SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [ ૩૦૯ જમવા જાઉં છું. હવે આ રવિવારે તેઓ બધા આપણે ત્યાં જમવા આવવાનાં છે. આ બધું કામ તારા હાથમાં સોંપું છું. પત્ની કહે આપ ગભરાશે નહિ. હું બધું કરીશ. શેઠ વિચારે છે કે આજે શેઠાણું ખૂબ ખુશમાં છે. આનંદથી હસતા (૨) કહે છે કે આપ ચિંતા ન કરશે, હું બધું બનાવી દઈશ. શેઠ કહે–આટઆટલી વસ્તુઓ બનાવજે. ભલે, તેમાં કાંઈ વાં નહિ આવે. આપ કહો તેટલું બધું કરીશ. પણ તમે પહેલા એ કહે કે આપ કેટલા હુકમ છેડશો? તમે કહો તેટલા પાળીશ પણ કહ્યા ઉપરાંત એક હુકમ પણ જે વધારે થશે તો પછી મારે પિત્તો જશે. શેઠ વિચાર કરે છે કે હું કેટલા ઓર્ડર છેડીશ. ૨૫ કે ૫૦. શેઠાણી કહે તમારે જેટલા કહેવા હોય એટલા કહે, પછી તેમાં ફેરફાર કાંઈ નહિ થાય. કુલ કહે કેટલા? ભલે, હું ૧૦૧ હુકમ છેડીશ. આથી એક પણ વધારે ન થવું જોઈએ. ભલે. હુકમથી હર્ષના સ્થાને હમદર્દી : રવિવારના દિવસે બધા મિત્રો જમવા આવવાના તેથી શેઠને હર્ષ સમાતો નથી. શેઠને એવી ખબર નથી, કે હું જે કંઈ કહેવા જઈશ તે મારા હુકમ ગણાતા જશે. શેઠ તે હરખમાં ને હરખમાં આટલા ફરસાણું, શાક, મિઠાઈ, આ બધું બનાવજે. એમ સહજ ભાવે કહ્યા કરે છે. આ બાજુ શેઠાણી ઓર્ડર ગયા કરે છે. એમ કરતાં મિત્રો જમવા આવ્યા. સાબુ, પાણી, રૂમાલ આપે. પાટલા ઢાળે. બધું પીરસવા માંડે. આ લાવે, આ લા. હર્ષમાં ને હર્ષમાં શેઠ તે કહ્યા કરે છે. મિત્રો વિચારે છે કે શેઠાણું તે કામકાજમાં ઘણાં બાહોશ અને હોંશિયાર છે. શેઠની જીભ ફરે છે અને શેઠાણીના પગ ફરે છે. શેઠ આટલા સમય સુધી આપણને જમવાનું આમંત્રણ કેમ આપતા નહિ હોય ? તે નવાઈ લાગે છે. શેઠ હરખભેર બધામિત્રો સાથે મિજબાની ઉડાવે છે. બધા શાંતિથી જમી રહ્યા. જમીને ઊભા થયા. શેઠ અરે ! શેઠાણી ! મુખવાસ આપને ! આ જ્યાં કહ્યું ત્યાં શેઠના ૧૦૧ હકમ પૂરા થઈ ગયા. શેઠને કઈ આશંકા નહોતી આવી કે આ શેઠાણી મારા હુકમ ગણે છે. શેઠાણી તે વાઘણું વીફરે એમ બરાબર વિફર્યા. શું હું તમારી નેકરડી છું ? પગની જુની છું? હું કાંઈ નવરી નથી કે તમે બોલ્યા કરે ને હું કામ કર્યા કરું. શેઠના મિત્રો તે આ બધું જોઈને છક થઈ ગયા. શેઠના પ્રત્યે હમદરી થઈ ગઈ. અરરર...આવા છે શેઠાણું! બધા મિત્રો ત્યાંથી ઊઠીને ચાલતા થઈ ગયા. શેઠાણી ! શેઠ કહે અરે કેટલું સરસ કર્યું ! બધા ભાઈઓને પ્રેમથી જમાડયા, અને ડીવારમાં એક નજીવી બાબતમાં તમે આવું કર્યું? કરી કરીને કર્યું ને થોડી વારમાં તેના પર પાણી ફેરવી દીધું. મારી તે આબરૂ ગઈ. સાંભળ્યું ને વંઠેલી બૈરી કેવી હોય ? પુરય પણ એનાં જેવું છે. તેને જરાય વિશ્વાસ કરાય ? ના. આપણે વાત ચાલતી હતી સંવેગની. સંસારના દરેક કાર્યોમાં સંવેગ છે. તમારું પુણ્ય હશે ત્યાં સુધી તમારા કાર્યોમાં સફળતા મળશે પણ એ પુણ્યના વિશ્વાસે કદી રહેશો નહિ. સંવેગ એટલે આત્મા તરફને વેગ, મેક્ષ તરફને વેગ. માત્ર મોક્ષની અભિલાષા. મોક્ષની તીવ્ર રૂચી જાગે તેનું નામ સંવેગ. સંસાર તરફથી વેગ બદલીને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy