SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪] || શારદા શિરેમણિ સમજ્યા તે પિતાની પકડ છેડી દીધી. જે અભિમાની હોય છે તે પકડેલું મૂકતા નથી. પણ સરળ અને ભદ્રિક હોય તે પકડને છોડી દે છે. પકડ કયાં રાખે? ગમે તેવા પ્રસંગે આવે, કષ્ટો આવે, તે પણ મારા દેવ અરિહંત, ગુરૂ નિગ્રંથ અને કેવળી પ્રરૂપિત ધર્મ એને તે નહિ છોડું. મારું સર્વસ્વ જાય તે ભલે જાય, કાયા કુરબાન કરવી પડે તે ભલે, પણ મારી શ્રદ્ધાથી તે નહિ બદલાઉં. શ્રદ્ધા મજબૂત અને આચરણું પણ મજબૂત કરે તો બેડે પાર. આ અવસર ફરી ફરીને નહિ મળે. કેશીસ્વામી પિતે ત્રણ જ્ઞાનના ધણુ હતા. પંડિત હતા, છતાં પિતાનું અભિમાન છેડીને ભગવાન મહાવીરના શાસનમાં ભળી ગયા. અજાણિયા પરિષદને સમજાવનાર મળે તે સમજી જાય. તેને સ્વીકાર કરી લે. જે જાણિયા છે તે તરવાના. અજાણિયા પણ પિતાની પકડ છેડી દઈને સાચું સ્વીકારે તો તે પણ તરી જશે, પણ દુવિયડૂઢાનું કલ્યાણ થવું મુશ્કેલ છે. (૩) દરિવયઢા ! ( દુવિધા) :- આ પરિષદ અભિમાની હોય છે. તે પૂરી જાણકાર નથી ને અજાણકાર પણ નથી. કહેવત છે કે અધૂરો ઘડો છલકાય, તેમ આ સભાને થોડું જ્ઞાન હોય પણ ઘમંડ એટલે હોય કે બીજા તેને હિતકારી ઉપદેશ આપે તે પણ તેને ગ્રહણ ન કરે. તેને કઈ ગમે તેટલું સમજાવે પણ પિતાનું પકડેલું છેડે નહિ. તે ખોટા તર્કવિતર્ક કર્યા કરે. એક છોકરાએ તેના પિતાને પૂછ્યું, બાપુજી ! કોઈ કહે છે પૃથ્વી ગોળ છે, કેઈ કહે ચપટી છે, કઈ કહે લંબચોરસ છે. તો મારે શું સમજવું? છોકરાના પિતા કહે, પૃથ્વી ગેળ નથી, લંબચેરસ નથી, ચપટી નથી, પણું કપટી છે તેમ આ દુર્વિદગ્ધ પરિષદ સરળ નથી પણ કપટી છે. આ સભાને સિદ્ધાંતને સમજવા નથી, આત્માને જાણ નથી ને બેટા તર્ક વિતર્ક કરવા છે. આવા આત્માઓને ઉદ્ધાર કેવી રીતે થાય? કાં તે પૂરું જ્ઞાન ભલું અથવા તે અજ્ઞાન ભલું, અહે...અડધેપડધે જ્ઞાની અને નૈયા ડૂબાડે મારી નૈયા માગે સહારે જાણિયા, અજાણિયા સારા તે તરી જશે પણ દુનિવયહૂદ્રાને તરવાની બારી નથી, કારણ કે તેનામાં સરળતા નથી. જેના જીવનમાં સરળતા છે તે સિદ્ધિને વરી શકે છે. ઠાણાંગ સૂત્રમાં ભગવાને ચાર પ્રકારના ફળ બતાવ્યા (૧) અંદરથી પડ્યું અને બહારથી પિચું તે લીલી દ્રાક્ષ (૨) અંદરથી પડ્યું અને બહારથી કઠણું. તે નાળીયેર (૩) અંદરથી કઠણ અને બહારથી પાચું તે ચોર, તે બહારથી પિચું હોય છે પણ અંદરને ઠળીયે કઠણ હેય. (૪) અંદરથી કઠણ અને બહારથી કઠણ તે સોપારી. આ ચાર પ્રકારના ફળ સાથે ભગવાને આત્માઓને સરખાવ્યા છે. (૧) એક ઉપરથી સરળ અને અંદરથી સરળ, તે ઉપરથી મીઠું બોલે છે અને મનમાં પણ હિતની ભાવના છે તે સાધુ મુનિરાજે (૨) ઉપરથી કઠોર પણ મનમાં પરિણામ ઘણાં નરમ તે માતાપિતા (૩) ઉપરથી સરળ પણ અંદરથી કઠણ તે કપટી માણસ, દુમન (૪) ઉપરથી કડવા બેલે અને પેટમાં પણ ખોટો તે પાપી જીવ. આ ચારમાં તમારે નં બર કયાં છે? (તા-પહેલાં નંબરમાં. દ્રાક્ષ જેવા તમારા આત્માને પૂછી જે જે કે મારે નંબર શેમાં છે? તમે દ્રાક્ષ જેવા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy