SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ] [ શારદા શિરેમણિ મોટી પાર્ટી આપજે. જમાડજે. છોકરાને વિચાર થયો કે આ મારા બાપુજી બોલે છે. તેઓ આમ કેમ કહેતા હશે ? તેઓ તે જુગારના કટ્ટર વિરોધી છે. દીકરા ! તને સત્ય વાત કહું છું. દીકરાને વાત કરી ને પછી બીજી ભલામણ પત્નીને કરી. પુત્રને સુધારવા પિતાને કમિ : શેઠ તે ફાની દુનિયા છોડીને ચાલ્યા. બધા અગ્નિસંસ્કારની ક્રિયા પતાવી ઘેર આવ્યા. બીજે દિવસે ગામમાં જેટલા જુગારીઓ હતા તે બધાને શેઠને ઘેર આવવા આમંત્રણ આપ્યું ! બધાના મનમાં થાય કે આપણા શેઠે આવું શા માટે કર્યું હશે ? જે જુગારના સખત વિરોધી હતા. છતાં બધાને આમંત્રણ આપ્યું. ઘેર બધાને માટે તૈયારીઓ થઈ. શેઠાણીએ શું કર્યું ? બધા જુગારીઓને જ્યાં જમવા બેસાડવાના હતા તે રૂમમાં શો કબાટમાં બધા દાગીના ગોઠવી દીધા. બધા જુગારીઓ જમવા બેઠા. જમતાં જમતાં તેમની નજર છે કબાટમાં પડી, બધા શો કબાટમાં જેતા જાય અને રડતાં જાય. પોતાની જાતને ધિક્કારતા જાય. અહાહા.આ પાપીના પાપને પિષવા દાગીના ગીરવે મૂક્યા હતા ! બે ચાર નહિ પણ બધાય જુગારીયાની આંખમાં આંસુ હતા, ત્યારે આ છોકરાએ પૂછયું-આપ આવ્યા છો એમાંથી કઈ મારા બાપુજીના સગાવહાલા તે નથી છતાં બધા રડે છે શા માટે? ભાઈ ! અમે આ શો કબાટને જોઈને રહીએ છીએ. આ પાપીઓએ પાપને પિષવા અમારા દાગીના ગીરવે મૂક્યા છે. કેઈએ ૧૦ વર્ષથી, કેઈએ ૧૫ તે કઈ એ ૨૫ વર્ષથી મૂક્યા છે. છતાં હજુ અમે છેડાવી શકતાં નથી. અમારી બેન-દીકરીઓ બધા રતા રહી ગયા. જે તું પેલા દાગીના પર નામ વાંચ. મારું નામ લખેલું છે. એમ કહીને બધા બતાવવા લાગ્યા. બધાને પિતાને પૂર્વ ભૂતકાળ યાદ આવ્યું. ક્યાં અમારા તે સમયના સુખ! કયાં અત્યારના દુખ ! આજ્ઞાની અવગણના છતાં પિતાનું વાત્સલ્ય : મારા પિતાએ મને સુધારવા માટે ઘણી શિખામણ આપી છતાં મેં તેમની શિખામણ માની નહિ. તેમની આજ્ઞાની સદા અવગણના કરી. છેવટે અંતિમ સમયે મને સુધારવા માટે પાસે બોલાવ્યા, ત્યારે પણ મેં તેમની વાત સાંભળી નહિ અને પિતાને અંતિમ સમયે પણ હું સંતોષ આપી શક્યો નહિ. મને સુધારવા માટે આ ગુપ્ત કિમિયો ગઠબે લાગે છે. શું મારા પ્રત્યે પિતાનો પ્રેમ ! શું પિતાનું વાત્સલ્ય ! તેઓ મને સમજાવી ગયા કે જે મારું હતું તે બધું તે તે ફના કરી નાખ્યું. હવે ફક્ત રહેવા માટે આ એક ઘર રહ્યું છે તે સાચવજે. તેને વ્યસનની લતમાં ગીરવે મૂકી આવીશ નહિ, તો તું સુખી થઈશ. બકરાની આંખ ઊઘડી ગઈ. તે ઠેકાણે આવી ગયો. આ બધા રડે છે એવા દિવસે મારે નથી લાવવા. મને સુધારવા માટેની આ મૂંગી શિખામણ છે. છોકો સુધરી ગયે. એક ટકેરે ચકર બની ગયે. આપણે આત્મા અનંતકાળથી રખડતો આવ્યો છે. તેને ગુરૂ ભગવંતે ઘણું સમજાવે છે છતાં આત્મા સમજતા નથી. ત્યારે તેની સામે નરકના દુઃખેનું વર્ણન કર્યું. નિંર્યચ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy