SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪] ( શારદા શિરમણિ કફનીને બદલે કફન બોલી ગયો. તેના બોલવામાં ગલતી થઈ ગઈ છે. આ તો બિરબલ બુદ્ધિશાળી હતો તે વાત શાંત પાડી અને મૃત્યુદંડની શિક્ષામાંથી બચાવ્યું. જે તેણે આ રીતે કહ્યું ન હોત તો વેપારી મરી જાત ને ! આનું નામે બુદ્ધિને સદુપયેગ. વેપારીએ વચનને દુરૂપયોગ કર્યો અને બિરબલે તેની ભાષાને સુધારીને સદુપયોગ કર્યો. વચનને સદુપયોગ સ્વર્ગને આસ્વાદ ચખાડે છે અને વચનને દુરુપયોગ નરકની દુર્ગધથી ગૂંગળાવે છે. આ જીભથી સંસારમાં શાંતિ ફેલાય છે અને લેહીની નદીઓ પણ વહે છે. એક શબ્દ સારે બોલશો તે બધાને આનંદ થશે અને ખરાબ બોલશે તે દુઃખ થશે. આપે સાંભળ્યું ને વેપારી ખરાબ શબ્દ બેલ્યો તે પરિણામ શું આવ્યું? અને બિરબલ સારી ભાષા બોલ્યા તે વેપારી મૃત્યુની શિક્ષામાંથી બચી ગયો. એક શબ્દ બોલે તે જનતામાં હાસ્ય પ્રગટે અને એક શબ્દથી આંસુ પડે. એક શબ્દથી પ્રેરણ મળશે તે એક શબ્દથી પતન થશે. સુવાણી દ્વારા માણસનું ઉર્ધ્વગમન થાય છે અને કુવાણી દ્વારા અધઃપતન થાય છે. - જિતશત્રુ રાજા ઉત્કૃષ્ટ ભાવે પ્રભુને વંદન કરીને અંતરના ઉલ્લાસથી, મીઠી મધુર ભાષાથી પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે. આપણે એ વાત ચાલતી હતી કે ભગવાનને કે સંતાને વંદન કરવાથી પાંચ લાભ થાય છે. (૧) નીચા નેચં વૈ આત્મ સમયે સમયે સાત કમેને બંધ કરે છે. આયુષ્યને બંધ કરે તો આઠ કર્મોને, નહિતર સાત કમેન કરે. કોઈ વાર કષાયના આવેશમાં આવી દુર્ગતિમાં જવાના દલિકો એકઠા કર્યા હોય તે વંદન કરવાથી ક્ષય થઈ જાય. પ્રભુએ ચારે ગતિને દુર્ગતિ કરી છે. તેમાં નારકી, તિર્યંચ તે દુર્ગતિ છે પણ મનુષ્ય અને દેવ ગતિને દુર્ગતિ કહેવાનું કારણ એ કે મનુષ્યમાં જ્યારે અનાર્યક્ષેત્રમાં, મ્લેચ્છમાં જન્મ થાય અગર કસાઈના ઘેર જન્મ થાય કે જ્યાં પાપ....પાપ ને પાપની પ્રવૃત્તિ છે માટે એ દુર્ગતિ અને દેવેમાં કિલિવષી દેવેમાં જન્મ થાય અગર પરમાધામી દેવ બને તો તે દેવગતિ દુર્ગતિ છે. આ ચારે દુર્ગતિમાં જવાના દલિકો એકઠા કર્યા હોય એટલે કે દુર્ગતિરૂપ નીચગોત્રના જે કર્મો બાંધ્યાં હોય તેને ખપાવે છે. (૨) દવાનેરું મi વિશ્વરૂ બીજે લાભ એ થાય કે તે ઉચ્ચગોત્રનો બંધ કરે એટલે કે મનુષ્યપણમાં મૃતનું શ્રવણ સહેલાઈથી પ્રાપ્ત થાય ત્યાં જન્મ થાય. દેવમાં દેવ બને કે જિનેશ્વર ભગવંતે અને એમની વાણીનું શ્રવણ સહેલાઈથી પ્રાપ્ત થાય. (૩) દvi જ સૌભાગ્ય કર્મની પ્રાપ્તિ થાય. અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય, તેનું સૌભાગ્ય દીપતું રહે. તે જ્યાં જાય ત્યાં માન, સન્માન મળે. પાંચ ઇન્દ્રિયના સુખની પ્રાપ્તિ થાય. સુખ મળે એટલું નહિ પણ ભેગાંતરાય અને ઉપભેગાંતરાય કર્મના ઉદયથી ન ભેગવી શકે તેવું ન બને. ભગવી પણ શકે. (૪) આના નિવૃત્ત આશાના ફળની પ્રાપ્તિ થાય. અર્થાત તેની આજ્ઞાને કેઈ ઉથાપે નહીં. સાચી આજ્ઞા કરે કે ખેતી કરે પણ તેનું વચન તહત્તી થાય. અર્થાત્ એમને આદેય-નામકર્મને ઉદય થાય એટલે એમનું વચન આદરણીય બને. એ માણસની
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy