SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [ ૧પ૯ થઈ જશો. તેમાં કલ્પના બહારનો આનંદ અનુભવી શકશો. તમે વ્યાખ્યાન સાંભળો, સાંભળીને ગ્રહણ કરે તો સંસાર કટ થઈ જાય. આ અમારી કઈ શક્તિ નથી. જિનવાણીને વિલપાવર છે. આ વાણીનું પાન કરીને શ્રદ્ધાપૂર્વક હૃદયમાં અવધારણ કરો તે એકાવતારી બની શકાય એવી આ વાણીમાં શક્તિ છે, પણ તમે અહીં મળવા આવે છે, ભળવા આવતા નથી. પછી કલ્યાણ ક્યાંથી થાય? આજે ઘણાં માણસો ફરીયાદ કરે છે કે અમે વર્ષોથી ધર્મ સાધનાઓ કરીએ છીએ, કેટલી સામાયિક કરી, વતનિયમો કર્યા, છતાં અમને એને જોઈએ એ આનંદ નથી આવતું, તો એનું આ કારણ છે કે તમે ધર્મક્રિયાઓને માત્ર મળ્યા છે પણ તેમાં ભળ્યા નથી. માત્ર કાયાથી ધર્મક્રિયાઓ કરી છે પણ મન એમાં ભળ્યું નથી. મન, વચન, કાયાથી થતી ક્રિયાઓ ભળવા જેવી છે. સાકર જયારે દૂધમાં ભળે છે ત્યારે એ દૂધના અણુ અણુમાં પહોંચી જાય છે એટલે દૂધનું ટીપું ટીપું મીઠાશયુક્ત બની જાય છે. આ રીતે મન જ્યારે સાધનામાં ભળે છે ત્યારે સાધનાની મસ્તી કેઈ ઓર હોય છે. ભળ્યા વિના ભવના ભુક્કા ન થાય:- હવે નિર્ણય કરે. અત્યાર સુધી ભલે મળ્યા પણ હવે સાધનામાં ભળી જાવ. જે આત્માઓ મળવા નથી જતા પણું ભળવા જાય છે તેમનું જીવન ઉજજવળ બની જાય છે. જે જે ભળવા ગયા એ પાપીમાંથી પુનિત બની ગયા. શયતાનમાંથી સંત બની ગયા. પાપી આત્માઓ ભળવા ગયા તે તેમના જીવનની રોનક બદલાઈ ગઈ. અર્જુન માળી, પરદેશી રાજા બધા ગુરૂ ભગવંતની સાથે ભળવા ગયા તે ભવના ભૂકા કરી દીધા. આપણે એવા પાપી તે નથી ને? તો પછી આપણું જીવન કેમ ન બદલી શકીએ. જિનવાણીમાં, વીતરાગના વચનામૃતમાં, અને ધર્મસાધનામાં ભળી જઈશું તો ભવકટી થતાં વાર નહિ લાગે. સંસારમાં રહ્યા છે, બધું કરવું પડે છે તે કરો પણ તેમાં ભળશો નહિ. અત્યાર સુધી જેમાં ભળવાનું હતું ત્યાં મળ્યા છીએ અને જ્યાં મળવાનું હતું ત્યાં ભળી ગયા છીએ. સંસારમાં વહેપાર ધંધામાં મળવાનું છે ત્યાં ભળવાનું નથી. પત્ની, પરિવાર બધા ભેગા થઈને બેસો છે ત્યાં કેવા ઓતપ્રેત થઈ જાય છે! મેહનીય કર્મના નાટકે બધાને ભેળવી દીધા છે. દીકરીના લગ્ન છે. જાન આવી છે ત્યાં કેવા ભળી ગયા છે! આ બધી પાપ ક્રિયાઓ છે તેમાં ભળવા જેવું નથી, તે પણ ભળી જાવ છે. ભળવું જોઈએ કયાં ને ભળ્યા છે કયાં? : પરમ દિવસે મા ખમણનું ઘર આવશે. કેટલાંય ભાઈ બેને પૌષધ કરશે. પૌષધમાં કેવી મઝા આવી તેના ગાણાં બીજે દિવસે કઈ ગાવ ખરા! મેં પૌષધ કર્યો, તેમાં મેં જે આત્મચિંતન કર્યું, તેમાં જે આત્માની મસ્તી અનુભવી તે મને હજુ ભૂલાતી નથી. કેઈ દિવસ આવું બોલે છે? ના, સગા સંબંધીમાં કઈ પ્રસંગે તમે જમવા ગયા. ત્યાં સુંદર ભેજન જમ્યા. પછી આવીને શું કહેશો? હું આજે જમવા ગયો ત્યાં એવું સુંદર ભેજન જ છું કે તેને સ્વાદ હજુ મારી દાઢમાંથી જ નથી. જમવાની વાત બાજુમાં રહી, કેઈ ને ત્યાં
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy