SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ] [ શારદા શિરોમણિ આપ જીવના સંખ’ધથી મુક્ત ખની જાય છે. અર્થાત્ પાછા વળી જાય છે. જે જીવા પુણ્યાનુબંધી પુણ્યના સહારાથી આત્મ કલ્યાણના માર્ગમાં આગળ વધવાનું લક્ષ રાખે છે તે જીવાને આત્મશ્રેયના માર્ગોમાં આડખીલ કરનારા દુ:ખદાયી પ્રસંગે આવી જાય તા પણ તે પેાતાની ધીરજને છેડતા નથી અને આ ધ્યાની કે રૌદ્રધ્યાની ન બની જવાય તેની સાવચેતી રાખે છે. શુભ અધ્યવસાય દ્વારા વિષમ પ્રસંગને સમરૂપે પરિણમાવે છે. દુ:ખમાંથી પણ સુખ શોધી કાઢે છે. આવેલાં કષ્ટોને પેાતાના પૂર્વ કૃત કર્માંનું કારણ સમજી આકુળ વ્યાકુળ થયા વિના શાંત ચિત્તે અને સમભાવે તે દુઃખાને ભેગવે છે. આ રીતે જે પ્રતિકૂળતા આવે તેમાં આત્મા પેાતાની સાવધાની રાખે છે. પિરણામે તે પાપથી મુક્ત બની જાય છે. પાપાયના કારણે આત્મસાધનામાં કઈ વિધ્રો આવે તે પુણ્યાનુ બંધી પુણ્યેય તે વિનોને હટાવવામાં મદદરૂપ બને છે, જ્યારે જીવના સ્વગુણે સંપૂર્ણ પ્રગટ થાય ત્યારે તે પાતે ત્યાંથી વિદાય લે છે. આ રીતે છેવટે પુણ્ય પાપના સંયેાગથી જીવ સદાને માટે મુક્ત બની પરમ અને શાશ્વત શાંતિના ભેાક્તા બને છે, પુણ્યેાદયે અનુકૂળ સંચેાગેા મળે અને પાપના ઉદયે પ્રતિકૂળ સંચાગેા મળે. આ સંયેાગે! જીવને સંસારના વિકટ દુઃખાથી પરેશાન કરનારાનથી પશુ અનુકૂળતા કે પ્રતિકૂળતામાં થતી રાગ દ્વેષની વૃત્તિ જીવને સંસાર ચક્રમાં રખડાવી દુઃખ આપનારી અને છે. રાગ દ્વેષથી સંસાર છે. સંસારથી જન્મ મરણુ છે અને જન્મ મરણથી દુઃખ છે માટે દુઃખનું મૂળ કારણુ રાગ-દ્વેષ હેાવાથી રાગ-દ્વેષને દૂર કરવાના પ્રયત્ન કરવા જોઈ એ. આચાર`ગ સૂત્રમાં કહ્યુ कम्मं च पडिलेहाए, कम्ममूलं च जं छणं पडिलेहिय स સમાચાય 'િ અંતેદ્દેિ અતિક્ષમાળે સંમ્નિાય મેહાવી।। અ. ૩. ઉ. ૧. બુદ્ધિમાન સાધક કર્મીના સ્વરૂપને જાણીને કંથી દૂર થવાના ઉપાયાને ગ્રહણ કરીને રાગ અને દ્વેષના મૂળમાંથી ત્યાગ કરે. બુદ્ધિમાન સાધક રાગ અને દ્વેષને અહિતકર જાણે છે. આ સૂત્રમાં રાગ-દ્વેષને દૂર કરવાનો ઉપદેશ આપ્યા છે. સ'સારી માણુસના જીવનની કદાચ એવી એક પણ પળ નહિ હોય કે જે રાગના રંગે કે દ્વેષના ધુમાડે ખરડાઇ ન હોય. ખેર, એટલું જ હાય તા હજુ એને સામાન્ય ગણી શકાય પણ એ રાગ-દ્વેષના જે પળેપળના ત્રાસ છે, એમની જે સતામણી છે એ માનવી જોઈ શકતા નથી. જયાં કયાંક રાગ થયા ત્યાં સતામણી ચાલુ થઈ ગઈ. પછી એ રાગ કોઈ પદાર્થના હોય કે ઈન્દ્રિયાના વિયે। પ્રત્યેના હાય. ગમે તે હેાય. એ સાધન ન મળે ત્યાં સુધી પગમાં જોર ન આવે. મગજ ગૂમ થઈ જાય. મન બેચેન થઈ જાય. અહી એક વાત યાદ આવે છે. પિતાની ચિંતા દૂર કરવા દીકરીના સાથ : એક વખત શેઠ દુકાનેથી ઘેર આવ્યા ત્યારે ખૂબ જ ઉદાસ જોઈને મા-દીકરીને થયુ' આજે શેઠ કેમ ઉદાસ છે ? છેવટે દીકરી પૂછે છે પિતાજી! શુ છે? પણ કહેતા નથી અને આંખમાં આંસુ આવી ગયા. ત્યારે દીકરી વિચાર કરે છે કે મારા પિતાશ્રી કારે પશુ રડયા નથી.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy