________________
શારદા શિરેમણિ ]
[ ૧૦૭ છે. શું આ રમેશનો અવાજ છે! તેના મનમાં શંકા થઈ. આ રમેશ હશે કે નહિ? અનેક તર્કવિતર્ક થવા લાગ્યા. જે દરરોજ મોઢામાં પાનના બીડા ચાવતો ફેશનેબલ કપડાં પહેરતા તેના બદલે આજે સાવ સાદે ડ્રેસ પહેર્યો છે. ખમીશ અને લેંઘે તે પણ ઈસ્ત્રી વગરના છે, પગમાં બૂટ મજા નથી પહેર્યા, ચંપલ પહેર્યા છે, તે પણ સાવ હલકી કિંમતના છે, કપડા પણું સાદા અને હલકા છે. શું તેની સ્થિતિ સાવ ઘસાઈ ગઈ હો! શું એકાએક ધંધામાં ખોટ આવી હશે તેથી આવી સાદગી અપનાવવી પડી હશે ! ગમે તે હોય પણ કંઈક છે.
અશેકની વધતી જતી શંકા : બંને મિત્રો ગાડીમાં બેસીને ઘેર આવ્યા. જોયું તે આલિશાન બંગલો છે. જાતજાતનું નવું ફર્નિચર છે. ઘરની રોનક તે ખૂબ દેખાય છે. મનમાં અશોકે જે વિચાર કર્યા હતા તે આ બંગલે જતાં જતા રહ્યા. જે તેની સ્થિતિ ઘસાઈ ગઈ હોય તો આ બંગલા ન હોય. અહીં તે કઈ કમીના નથી. જે તે દેવાદાર હોય તે આવા ઠાઠમાઠન હેય. લક્ષ્મી તે છે, છતાં કેમ એ આવા સાદા વેશમાં ફરતો હશે? રમેશે અશોકને ચાપાણ કરાવ્યા. તેની સારી રીતે આગતા-સ્વાગતા કરી. બપોરે જમવાને ટાઈમ થયો. અશોક માટે ચાંદીની થાળી, વાટકે, લોટો અને લાસ મૂકો અને પિતાના માટે પિત્તળની થાળી મૂકી. અશોક આ જોતાં સજ્જડ થઈ ગયો. રમેશની સ્થિતિ તે જેવી હતી તેવી સારી છે. તો જ ચાંદીની થાળી, વાટકા, હોય પણ તેણે પિતાના માટે પિત્તળની થાળી કેમ મૂકી? અશોકના ભાણામાં પાંચ પાંચ પકવાન, ફરસાણું બધું પીરસાયું, જ્યારે રમેશના ભાણામાં રોટલી અને શાક, તે પણ મશાલા વગરના. અશોક આ બધું જોતાં ઓગળી ગયો. પૈસાને તૂટો નથી પણ આમાં કાંઈ કારણુ લાગે છે. સાંજે જમીને ઉઠયા પછી બંને મિત્રો ફરવા ગયા. અશોકની પૂછવાની હિંમત ચાલતી નથી કે આ બધું આમ કેમ? ફરીને ઘેર આવ્યા. રાત પડવા આવી. રમેશ કહે મિત્ર ! હવે સામાયિક પ્રતિક્રમણ કરજે. તારે સૂવાનો આ રૂમ છે. તેમાં પલંગ ઢાળેલું પડે છે. પ્રતિક્રમણના સાધને પણું અહીં પડયા છે. હું બહાર જઈને આવું છું. કયારે આવીશ? આવીશ, અશેકની શંકા વધતી ગઈ. મને મૂકીને રવાના કેમ થઈ ગયો?
તમારો મિત્ર તે દેવનો અવતાર છે : અશોકના મનમાં અનેક વિચાર આવવા લાગ્યા. દશ વાગ્યા છતાં ન આવ્યું. રમેશ હજુ કેમ ન આવ્યો ? તે બહાર જતો થઈ ગયો હશે. અશોક તે સૂઈ ગયો. સવારે સામાયિક પ્રતિક્રમણ કરીને નવકારશીને ટાઈમ થયો ત્યાં મેશ આવ્યું. રમેશ આવતાં પહેલા અશોકથી હવે રહી શકાયું નહિ એટલે રમેશની પત્નીને પૂછે છે ભાભી! રમેશ રાત્રે કયાં જાય છે? તે શું ક્યાંય કામ કરવા જાય છે? ના. તે તે રાત્રે કયાં રહે છે ? તે આજે જ ગયે કે રોજ જાય છે? રમેશની પત્ની કહે, તેઓ રાત્રે ઘેર રહેતા નથી, તે ભાભી, તમે તેને કંઈ કહેતા
૧૨