SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ [ શારદા શિમણિ હેય તને આધાર બનીશ. મારા જીવનને આ હેતુ છે. નવ કલાક પસાર થયા. શેઠ તે શાંત પ્રશાંત બની ગયા. જીવન જીવવાનું બળ મળી ગયું ! “અહમ મમ 'નું વિસર્જન થાય તે વિરાટ હેતુ આંખ સામે પ્રત્યક્ષ થયે. તેની સમગ્રતાને તૃપ્ત કરે તે સર્વોદય થયું. તેનું અશાંત મન કાંઈક નવા જ આહ્લાદક તથા પ્રસન્નતામાં નિમગ્ન બન્યું. નવ કલાકમાં તે તેને જીવનનું નવું દર્શન મળ્યું હતું, જે મંગલમય હતું, તથા વ્યક્તિત્વને અખંડિત કરનાર હતું.. છેલ્લી ચોથી પડીકી ખેલી. તેમાં લખ્યું હતું કે “તારી ચિંતાને રેતીમાં લખી નાંખ.” તું જે રેતીના ઢગલા પર બેઠે છે તે રેતીમાં તારી ચિંતાને લખી નાંખ. રેતીમાં લખેલું ડા સમય રહે. શેઠ તે રેતીમાં થોડુ લખીને બેઠા. અડધી કલાક થઈ ત્યાં દરિયામાં ભરતી આવી અને રેતીમાં લખેલી ચિંતાની લીટી ભૂસાઈ ગઈ. જેમ રેતીમાં લખેલી ચિંતા ભૂસાઈ ગઈ, તેમ તું બધી ચિંતાઓને ભૂંસી નાખ. ભરતી આવી અને લખેલી ચિંતાને લઈ ગઈ તેમ તું બધી ચિંતાઓને છેડી દે. હવે તું કેઈના પ્રત્યે મમતા કે આસક્તિ ન રાખીશ. જેથી મૂકીને જવાનું થાય તે પણ તું શાંતિ મેળવી શકીશ. શેઠ ત્યાંથી ઊઠવા ગયા પણ ઊઠી શક્યા નહિ. અંતરમાંથી ઉભરાતા આનંદ તેમને ઊભા થવા દીધા નહિ. વિષાદના વંટોળને ભૂલી ગયા. હવે તેને ભૂત-ભવિષ્યની વ્યથા સ્પર્શી શકે તેમ ન હતી. અદ્વિતીય અપૂર્વ આનંદનો અનુભવ જીવનના આટલા વર્ષો પછી માત્ર ચાર પડીકીની સહાયે એકાંત ચિંતનના સહારે લૂંટી લીધે. સ્વ સ્વરૂપમાં સ્થિર થયા. તમે આટલા વર્ષોથી ઉપાશ્રયમાં આવે છે, છતાં તમારા જીવનમાં શાંતિ કેમ દેખાતી નથી? ઉપાશ્રય એટલે શાંતિનું સ્થાન. અહીં નીરવ શાંતિ મળે છતાં મળતી નથી. તેનું એક જ કારણ છે. જેમ પેલા શેઠ દરિયે ગયા ત્યારે કઈ વસ્તુઓ સાથે લઈ ગયા ન હતા. બધું મૂકીને ગયા હતા તેમ તમે અહીં બધું મૂકીને આવે તે અપૂર્વ શાંતિ મળે. પણ ઘરની ચિંતાને કચરે સાથે લઈને આવે છે એટલે શાંતિ મળતી નથી. ડાયલ બરાબર છે પણ મશીન બગડી ગયું છે. અર્થાત મશીન સારું નથી. મશીન બરાબર હશે તે જીવનમાં કષ્ટ પડે, દુઃખ આવે કે આપત્તિ આવે તે પણ દુઃખ દુઃખરૂપે નહિ લાગે. મસ્તરામની આત્મ મસ્તી : સૌરાષ્ટ્રમાં અન્યદર્શનમાં એક સંત થઈ ગયા. તેમનું નામ હતું મસ્તરામસંત. તેમના આખા શરીરે ગુમડા થઈ ગયા હતા. એ ગુમડામાં રસી થઈ ગઈ પછી તેમાં જીવાત થઈ ગઈ. કેટલી અતુલ વેદના થાય! તેના પર એક ઝીણું કપડું ઢાંકેલું રાખે. જેથી બીજા કેઈને ખબર ન પડે. આ સંત દવા નહેતા કરતા. તે સમજતા હતા કે હું દવા કરું તે બધી જીવાત મરી જાય માટે મારે દવા કરવી નથી. મારા કર્મો અત્યારે ઉદયમાં આવ્યા છે તે મને ભોગવી લેવા દો. મારે શા માટે હસતા મુખે ન ભેગવવા ! આ ગૂમડાથી અસહ્ય પીડા થાય છે પણ એ ચિંતા કરવાને બદલે તેમને પીડા હતી પેલા અસંખ્ય કીડાઓની ! એ બિચારા ભૂખે મરી જશે !
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy