SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ] [ શારદા શિરમણિ જેને ભગવાનના વચનમાં અપૂર્વ શ્રદ્ધા થઈ છે એવા આનંદ ગાથાપતિ ભગવાનને કહે છે મને આપના વચનોમાં શ્રદ્ધા, પ્રતીતિ, રૂચી થઈ છે. પર્શના કરીશ. પાલન કરીશ અને વિશેષ પ્રકારે પાલન કરીશ. આ બધા શબ્દો દેખાવમાં એક જેવા લાગે છે પણ અર્થમાં તફાવત છે તેને એક ન્યાયથી સમજીએ. | માની લે કે આપણે બધા દર્દી છીએ. ચાહે હાડકાના ગળાના, આંખના ગમે તે રોગના દદી છીએ. એ દઈથી ખૂબ હેરાન થયા છીએ. હાડકાનો દુઃખાવો છે અથવા હાથપગમાં ફેકચર થયું છે ત્યારે કઈ કહે કે ભાઈ ! હાડકા માટે ફલાણા ડૉકટર સારા છે. ડૉ. ધૂળકીયા હાડકાના પેશ્યાલીસ્ટ છે. તેમનાથી ઘણું સારું થયું છે. આ વાત પર તમને શ્રદ્ધા થઈ તેનું નામ સહામિ, પછી મનમાં વિચાર આવે કે જે ડૉકટર સારા છે તે હું પણ ત્યાં જાઉં. દર્દથી કંટાળી ગયા છે એટલે ત્યાં જવા માટે પગલું ભર્યું પણ દવાખાનું કયાં છે તે ખબર નથી. તપાસ કરતાં બર્ડ વાંચ્યું કે અહીંયા ધોળકીયા ડૉકટરનું દવાખાનું છે. બોર્ડ વાંચી પ્રતીતિ થઈ તેનું નામ પતિયામિ. બોર્ડ વાંચ્યા પછી થયું કે આ ગલીમાં દવાખાનું છે તે ત્યાં જાઉં ને હું ડૉકટરને મળું અને તેમને અભિપ્રાય લઉં તેનું નામ એમિ. પછી ડોકટર કહે કે તમારે આટલા પાટા બંધાવવા પડશે, કસરત કરવી પડશે તે તમને સારું થશે તેનું નામ ફાસિયામિ. ડૉકટરે કહ્યું કે તમને મણકાની તકલીફ છે એટલે ડનલેપની ગાદીમાં નહિ સૂવાય, પાટે સૂઈ જજે. હેકટરના કહ્યા પ્રમાણે જે ટ્રીટમેન્ટ કરે તે પાલેમિ અને વિશેષ પ્રમાણે પરેજી પાળે તે અશુપાલમિ. દેહના દર્દ મટાડવા છે તે આટલી શ્રદ્ધા, પ્રતીતિ, રૂચી કરવી પડે છે, તે આપણે તે આત્માના વિરોગ મટાડવા છે, તે રોગ મટાડવા માટે આપણા સર્જન ડોકટર જિનેશ્વર ભગવાન છે. તેમણે ભવરોગોને દૂર કરવાની ચાવી બતાવી છે. જન્મ છે ત્યાં શરીર છે. શરીર છે ત્યાં રોગ છે. શરીર છે ત્યાં બધી ઉપાધિ છે. સિદ્ધ ભગવાનને શરીર નથી તે જન્મ, મરણ, રોગ, ઉપાધિ કાંઈ નથી. આ જન્મ, જરા, મરણના રોગને નાબૂદ કરવા માટે કર્મોને દૂર હઠાવે. જે ચાર ઘાતી કર્મો છે તે આત્માના ગુણને નાશ કરે છે. ઘાતી કર્મોને દૂર કરવા માટે જિનેશ્વર ભગવાનના શરણે જઈ તેમની વાણીમાં યથાર્થ શ્રદ્ધા કરી શકાય એટલું આચરણ કરીએ તો રોગ ગયા વિના રહે નહિ. ભગવાન કહે તેમ કરીએ નહિ તે આપણા રોગ જાય કયાંથી? માટે જ મળેલી તકને ઓળખે. આનંદ ગાથા પતિને ભગવાનના વચનમાં શ્રદ્ધા થઈ. તે કહે છે તવને પામી તૃપ્ત બની, વિષથી વિરકત બની, સત્યને પામી સ્વસ્થ બની, દશ્ય જોઈ સાચે દૃષ્ટા બની. આપની પાસેથી તેનું જ્ઞાન પામી હું તૃપ્ત બને છું. વિષયેથી વિરક્ત બન્ય છું. સત્યજ્ઞાનને પામી મારે આત્મા સ્વસ્થ બન્યા અને સાચે દષ્ટા બન્યા છે. હવે આનંદ પિતે શું કરવા માંગે છે તેની રજૂઆત ભગવાન પાસે કરશે તેના ભાવ અવસરે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy