SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ] [ શારદા શિશમણિ તું ન કરીશ. ભલે, પણ એ છેક આવશે ક્યાંથી? મારે એમને ઓળખવા કેવી રીતે ? સાંભળે. આપણા નગરની પૂર્વ દિશાએ જે દરવાજે છે તે દરવાજે સાતમે દિવસે પરોઢિયે ચાર વાગે તારા બે ચાર માણસને મેકલજે. તે દરવાજામાં પહેલા બે બહેને દાખલ થશે અને એમની પાછળ એક છોકરો આવતે હશે. એ તમારે જમાઈ થશે. આપ એટલું ધ્યાન રાખજે કે તમારા માણસો તે બે સ્ત્રીઓને દેખાય નહિ એ રીતે સંતાઈને ઊભા રહે. શેઠ કહે એ છોકરે કયા ગામનો છે? કયા કુળને છે? બધા મને પૂછે તે હું શું કહીશ? દેવ કહે, આપને એ બધી વાત જાણવાની જરૂર નથી. હવે દેવના કહેવાથી શેઠ કેવી કેવી તૈયારીઓ કરશે તે ભાવ અવસરે. શ્રાવણ વદ ૬ ને મંગળવાર વ્યાખ્યાન ન. ૩૫ તા ૬-૮-૮૫ ત્રિલેકીનાથ શાસનપતિ ચરમ તીર્થંકર શ્રમણુભગવાન મહાવીર સ્વામી ફરમાવે છે કે અનાદિકાળથી રાગ-દ્વેષને વશ થયેલા અનંતાનંત આત્માઓ આ સંસારમાં અવિરતપણે પરિભ્રમણ કરી રહ્યા છે. તે કર્મોના અને કુસંસ્કારના કાતિલ બંધનો આત્માને એવા લાગ્યા છે કે પહેલા તે તે બંધન તરીકે દેખાતા નથી. કયારેક એ બંધન દેખાય તે તેનાથી છૂટવાના સચોટ ઉપાયો તેને મળતા નથી. તેના કારણે જીવ ચારે બાજુ ઇન્દ્રિયના વિષયસુખની ભીખ માંગતે ભટક્યા કરે છે. જ્ઞાનીની દષ્ટિએ જીવ જેટલી બહારમાં દેટ વધુ કરે તેટલું તેનું ભિખારીપણું વધારે અને આમા તરફની દોટ વધુ તેટલું આત્માનું શ્રીમંત પણું વધારે. જ્યાં સુધી આત્મા શ્રીમંત નથી બન્યો પણ અંદરથી ગરીબ છે તેટલું તેને બહારના વિષયો મેળવવાનું મન વધારે થાય. વીતરાગી સંતો પાસે દુનિયાની કેઈ સુખની સામગ્રી નથી છતાં તેઓ વધુ સુખી છે કારણ કે તેઓ સદા આત્મ ગુણેમાં મસ્ત હોય છે. બહારના સાધનોની ભૂખ એ આત્માની નિર્ધનતા છે, વાસનાની કારમી ગુલામી છે. આ વાસનાના બંધનમાંથી આત્માને શાશ્વત કાળ માટે મુકત કરાવનાર જૈનશાસન આપણને મહાન પુણ્યદયે મળ્યું છે. આ શાસન મળ્યાની સફળતા ત્યારે કહેવાય કે આ બંધનમાંથી મુક્ત થવાના આપણે પ્રયત્ન કરીએ. જગતના દરેક જીવને બંધન છે. ચાર પગવાળા પશુઓને બંધન દેખાય છે. જ્યારે મનુષ્યનું બંધન અદશ્ય છે. આત્માને બંધન બંધન રૂપે દેખાય છે તેમાંથી છૂટવાનું મન થાય. દુનિયામાં ચારે બાજુ દષ્ટિ કરીશું તે દરેક છ બંધનમાં પડેલા દેખાશે. હાથીને સાંકળનું બંધન છે, સાપને કરંડિયાનું બંધન છે, વાઘને પાંજરાનું બંધન છે, ઝવેરાતને તિજોરીનું બંધન છે, નદીને કિનારાનું બંધન છે, નાના ગામડામાં ઢોરે ખેતરમાં ચરવા જાય, ચરીને સાંજે માલિકના ઘેર આવે. માલિક જે અંદર હોય તે બહાર ઊભા ઊભા ભાંભરે એટલે તેના માલિકને ખબર પડી જાય કે ચરવા ગયેલા પશુ આવી ગયા છે. પછી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy