SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ ] [ શારદા શિરેમ ણિ લાંબે ઉપદેશ મારે સાંભળ નથી આપ મને એ બતાવે કે બંધનથી મુક્તિ કેવી રીતે મળે? પછી હું ઘર ભેગો થઈ જાઉં. મારે કેટલાયને મળવા જવું છે. આજે રવિવારને દિવસ હોવા છતાં પુણ્યવાન, ભાગ્યવાન આત્માઓ અહીં આવીને બેઠા છે કંઈક એવા જીવે છે કે ટી.વી. જોવા બેસી ગયા હશે. સમય મળે છે છતાં જાગતા નથી. જૈનકુળ તે ઘણું સારું મળ્યું પણ કિમત સારું નથી એટલે બેકાર બનીને બેસી રહેશે પણું આત્માને નાદ જગાડશે નહિ. જે તકને ઓળખે છે તે તરે છે. આ માનવ જન્મ પામીને એક માતાનાં બે દીકરા હોવા છતાં એક સુખી અને એક દુઃખી કેમ છે? એક શેઠ હોય છે તે એક નેકર હોય છે. એક મીલમાલિક હોય છે તે એક મીલમજૂર હોય છે. એક જ માતાના બે સંતાન હોવા છતાં તેમના પુણ્યમાં તફાવત છે. પૂર્વ જન્મમાં જેણે કંઈક સુકૃત્ય કર્યા છે તેને આ જન્મમાં મળ્યું છે, અને કાંઈ નથી કર્યું તેને નથી મળ્યું. અરે કંઈક છે તો એવા પણ જોવા મળે છે કે કરોડની સંપત્તિ મેળવે પણ કર્મોદયે ગળામાં એ રોગ આવ્યો કે કાંઈ ખાઈ પી શકે નહિ. બધાને ખાતા દેખે ત્યારે અફસોસ થાય. પરાધીનપણે જીવ ઘણું સહન કરે છે. શેઠે સંતને કહ્યું કે બંધનથી મુક્તિ કેવી રીતે મળે? તેનો જવાબ આપો. શેઠ તે પ્રશ્નના જવાબની રાહ જુવે છે ત્યાં તો જુદું જ બની ગયું. જવાબ આપવાને બદલે સંત તે ઢળી પડયા. શેઠ તે ગભરાયા. મેં પ્રશ્ન પૂછે ને મહારાજને આ શું થઈ ગયું? ન બોલે, ન ચાલે, ન હાલે, શેઠ તો ગભરાઈ ગયા અને એ તે ઝટપટ ભાગી ગયા ને ઘર ભેગા થઈ ગયા; શેઠ શા માટે ઊભા ન રહ્યા? ત્યાં ઊભા રહે તે વૈદ કે ઑકટર લાવવા પડે અને ૨૫-૫૦ રૂ. ના ખાડામાં ઉતરવું પડે. આ તે પાક લેભી વાણિયે છે. મહાત્માનું જે થવાનું હશે તે થશે! કદાચ કંઈ બન્યું હોય તે ય એમને કેણ રેનાર છે? શેઠ તો જલ્દી જલ્દી ઘરે પહોંચી ગયા. પિપટ તે ક્યારનો ય રાડુ જોઈને બેઠો હતે. જ્યારે મારા શેઠ આવે ને મારા પ્રશ્નનો ઉત્તર આપે. શેઠ આવ્યા એટલે પિોપટ કહે છે શેઠ સાહેબ! આજે આપ ભાગ્યશાળી બની ગયા. આપને મહાત્માના પવિત્ર દર્શન થયા અને અમૃતવાણી સાંભળવા મળી. આજે આપનું જીવન ધન્ય બની ગયું. મારા પ્રશ્નનો જવાબ લાવ્યા ખરા? અરે પિપટ! તારા પ્રને ગજબ કર્યો. તે કે પ્રશ્ન પૂછયો કે તારે પ્રશ્ન સાંભળીને મહાત્મા બેભાન થઈને ઢળી પડ્યા. હું તે આ જોઈને ગભરાઈ ગયો એટલે પ્રશ્નનો જવાબ લીધા વિના સીધે ઘર તરફ આ. પિોપટના મનમાં થયું કે ભલે સંત બેલ્યા નથી પણ મને જવાબ મળી ગયો. તે હેઠ દ્વારા નહિ પણ આચરણ દ્વારા તેમને જવાબ એ છે કે તારે બંધનમાંથી મુક્તિ જોઈતી હોય તે બેશુદ્ધ બનીને ઢળી પડ. મરી જવાનો ઢોંગ કરી લે. મરેલા પિોપટને કેણ પાંજરામાં રાખે? તું જ્યાં સુધી મીઠું મીઠું બોલતે હઈશ ત્યાં સુધી તને કઈ છેડશે નહિ. આ જવાબ મળતાં પોપટ આનંદથી નાચી ઉઠયે. મહાત્માએ મને કે સરસ રસ્તો બતાવ્યો! બીલકુલ સીધે, સાદા, સરળ ને જોખમ વિનાને. આશ્ચર્ય એ છે કે સંતે શેઠની સાથે જવાબ મેક છતાં શેઠને પણ ખબર ન પડે એ રીતે જવાબ મેક.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy