SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ ] [ શારદા શિરેમણિ ' કાઠિયાવાડમાં એક રજવાડાના ઠાકરને અફીણ ખાવાની ખૂબ ટેવ. સાથે હાકે પણ ગગડાવે. એક વાર ઠાકર ઓટલા પર બેસીને હોકો પી રહ્યા હતા. અફીણને અમલ હજુ ઉતર્યો ન હતો. ત્યાં હેકો પીવા માંડ્યો. તેમાં બાપુને ઝોકું આવી ગયું એટલે ધડાક દઈને ઓટલા પરથી નીચે પડ્યા. અવાજ સાંભળી બધા નોકરે દેડતા આવ્યા. જોયું તો ઠાકર બાપુ નીચે પડેલા જોયા, પણ બાપુ તો અફીણની દુનિયામાં એવા મસ્ત હતા કે પોતે પડી ગયા છતાં પિતાને ખબર નથી. તેમણે નોકરોને પૂછયું –કેગુ પડયું ? આ ધબકે શાને થયે? આપણા કુંવર પડી ગયા કે શું? તમે લેકે કુંવરનું જરા પણું ધ્યાન રાખતા નથી કે કુંવર પડી ગયે? નકર બિચારા શું જવાબ આપે કે બાપુ તમે પડ્યા છે, કુંવર નથી પડયા. ઠાકરને પિતાના શરીરનું હું પણું ભૂલાઈ ગયું છે તે આત્મદષ્ટિથી નહીં પણ અફીણના વ્યસનના કારણે. તેમના આત્મા પર તે અજ્ઞાન છવાયેલું છે. હું એટલે આત્મા. તે ભાન ભૂલી ગયો છે. જ્યાં સુધી નાશવંત શરીરમાં બિરાજી રહેલ અનાશવંત એવા આત્માના દર્શન થયા નથી ત્યાં સુધી મૃત્યુને ભય છે. શરીરમાં હુંપણની દૃષ્ટિ આત્મઘાતક છે. જ્યારે આત્મામાં હું પણાની બુદ્ધિ મહિને ઘાત કરનારી છે. આ બેમાંથી આપણે તેને ઘાત કરવો છે? મોહનો નાશ કરે છે તે જિનેશ્વરની આજ્ઞાને હૈયામાં વસાવવી પડશે. જેને જિનેશ્વરની આજ્ઞા પ્રત્યે બહુમાન જાગ્યું છે એવા આનંદ ગાથાપતિને ભગવાનની વાણી સાંભળતા જે આનંદ આવ્યા તે અવર્ણનીય, અકથનીય હતો. તેમને આ આનંદ ભૌતિક આનંદ ન હતો પણ આધ્યાત્મિક આનંદ હતો. જ્ઞાનીએ બે પ્રકારના ધનવાન કહ્યા છે. એક તો તમે જેને સુખી માને છે, તમારા કહેવા પ્રમાણે જેને ત્યાં વૈભવ, વિલાસ, ગાડી, મોટર, લાડી, વાડી, સંપત્તિ હેય તેને ધનવાન કહે છે. ભાગ્યવાન, પુણ્યવાન કહે છે. આ ભૌતિક સંપત્તિ તો જીવે અકામ નિરા કરી હોય તે પણ મળે છે. આ સંપત્તિમાં જે લપટાઈ ગયા, આસક્ત બન્યા તે નરક નિગોદમાં ફેંકી દેશે. જેની પાસે આ ભૌતિક વૈભવ નથી પણ આત્મિક સંપત્તિ છે તે ગરીબ હોવા છતાં અમીર છે. આજના જમાનામાં આંકડા ખોટા મૂકાય છે. તમે મૂલ્ય કેના આંકે છે ? પૈસાના. જેની પાસે ધન છે તેની કિંમત છે અને ધન નથી તેની કોઈ કિંમત નથી. જૈનદર્શનની દષ્ટિએ ધનની કિંમત નથી પણ ધર્મની કિંમત છે. મમ્મણ શેઠ પાસે કેટલી મિલક્ત હતી ! પણ તેની પાસે આત્મિક સંપત્તિ ન હતી તે મરીને નરકે ગયે. પુણી શ્રાવક કે ગરીબ હતે. તેની પાસે ભૌતિક સંપત્તિ ન હતી. સમાજમાં કદાચ તેના સત્કાર સન્માન નહિ હોય પણ આત્મિક સંપત્તિ હતી તે તે સદ્ગતિ પામ્યા. ભૌતિક સંપત્તિ પ્રત્યેના ભાવ ભવ વધારશે અને આત્મિક સંપત્તિનો આનંદ ભવ ઘટાડશે. જે તમારે ભવ ઘટાડવા છે તે પહેલા આરંભ પરિગ્રહ ઘટાડે. આરંભ પરિગ્રહ ઘટશે એટલે પાપ ઘટશે અને પાપ ઘટશે એટલે ભવ ઘટશે. જાગૃત બનેલા આત્માને હૃદયમાં આ ખેદ થાય છે કે “સુરત જો મવઃ સર્વ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy