SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શરત ચ »વે અન . . . :: શારદા શિમણિ ] [ ૨૪૧ તે નરક ગતિમાં ભયંકર વેદના, ત્યાં અસંખ્ય વાર મૃત્યુ જેવી દશા થાય ! જે એવા દુખે ભેગવવા જવું ન હોય તે રોહિત મત્સ્યની જેમ આસક્તિના કાંટાથી દૂર રહીને એનાથી વધાઓ નહીં, એટલે કે વિષમાં આસક્ત ન બને પણું અનાસક્ત બને, તો નરકાદિ ગતિના દુઃખ વેઠવા ન પડે. માટે તે આત્મા ! ભવનમાં વસવા છતાં સામાન્ય મર્યા જે ન બનતાં રોહિત મત્સ્ય જે બનજે. જ્ઞાની ભગવંત કહે છે કે પરિગ્રહમાં આસક્ત બનેલે જીવ પૈસા વધારવા માટે કેટલાય પાપ કરે છે. માનવીની જીવનચર્યામાં આજે આડંબર કેટલા વધી ગયા છે ! જેટલા આડંબર વધ્યા એ વસાવવા માટે પૈસા વધુ મેળવવા પડે અને પાપ વધુ કરવા પડે. એકલેકમાં કહ્યું છે કે न परावर्तते राशेषतां जानु नोऽशति । परिग्रहग्रहः कोऽयं विडम्बित: जगत्रयः ॥ જે રાશિથી પાછા ફરતે નથી અને વક્રતાને ત્યાગ કરતા નથી, જેણે ત્રણે જગતને વિટંબણા કરી છે એ આ પરિગ્રહ રૂપી કયો ગ્રહ છે? સર્વ પ્રહ કરતાં પરિગ્રહ રૂપી ગ્રહ બળવાન છે. ચારે બાજુથી ગ્રહણ કરવાની બુદ્ધિ તે પરિગ્રહ કહેવાય છે. પરિગ્રહ રૂપી ગ્રહ ત્ર૭ જગતના લેકની વિટંબનાનું કારણ છે. પરિગ્રહને દત અનુરાગ ત્રણે જગતના પ્રાણીઓને પરમ કલેશનું કારણ બને છે. આ સંસારમાં જે કંચન, કામિની, કાયા, કુટુંબ આ ચાર કક્કાની સાથે રાત ને દિવસ રમત રમ્યા કરે છે. જ્ઞાનીની દષ્ટિએ તે એ સાવ બિચારો છે. સાવ મૂર્ખ છે. અરે! નાદાન બાળક જેવું છે. આ ચાર કક્કાની રમતે સર્વ જીવોને સંસાર સળગાવી દીધું છે. એણે આત્માના અનંત સુખને લૂંટી લીધું છે. ચાર કક્કા ઉપરના રાગ અને હે જીવના અનંત ગુણેને દબાવી દીધા છે. આ ચારેય કક્કા ભારે ખતરનાક છે. તમારામાં જે બળ, બુદ્ધિ, સુંદર તન, ધન હોય, શારીરિક શક્તિ હોય તે મારી તમને સલાહ છે કે આ ચાર કક્કાના રાગ-દ્વેષને ખતમ કરી દેવા માટે જ એ બધી સામગ્રીને કામે લગાડજે. મોટા મેટા રૂસ્તમને આ કક્કાએ રમાડીને રણમાં રગદોળી નાંખ્યા છે. આ કકકાની રમતથી સાવધાન રહેવા જેવું છે. એમાં પણું કંચન ફક્કાને (પરિગ્રહ) મેળવવા જીવ કેવી કરતા કરે છે, કેવા પાપ કરે છે તે તમને સમજાવું. એક વાર પેપરમાં વાંચ્યું કે હેકટર વિશેષ અભ્યાસ માટે પરદેશ જવાના છે. માટે ચાર દિવસમાં જેને આવવું હોય તે આવી જાય. પરદેશ જઈને આવ્યા પછી પણ જાહેરાત આવી કે ફેકટર પરદેશ જઈને વધુ ભણીને આવી ગયા છે. આજે તમને બધાને વધારે શું ગમે છે? રહેવું છે હિન્દુસ્તાનમાં અને વસ્તુઓ ગમે છે પરદેશની. અરે દીકરી માટે મુરતીયે પણ ફેરેન રીટર્ન મળી જાય તે કુલાકુલા થઈને ફરે. મને તે લાગે છે કે તમારું પુદ્ગલ પણ ફેરેનનું થઈ જતું હોય તે તૈયાર (હસાહસ).
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy