અકાર્ય કરતાં અટકે અથવા તો જે પરિણામ આવે તે જોગવવા તૈયાર રહે. ભૂલ કરે તે ભૂલ ભેગવવી પડે ને ! માટે સમજી લે કે એક માઠો કે સારે વિચાર કર્મની કિતાબમાં લખાયા વિના રહેતું નથી. આનંદ ગાથા પતિના અંતરના દરવાજા ઉઘડી ગયા. સુલભબધી જીવને એક વારની દેશના તેને બેડે પાર કરાવે છે. જૈનશાસનમાં કંઈક જ એવા થયા છે કે એક વાર ભગવાનની વાણી સાંભળીને કામ કાઢી ગયા. પરદેશી રાજાએ કેશી સ્વામીની એક વાર
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy