SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬] [ શારદા શિરેમણિ આંખ કચરાને દેખે છે છતાં પિતાનામાં દાખલ થવા દેતી નથી તેમ ક્રોધાદિ કષાયેના, તથા રાગ દ્વેષના કચરાના ઢગલા પડ્યા છે તેને આત્મઘરમાં પ્રવેશવા દેશે નહિ. જે એમાં આત્માનું જોડાણ નહિ કરીએ તે કર્મબંધન નહિ થાય. નહિ તે ડગલે ને પગલે મને એણે આમ કર્યું અને આમ કહ્યું એમને મારી ભૂલ દેખાય છે, પિતાની ભૂલ દેખાતી નથી. આ રીતે કષાયને વશ થઈને કર્મ બાંધ્યા કરશે. દેવો તું તારા નિયમિત જોજે, જાગૃત રહી તારા મનડાને જે, જોજે બને ના તારી જિંદગી નકામી, ગમતી નથી આ ઉજળી ગુલામી કર્મના, કષાયેના ઢગલા તારી સામે આવે ત્યારે તું જાગૃત રહેજે. તારામાં તેને આવવા દઈશ નહિ. જે આ કળામાં આપણે સફળ થઈ જઈએ તે વિના કારણે લાગતા અઢળક પાપોથી જરૂર બચી જઈએ. હવે બીજી વાત કરું. આંખ કચરાને પ્રવેશવા દેતી નથી પણ આંખમાં આંજવા જેવું અંજન, સુરમે હોય તે આંજે છે. કારણ કે એમાં એની રક્ષા રહેલી છે. ક્ષમા, દયા, નિર્લોભતા, સમતા આદિ ગુણ સુરક્ષા જેવા છે. એ ગુણેને આત્મામાં ગ્રહણ કરશે. આંખ લેવા જેવું લે છે અને છેડવા જેવું છેડી દે છે. તેમ ખરાબ પ્રસંગે આવે તે મન પર તેની અસર ન થવા દેવી, અને સારા પ્રસંગો જેવાની તક મળતી હોય તે એની મન પર અસર થવા દેવી તેથી આત્મા પવિત્ર રહેશે. પેલો કચરે જે પડ રહે અને તેમાંય વરસાદ પડે તે એમાંથી દુર્ગધ આવશે, તેમ જે કર્મ કચરો આત્મા પર ભેગો થશે તો દુર્ગધ મારશે અને એ કર્મો જીવને દુર્ગતિમાં ધકેલી દેશે. ભવભીરૂ બનવા માટે કષાયને જીતવાની જરૂર છે. અઘોર સાધના કરતા હોય પણું જે કષાય જીતી ન શકયા હોય તે સાધનામાં સફળતા મળતી નથી. માટે કષાને જીતવાની જરૂર છે. મોહનીય કર્મના બે ભેદ. દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય. દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિ-મિથ્યાત્વ મેહનીય, સમકિત મોહનીય અને મિશ્ર મેહનીચ અને ચારિત્ર મેહનીયની અનંતાનુબંધીની ચેકડી, આ દર્શન સપ્તક ચોથે ગુણસ્થાનકે જીતાય એટલે સમકિત પામ્યો, પણું ચારિત્ર તે દેશથી પાંચમે ગુણ સ્થાનકે અને સર્વથી છટ્ટ ગુણસ્થાનકે પામે. સમક્તિ છે ત્યાં ચારિત્ર હોય ખરું અને ન પણ હોય. ચારિત્ર હોય ત્યાં સમકિત અવશ્ય હેય. આ વેશધારી ચારિત્ર્યની વાત નથી પણ ભગવાને જે ચારિત્રની વાત કરી છે તે ચારિત્રની વાત છે. એવું ચારિત્ર હેય ત્યાં સમકિત હોય. “ મોળું તિ નં સતિ પાતા” આચારંગસૂત્રમાં પણ ભગવાન બેલ્યા છે કે જ્યાં મુનિધર્મ (સંયમ) છે ત્યાં સમક્તિ છે. અપ્રમત્ત સંયતિ બન્યા પછી જીવ આઠમું ગુણસ્થાનક સ્પશે, ત્યાં જીવ બે શ્રેણી માંડે છે. ઉપશમ અને લપક. ઉપશમ શ્રેણીવાળો જીવ ચઢતાં ચઢતાં નવમે, દશમે થઈ અગીયારમે આવે, ત્યાં જે કાળ કરે તે અનુત્તર વિમાનમાં જાય અને સ્થિતિ પૂર્ણ થાય તે ત્યાંથી પડીવાઈ થાય અને લાની વસ્તિ ન થાય તે પહેલા ગુણઠાણ સુધી પહોંચી જાય પક શ્રેરણીવાળે જીવ શક્ષા મા કામથી જાવા ની શી શનિ જા જા કે શુભાઈ જોશ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy