________________
શારદા શિરેમણિ ]
[ ૧૫૭ જોઈએ છે અને સાધના પ્રત્યે આંખ મીચામણા કરવા છે. માલ જોઈએ છે પણ તેના મૂલ્ય ચૂકવવાની તૈયારી નથી. આરોગ્ય જોઈએ છે પણ પયપાલન પ્રત્યે બેદરકાર રહેવું છે. પાસ થવું છે પણ પરીક્ષા મંજુર નથી. શુદ્ધ બનવું છે પણ સહન કરવું નથી. યાદ રાખજો, સુખ જોઈએ છે તે સુખ ધર્મથી મળે છે. આ વાક્યને હૃદયમાં કતરી રાખજે અને જીવનમાં પળે પળે તમારી દષ્ટિ સામે રાખજે તો પાપથી નિવૃત કરાવશે ધર્મમાં એ પ્રવૃત કરાવશે અને છેવટે શાશ્વત સુખના સ્વામી બનાવશે. પુણીયા શ્રાવકની એક સામાયિક મોક્ષના દ્વારે લઈ જાય એવી હતી. છે તમને આવી શ્રદ્ધા ! વીર વચન તો ત્રણ કાળમાં શાશ્વત છે, છતાં તેમાં શંકા સંદેહ રાખે છે.
સંદેહ કયાં અને શ્રધ્ધા કયાં! : સંદેડ અને શ્રદ્ધા આ બે શબ્દો છે. આ વ્યાત્મિક જગતમાં પ્રવેશ કરનાર સાધક શ્રદ્ધાને બદલે તેમાં સંદેહ રાખે છે ત્યારે એની ઉંચામાં ઉંચી ધર્મ સાધના પણ કેડીની કિંમતની થઈ જાય છે. તમને સંદેડ કયાં છે અને શ્રદ્ધા કયાં છે ? તમે જમવા બેઠા. તમારા ભાણામાં ભેજન પીરસાયું, ત્યાં તમને શ્રદ્ધા છે કે આ ભોજનમાં વિષ તો નથી જ એટલે પ્રેમથી જમી લીધું. ત્યાં સંદેહ થયા ? ના. બહાર જવું છે એટલે ટેકસીમાં બેઠા. ત્યાં સંદેહ થાય કે ડ્રાઈવર દારૂ પીને તો નહિ બેઠો હોય ને? એકસીડન્ટ તો નહિ કરે ને? ત્યાં વિશ્વાસથી બેસે છે. મુંબઈથી અમદાવાદ જવું છે. રાતની ટ્રેઈનમાં જવું છે ત્યાં સંદેહ થાય છે કે એજુનને ડ્રાઈવર ઝોકું તો નહિ ખાય ને? ગાડી ઉથલી તો નહિ પડે ને? ત્યાં શ્રદ્ધા છે કે એનજીનને ડ્રાઈવર જાગતા રહેવાનું છે. કોઈ એ તમને કેસરીયા દૂધને ગ્લાસ આપે. ત્યાં સંદેડ થાય કે આમાં વિષ તો નહિ હોય ને ? અથવા તે એમાં ગળીની લાળ તો નહિ પડી હોય ને? ત્યાં શ્રદ્ધાથી પી જાવ છે. નવા મકાનમાં રહેવા ગયા ત્યાં સંદેહ થાય છે કે આ મકાનની ભીત તૂટી પડશે તે નહિ ને ! ત્યાં શ્રદ્ધા છે કે મકાનની ભીંત તૂટવાની નથી. આ બધા કાર્યોમાં તે તમે સંદેહ વગરના છે. જગતના છે તરફ દૃષ્ટિ કરીએ તે લાગે છે કે ૧૦૦માંથી ૯ જેટલા માણસે તેમના વ્યવહારમાં શ્રદ્ધાથી આગળ વધતા હોય છે. ત્યાં સંદેહ નથી કરતા.
આ રીતે તમે ધંધા કરે, વેપાર કરે, દીકરીઓના સગપણ કરે ત્યાં સંદેહ નથી કરતા, પણ શ્રદ્ધાથી બધું કરે છે. ત્યાં પાકે આત્મવિશ્વાસ છે. આવા બીજા અનેક વ્યવહારમાં બધે તમને શ્રદ્ધા. શ્રદ્ધા, ને શ્રદ્ધા દેખાશે. ત્યાં કયાંય સંદેહ કરવા તૈયાર નથી. સંદેહ કયાં કરે છે ? ધર્મના ક્ષેત્રમાં. ધર્મના ક્ષેત્રમાં દાખલ થતાની સાથે નાની નાની બાબતોમાં પણ સંદેહ કરવા માંડી છે. તપથી કાયાને સૂકવી નાંખ્યું પણ એમાં મને નિર્જરા થશે કે નહિ ? કાંઈ લાભ થશે કે નહિ? મહાસતીજી બરાડા-બૂમ પાડી પાડીને બોલે છે પણ તેણે તીર્થકરને જોયા છે? આ વાણી તીર્થકરની હશે કે નહિ? ધર્મ તો કહું છું પણ પરલેક હશે કે નહિ? ધર્મના ક્ષેત્રમાં સંદેહ, સંદેહ ને સંદેહ ! આ સંદેહ રાખીને ધર્મ સાધના કરીએ તો આત્માના આનંદની અનુભૂતિ કયાંથી