SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ] [ શારદા શિરમણિ પંડા આપ્યા. હવે તું જ કહે કે પુણ્ય જીતે કે પુરૂષાર્થ. પુરૂષાર્થવાદીને થયું કે વાત તો સાચી છે. અહીં જ્ઞાની આપણને એ સમજાવે છે કે સંસારમાં પુણ્યના આધારે જીત મળે છે જ્યારે આધ્યાત્મિક જગતમાં પુરૂષાર્થને આધારે વિજય મળે છે. આજે કંઈક વાર પાપી આત્માઓ પૂજાતા લાગે છે, કારણ કે તેમના પક્ષમાં પૂર્વનું પુણ્ય છે. કંઈક વાર ધમી સજજન આત્માઓ સંસારમાં દુઃખી થતાં હોય છે કારણ કે તેમના પક્ષમાં પૂર્વના પુયની ખામી છે. બીજી વાત સાધનાના માર્ગે પ્રયાણ કર્યા પછી પાપી આત્માઓ પણ થોડા સમયમાં પિતાનું શ્રેય સાધી ગયા છે કારણ કે આ માર્ગમાં તેમને પુરૂષાર્થ જોરદાર હતે. દા. ત. અર્જુનમાળી, પરદેશી રાજા. કંઈક વાર ધમી આત્માઓ સાધનાના જીવનને પામ્યા પછી હારી ગયા છે કારણ કે તેમના પુરૂષાર્થમાં ખામી છે. દુનિયામાં સફળતા મેળવવા માટે પુણ્ય જોઈએ છે અને સાધનાના ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે પુરૂષાર્થની જરૂર છે. જ્ઞાની આપણને સમજાવે છે કે આ દુનિયાની તમારી બધી અનુકૂળતાએ પુણ્યને આધીન છે. જ્યાં સુધી પુય સલામત ત્યાં સુધી તમે સલામત. જે દિવસે જે ઘડીએ એ પરવારે તે દિવસે તમે પણ પરવારી ગયા. જ્યાં સુધી પુણ્ય અનુકૂળ ત્યાં સુધી લીલાલ્હેર અને જ્યાં એ પ્રતિકૂળ થયું ત્યાં કાળો કેર. જીવનમાં કઈ પણ સાધના આરાધના કરીને તેમાં સફળતા મેળવવી સહેલી છે કારણ કે તેની ચાવી તમારા પિતાના પુરુષાર્થમાં છે. એટલે પુરૂષાર્થ પ્રચંડ તેટલી સફળતા જલદી. શ્રીમંત, સુખી, ધનાઢય બનવું એ પુણ્યને આધીન છે જ્યારે ગરીબાઈમાં દિલની અમીરી જાળવવી એ પિતાને આધીન છે. માન-સન્માન મળે, સત્કાર મળે એ પુણ્યના કારણે મળે જ્યારે કઈ અપમાન કરે કે તિરસ્કાર કરે એમાં મનની મસ્તી ટકાવી રાખવી એ કામ આપશુ પિતાનું છે. પુણ્ય ચકવતી બનાવે જયાર પુરૂષાર્થ કેવળજ્ઞાની બનાવે, માટે સમજે. આ ઉત્તમ જીવનમાં પરાધીન વસ્તુઓ મેળવવા પાછળ શક્તિઓનો વ્યય ન કરતાં સ્વાધીન એવા આત્મગુણને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરો તે જરૂર એક વાર સફળતા મેળવી શકશો. આનંદ ગાથાપતિએ ભગવાનની વાણી સાંભળી. વાણી સાંભળતા તેમના રોમરોમમાં ઉલાસ આવ્યા. તેમના સાડા ત્રણ કોડ રોમરાય ઊંચા થઈ ગયા. ભગવાન ! આપની શી વાત કરું ! શું આપની તેજસ્વી વાણું છે. આપની વાણના અક્ષર અક્ષરમાં આત્માને આનંદ છે. તેના શબ્દ શદમાં શાંતિના ઝરણા વહે છે. તેના વાક્ય વાક્યમાં વીતરાગતાને વીલપાવર ભર્યો છે અને પપદમાં પરમ પદની પ્રાપ્તિના સોપાન રહેલા છે. ભગવાનની વાણીનું પાન કરતાં તેમનું હૈયું એટલું બધું ઉલસી ગયું છે કે વાત પૂછે મા. માણસના મુખ પર આટલે ઉલ્લાસ હોય એ મુખ કાંઈ છાનું રહે ખરું ! તમારા ઘેર કેઈ મહેમાન આવ્યા. તે જે તમને ગમતા હશે તે ફેઈસ સારે રહેશે અને નહિ ગમતા હોય તે પણ મુખ છાનું નહિ રહે. તમે કદાચ વાતને ગોપવવા જાવ તે પણ મુખને કેમેરે તે જેવું હોય તેવું બતાવી દે. આનંદ કહે છે પ્રભુ ! મારે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy