SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૨] [ શારદા શિશમણિ ત્યાગ . ગમે તેવી વસ્તુ બનાવીને આપે છતાં શેઠ એક અક્ષર ન બોલે. આ રીતે બે મહિના નભાવ્યું. એક દિવસે તેણે કહી દીધું કે હું તમારા આ વેંતરા કરવા માંગતી નથી. મારાથી આ બની શકતું નથી. શેઠ કહે, ભલે, તેઓ અડધે શેર દૂધ મંગાવીને પી લેતા. ભાભીને થયું કે હજુ આ બળતરા તે ખસી નહિ. ભાઈને ખબર પડી કે મારા ભાઈ માટે મારી પત્ની આમ બોલી એટલે કહે છે કે તારે મારા ભાઈના શું વૈતરા કરવા પડે છે! તે આપણી રઈ ભેગી રાઈ જમી લે છે, એમાં તને શું વૈતરા લાગ્યા! તે આપણને લાખોની સંપત્તિ આપે છે. તે આપણે ત્યાં જમે છે ત્યારથી આખા ઘરના રસોડાને ખર્ચ તેઓ આપે છે. ત્યારે તેમની પત્નીએ કહ્યું કે મારે આ વૈતરા કરવા નથી ને પૈસા જોઈતા નથી. એક દિવસ તે તેણે શેઠને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. આપ હવે આપની જમવાની વ્યવસ્થા બીજે કરી લેજે. મારાથી કાંઈ બનતું નથી. શેઠે બીજે દિવસે બહેનને બોલાવી. આ બહેન વિધવા હતી. એટલે શેઠના મનમાં થયું કે તે રસોઈ કરીને મને જમાડશે ને અહીં રહેશે. થોડા દિવસ થયા એટલે તેને પણું એમ થયું કે આ ભાઈની વેઠ ક્યાં સુધી કરતા રહેવાનું ? આમ વિચારી તેણે ભાઈને કહ્યું, ભાઈ ! આપને એક વાત કરું. જે આપ મારી સલાહ માનતા હો તે ફરી વાર લગ્ન કરી લો. બેન ! લગ્ન કરવાથી અનંતે સંસાર વધે છે. મારે હવે લગ્ન કરવાની શી જરૂર? ભાઈ! ભાભી આવશે તો આપના સુખ દુઃખના સાથીદાર બનશે. તમે બિમાર હશો તે તમારી સેવા કરશે. તમારી ખાવાપીવાની સગવડ સાચવશે અને માલ-મિલક્તનો વારસદાર પણ મળશે. હું બે પાંચ વર્ષ રહું પણ જિંદગી ત ન રહી શકે. બધાના ઠેબા ખાવા કરતાં લગ્ન કરવા સારા. બેનના ખૂબ કહેવાથી શેઠે લગ્ન કરવાનો વિચાર કર્યો. લક્ષમી ખૂબ છે. તે સમયે મોટા ઉદ્યોગપતિની દીકરીના લગ્ન માટેની છાપામાં જાહેરાત આવી. શેઠે તેમને વાત કરી અને તેમાં સફળ થયા. નવા શેઠાણીના રાગમાં ફસાતા શેઠ: આવનારી છોકરી ખૂબ ઠાઠમાઠવાળી, ચટકમટક ફરનારી, રૂ૫ રમણી હતી. પફ પાવડર આદિથી શરીરનું સૌંદર્ય વધારવા પ્રયત્ન કરતી હતી. તે પિતાના નાટકીય પ્રેમથી પતિને દબાવવા પ્રયત્ન કરતી હતી. પિતાનો પતિ ધર્મ ધ્યાન કરે તે તેને ગમતું નહિ. તે કહે, તમે ધર્મના ઢગલા થઈને ફરે છે, મારા સામું તે જુઓ, આપ મને મજશોખમાં, નાટક સિનેમા જોવામાં, હરવા ફરવામાં, શેડો સાથ તે આપ. પતિને ધર્મથી વિમુખ કરવા માટે તેણે માયાજાળ ફેલાવવા માંડી. છેવટે શેઠ તેની માયાજાળમાં ફસાઈ ગયા. નવા શેઠાણી કહે તેમ કરવા તૈયાર થયા. પરિણામે શેઠ મોહમાં એવા ફસાઈ ગયા કે સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓથી દૂર થતા ગયા. ધર્મ હવે તેમનાથી દૂર ભાગી ગયો. શેઠ ભોગના કીડા બની ગયા. શેઠાણી શું બોલ્યા ને શું બોલશે? શેઠાણું કહે નાથ ! આપ વિના હું ક્ષણ પણ એકલી રહી શકું તેમ નથી. શેઠ દુકાનમાં બેઠા હેય, તે પણ એમનું મુખ જોઈ શકાય એ માટે ઘર અને દુકાનની વચ્ચે એક જાળિયું મૂકાવ્યું. લાલાજીને થયું
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy