SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮] [ શારદા શિરેમણિ નાનો ભાઈ રડી પડ્યો, આંખ કરતાં આંસુ મોટા. આ આંસુ આંસુ નથી પણ કષાયની કાલીમાને અને પાપને છેવા | નાનાભાઈની પત્ની પણ જેઠાણીના ચરણમાં પડી ગઈ. ભાભી ! આપ તો મારી માતાના સ્થાને છે. મેં આપને દુઃખી કરવામાં બાકી નથી રાખ્યું, હવે મને ક્ષમા આપે. અને ગમે તેમ કરીને હવે આ ઘરમાંથી ઝઘડાને વિદાય કરી દે. આપણે બંને હવે બેને છીએ. મને આપને પ્રેમ જોઈએ છે. આપ બંને અમને માફી આપે. અમારી ભૂલને ભૂલી જજો. આ પશ્ચાતાપ અંતરને હતે. મોટાભાઈ અને ભાભી તે જોઈ જ રહ્યા. તેઓ આભા બની ગયા. તેમની કલ્પનામાં ન આવે એવું દશ્ય ખડું થયું હતું. મોટાભાઈ એ નાનાભાઈને અને જેઠાણીએ દેરાણીને બાથમાં લઈ લીધા. તે બંને રડવા લાગ્યા. ભાઈ! ભૂલ તારી નથી પણ મારી છે. પિતાજીના વચનને મેં ભયંકર વિશ્વાસઘાત કર્યો છે. પિતાજીએ એ ઘર તને આપવાનું કહ્યું હતું, પણ સંપત્તિના નશામાં મેં તારી પાસે એ ઘરનું ભાડું માંગ્યું. મારે તને પિતાને પ્રેમ આપ જોઈએ એના બદલે તિરસ્કાર કર્યો. ભાઈ ! હું તને શું માફ કરું ! તું મને માફ કર. હવે આજથી એ ઘર તારું છે અને તેને સપી દઉં છું. તેમજ તે મારા પર કેસ કર્યો અને તેમાં જેટલું દેવું થયું હોય એ બધું હું ચૂકવી દઈશ. બીજે કયાંય પૈસા લેવા જઈશ નહિ. જેઠાણું કહે, દીકરી! હવે રડીશ નહિ. તારા કરતાં મેં ભૂલે વધારે કરી છે. ખેર. જે થયું તે થયું. હવે બધું ભૂલી જઈને ઘરમાં સંપમય વાતાવરણ કરવું છે. હવે હું તને જુદી નહિ પડવા દઉં. સાંભળ્યું ને જિનવાણીને પ્રભાવ છે અને કેટલો પડયો! જે ઝઘડો વડીલે, મિત્રો કે સંપત્તિથી ન મટે તે જિનવાણીના શ્રવણથી પતી ગયો. તે નિવેડે એ આ કે દુશ્મનાવટને ખતમ કરી નાંખે અને મૈત્રીને છલછલ ભરી દે. જિનવાણના શ્રવણથી બંને ભાઈઓની છત મજબૂત થઈ ગઈ. જે જીવનને પાપમુક્ત બનાવવું છે તો ગમે તેવા પ્રયત્નો દ્વારા પણ છતને મજબૂત બનાવી દો. એને મજબૂત બનાવ્યા વિના છૂટકે નથી. આ રીતે કોઈ કસોટી કે કષ્ટ આવે પણ સહનશીલતાની છત મજબૂત હશે તો એ દુઃખદ પ્રસંગોમાં પણ અડીખમ ઉભા રહેશે, અને છત કાચી હશે તે મામૂલી દુઃખમાં પણ તે હેરાન પરેશાન થઈ જવાના. મજબૂત છતવાળા કયારેય પણું હાર્યા નથી–અને કાચી છતવાળા કયારે ય જીત્યા નથી. જિનવાણીને પ્રભાવ અલૌકિક છે. જ્યાં વૈરની આગ સળગી રહી હતી ત્યાં વાત્સલ્યનાં વહેણ વહાવ્યાં. મૈત્રી ભાવનાના સૂર રેલાવ્યા. સ્નેહની સરિતા વહાવી. આપણે પણ જિનવાણી સાંભળી, વાંચી, મનન કરી જીવનમાં ઉતારીએ ને આત્માને પવિત્ર બનાવીએ. વિશેષ અવસરે. ચરિત્ર : રાજાને આખા ગામમાં પુરંદર શેઠ પર વિશ્વાસ હોવાથી ખેતીને હાર વ્યવસ્થિત કરવા માટે નેકરને શેઠને લેવા માટે મોકલ્યા. શેઠ તે બિચારા ગભરાય છે. પ્રભુને પ્રાર્થના કરીને રાજાના નેકરની સાથે ધ્રુજતા પગે આવી, શેઠે રાજા પાસે ભેટ ધર્યું. રાજાનું હસતું મુખ જોઈને શેઠ સમજી ગયા કે મારે ગુને નથી લાગતું. રાજાએ કહ્યું,
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy