SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિશમણિ ] [૨૧૭ છે. સત્સંગથી અર્જુન માળી, ચંડકૌશિક, અંગુલીમાલના જીવન પટાઈ ગયા. અરે ! તેમની ગતિ પણ બદલાઈ ગઈ. જે તેમને ભગવાન મળ્યા ન હતા તે દુર્ગતિમાં જાત. તેના બદલે સત્સંગે સદ્ગતિ અપાવી. આપણે તેમના જેવા પાપી નથી, છતાં આપણે ઉદ્ધાર કેમ થતો નથી ? પાપ રૂપી મડદાને સંઘરી રાખ્યા છે અને ધર્મારાધના, તપ, ત્યાગ રૂપી ગુણોને પ્રદર્શનમાં મૂક્યા છે. હૃદય કેવું? બાળક જેવું ! : જ્ઞાની કહે છે તમારા હૃદયને જ્યાં ત્યાં રમતું ન મૂકશો. આ હૃદય નાના બાળક જેવું છે. બેને ભૂલેશ્વર જેવા ભરચક એરીયામાંથી રવાના થતી હોય ત્યારે તેની સાથે ત્રણ-ચાર વર્ષને છોક હેય તે એને રેઢ ન મૂકે પણ આંગળીએ વળગાડી રાખે, કારણ કે આવા ભરચક રસ્તામાં જે એક મિનિટ માટે પણ છૂટો પડી જાય તે ખવાઈ જાય. પછી એને શોધવા જવું પડે. આપણું આ હૃદય નાના બાળક જેવું છે. બાળક નાનું હોય ત્યારે એ નિર્દોષ, નાજુક અને સુકમળ હોય છે તેમ હદય પણ કમળ, નિર્દોષ અને નાજુક છે. આ હદય જ્યાં ત્યાં ખોવાઈ જાય છે. કંદોઈની દુકાન પાસેથી નીકળ્યા. ત્યાં ઉના ઉના બટાટાવડા થતાં જોયા. ત્યાં હદય રમવા મંડી પડે છે અને મનને કહે છે લઈ લે આ બટાટાવડા. આગળ જતાં નટડી જોઈ તે ત્યાં હૃદય રમવા મંડી પડે છે. તે પિતાની માલિકી ભૂલી જાય છે. અને ન છાજે તેવું કાર્ય કરવા તૈયાર થાય છે. આ હૃદયને જ્યાં ત્યાં રમતું મૂકવા જેવું નથી પણ તેને આંગળીએ વળગાડવા જેવું છે એટલે પચ્ચખાણ કરવાના છે. તમે એકાસણુના પચ્ચખાણ કર્યા, રાત્રી ભજનના પચ્ચખાણ કર્યા હશે તે આંગળીએ વળગાડેલું છેક ખોવાય નહિ તેમ ગમે તેવા પ્રસંગ આવશે તો પણ હૃદય ત્યાં રમવા નહિ જાય. આ જગતમાં અનેક પ્રકારના પ્રસંગમાંથી એને પસાર થવાનું હોય છે. અનેક માણસોના પરિચયમાં આવવાનું બને છે. જે એની બરાબર કાળજી રાખવામાં ન આવે તે એ ગમે ત્યાં ખોવાઈ જાય તેવું છે. તમે કાળાધોળા કરી, અનેક પાપ કરી મૂડી ભેગી કરી. તમારે ખાવા કેટલું જોઈએ? સવાશેર બાજરી. તમારે દાગીના પહેરવા નથી. બેને પાંચ પાંચ હજારના શેલા પહેરે એટલા ભારે કપડાં તમારે પહેરવા નથી. ચાર પાંચ લાખના દાગીના બેને પહેરશે. ઝાઝું ભેગવે છે એ ને કર્મ કરો છો તમે. હવે ત્યાં હદય રમતું ન રાખો. એને આંગળીએ વળગાડે. એટલે મર્યાદામાં આવે. પરિગ્રહની મર્યાદા કરે. જરૂરિયાત કરતાં અધિક મેળવવું એ પાપ છે. એટલે પરિગ્રહ વધે એટલે ચેરડાને ભય વધારે, માટે અહીં હૃદયને રમતું ન રાખો. જેટલું એને આંગળીએ વળગાડશું એટલે પરિગ્રહની મર્યાદા કરશું એટલે આત્મા ભવભવમાં ખોવાઈ નહિ જાય. જે આપણા જીવન તરફ દષ્ટિ કરીશું તે લાગશે કે આપણું હૃદય ખોવાઈ ગયું છે. દુઃખીઓના દુઃખ જોઈ ને આંખમાં આંસુ આવતા ન હોય, અઢળક સંપત્તિ હોવા છતાં દાન દેવાનું કે ગરીબને સહાય કરવાનું મન ન થતું હોય, પશુઓને કતલખાનામાં જતાં જોઈને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy