SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ] [ શારદા શિરોમણિ રૌદ્રધ્યાન થાય ને? જો જૈનદર્શનની શ્રદ્ધા હોય કે આયુષ્ય જ્યારે પૂરું થવાનુ છે ત્યારે થવાનુ છે. અશાતા વેદનીય માંધ્યા છે તે ગમે ત્યારે ઉદયમાં આવવાના છે પણ હજુ શ્રદ્ધાના પાયા કાચા છે. મજબૂત નથી. ધન્ય છે સનતકુમાર ચક્રવર્તિને કે રોગ આવ્યા ત્યારે હાયવેય ન કરી પણ સમાધિ રાખી શકવા માટે મઢે છેડવા જેવા છે. પુણ્ય પરવારે છે ત્યારે... મહારાણા પ્રતાપને વનવગડામાં ફરતા (ર) પેટની ભૂખ તેમને ખૂબ સતાવતી હતી તે સમયે એક ભિક્ષુક પાસે બટકુ રોટલા માંગવાના પ્રસ`ગ આન્યા. ત્યારે મહારાણા પ્રતાપે કહ્યું હું ભિક્ષુક ! તું એકલેા જ રોટલેા કેમ ખાય છે? હું ખૂબ ભૂખ્યા છું. મને થાડુ ખટકુ' તેા દે. ભગવાન તારુ કલ્યાણ કરશે. ઝાડ નીચે બેસીને ભીખ માંગેલા બે રોટલાની પોટલી- છેડીને ખાવાની તૈયારી કરતા ભિક્ષુકને મેવાડના મહારાણા પ્રતાપ આજીજીભર્યાં શબ્દો કડ્ડી રહ્યા હતા. એક હાકે ધરતી ધ્રુજાવતા અને દિલ્હીના બાદશાહની નીંદ હરામ કરી દેતા મહારાણા પ્રતાપની એક દિવસ આ દશા થઈ હતી. આ બતાવે છે કે કોઈ એ મદ કરવા નહિ. પેટની આગ સાથે પ°તેામાં ભમતા પ્રતાપને ધાળે દિવસે આસમાનના તારા દેખાયા હતા. ભિક્ષુકને દયા આવી. ચીથરે વીટાળેલે એક આખા રોટલે પ્રતાપને દેવા તૈયાર થયા. પ્રતાપને ખૂબ આનંદ થયા, પણ અસાસ ! એ રોટલાના ટુકડા રાણા પ્રતાપના ભાગ્યમાં ખાવાનેા ન હતા. ભિક્ષુક અને રાણા પ્રતાપ એ જ ભૂખ્યા ન હતા. વૃક્ષ ઉપર એક ભૂખ્યુ ગીધ આવીને બેઠુ` હતુ`. ભિક્ષુકે જેવા રોટલા પ્રતાપના હાથમાં મૂકયો પૂરઝડપે આવીને તે ગીધ રોટલા ખેંચીને ચાલ્યું ગયું. મહારાણા પ્રતાપની આંખમાંથી આંસુની ધાર છૂટી. એના મુખમાંથી શબ્દો સરી પડચા. પુણ્ય પરવારે છે ત્યારે... મેટા મોટા મહારથીના માન ઉતરતા જોયા, તરત માન ઉતરતા જોયા અરે સ્થાન ઉતરતા જોયા બધાના અભિમાન ઉતરતા જોયા. મેટામેટા મહારથીઓના માન ઉતરતા જોયા, માનની સાથે સ્થાન પશુ ઉતરી ગયા. નેપેાલિયને કેટલા દેશાને જીત્યા અને તે મેટા વિજેતા મની ગયા. અબજોની સપત્તિ મેળવી પણુ આખર સેંટ હેલીનાના ટાપુમાં રખાઈ રખાઈ ને મરવું પડયું હતું અને દુર્ગાંતિમાં ગયા હશે ત્યાં પણ રૌ રૌ વેદના ભાગવવી પડશે. કયાં રહ્યા તેમના મઢ ! કોઈના મઢે ટકથા નથી ને ટકવાના નથી માટે મદ્ય કરવા જેવા નથી. મદ–માન કષાય જીવને કેટલી સતાવે છે ! એક વાર સાસુજી ઉપાશ્રયેથી સામાયિક કરીને ઘેર જતા હતા. પહેલાના જૂના જમાનામાં માણસે ભેંસેા રાખતા હતા. દૂધ વધે તે। દહીં જમાવી તેની છાશ બનાવી ગરીમાને મફત છાશ આપતા હતા. રસ્તામાં એક બહેન છાશની દોણી લઈ ને પાછી વળી. સાસુજીએ પૂછ્યુ...કેમ બેન ? છાશની દોણી લઈને પાછા આવ્યા ? પેલી એને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy