SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિશમણિ ] ( ૨૦૩ આકાંક્ષા વધુ ને વધુ વધતી જાય. આજે માનવી એ આંતરવૈભવને ભૂલી ગયા છે અને દુનિયાની તુચ્છ વસ્તુઓ સાથે જોડાઈ ગયા છે. એ જોડાણના કારણે તે આત્માના વૈભવને પ્રાપ્ત કરી શકતા નથી. પ્લગનું જોડાણુ વિદ્યુતપ્રવાહથી જુદુ' પડી જાય તેા બલ્બ હોવા છતાં ત્યાં પ્રકાશ થતા નથી. પ્લગ જ્યારે મહાન વિદ્યુતપ્રવાહ સાથે જોડાય છે ત્યારે એ નાનકડો ખખ પ્રકાશથી ઝગમગી ઉઠે છે. અલ્મ નાનકડો છે, એમાં માત્ર સામાન્ય તાંમાના તાર હાય છે પણ જ્યારે એનુ' જોડાણુ વીજળી સાથે થાય છે ત્યારે તરત એનામાં તેજને સ'ચાર થાય છે. જે તાર સામે તમેજોઈ શકતા હતા તેની સામે હવે મીટ પણ માંડી શકતા નથી. એ પ્રકાશથી તમારી આંખ અંજાઈ જશે. ખલ્મ અહી' છે પણ એનુ' જોડાણ મેાટા પાવર હાઉસ સાથે થયુ' અને પાવરહાઉસનું તેજ આ અમ આવી ગયું. આપણું જીવન બલ્બ જેવુ' છે. એનું જોડાણુ પ્રકાશમય આત્મા સાથે થાય તે પ્રકાશથી સભર બની જાય. માણુસ જ્યારે આત્મા સાથેનું જોડાણ ગુમાવી દે છે અને દુનિયાની તુચ્છ વસ્તુઓ સાથે જોડાણ કરે છે ત્યારે તે એક સામાન્ય માણસની કક્ષામાં ગણાય છે, પછી તેા આહાર, નિદ્રા, ભાગ અને પરિગ્રહના ઢગલે વધારી પ્રસિદ્ધિ મેળવવાની દોડાદોડમાં એનુ જીવન પૂરું કરે છે. આપણી આ જીવનયાત્રા ૨૫-૫૦ કે ૧૦૦ વર્ષોંની નથી પણુ અનંતકાળથી શરૂ થયેલી છે. આ મનુષ્યભવ તા એક વિસામે છે. અહીથી આપણે પ્રયાણુ પણ અનંત તરફ કરવાનું છે. આપષ્ણુ જીવન ૭૦ વર્ષનું હોય કે સેા વર્ષનું હોય પણ એ એક આરામ લેવાનુ' સ્થાન છે. આપણી યાત્રાના અંત નથી. આ શરીર તો પ`ચભૂતમાંથી ઉત્પન્ન થયુ છે ને એમાં મળી જવાનુ છે, પણ આત્માને તો સતત આગળ વધવાનુ છે. આત્મા એ યાત્રિક છે. જ્યાં સુધી આપણા આત્માની જ્યેાતિ નિળ અને ઉજ્જવળ ન અને ત્યાં સુધી આ યાત્રા ચાલુ રહેવાની. તે માટે સાધનાની જરૂર છે. જેમનુ જીવન ગુણેાથી પ્રકાશિત છે એવા આનંદ શ્રાવકના વાણિજય ગામની મહાર કલ્લાક નામના સંનિવેશ છે. કલ્લાક સ`નિવેશની વિશેષતા એટલા માટે બતાવી છે કે આપણા શાસનનાયક ભગવાન મહાવીર સ્વામીને પહેલી ગેાચરી અતુલ બ્રાહ્મણુના ઘેરથી આ નગરીમાંથી મળી હતી તેમ જ ભગવાન મહાવીરસ્વામીના પંચમ ગણધર સુધર્માં સ્વામીની આ જન્મભૂમિ હતી. આ નગરના લેાકેા સુખી, સરળ અને ભદ્રિક હતા. આ નગર કેવું હતું ? “ રિદ્ધિસ્થિમિય ગાય પાસારીણ રિકળિક્ને અમિરને ડિને ઋદ્ધ એટલે યાં ધન, જન, ભવન આદિ ખૂબ વૃદ્ધિ પામેલા હોય તે ઋધ–રિદ્ધિવાન કહેવાય છે. સ્તિામત એટલે કપટી, ચાર, દુરાચારી, આદિના ભર્યાથી જે સથા રહિત હોય તેને સ્તિમિત કહે છે એટલે આ નગરમાં કોઈ જાતના ભય નહાતા. વળી આ સ`નિવેસ કેવા હતા ? પ્રાસાદીય-જે નગરમાં જતાં મનને પ્રસન્નતા પ્રાપ્ત થાય, અશાંત મન શાંત બની જાય તેને પ્રાસાદીય કહે છે. દુનીય-જેનુ દન આનદકારક છે, જેને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy