SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિશમણુ ] [ ૧૫૫ શુરાએ હવે ! કર્મ સામે કેશરીયા કરવા તૈયાર થાવ. જુએ ચંદનબાઈ મહાસતીજીની સાધના કેવી અદ્ભુત છે. તેમને આજે ૩૦મે ઉપવાસ આવી ગયા. તપના રણશીંગા ફૂંકાઈ રહ્યા છે, માટે તૈયાર થાજો એ જ ભાવના. વધુ ભાવ અવસરે. શ્રાવણ સુદ ૩ ને શનિવાર : વ્યાખ્યાન ન. ૧૯ : તા. ૨૦-૭-'૮૫ અન ત અનંત ગુણેાના ધારક, અનત જ્ઞાન દર્શનના સાધક તીર્થંકર ભગવંતા એ જીવેાના કલ્યાણ માટે અનંતકાળથી ચાલી આવતી જન્મ મરણની આપદામાંથી કેમ છૂટે અને મેાક્ષને કેમ પામે તે માટે ભગવાને રાહદારી માર્ગ બતાવ્યા છે તે માર્ગો કયા ? नाणं च दंसणं चेव, चरितं च तवो तहा एस मग्गुत्ति पण्णतो, जिणेहिं वरदंसिहिं | ઉ. અ. ૨૮ ગાયા. ૨ સંસારના સમસ્ત પટ્ટાને જોવાવાળા સર્વજ્ઞ, સદશી જિનેશ્વર દેવાએ સમ્યક્ જ્ઞાન- દશ ન–ચારિત્ર તપને મેાક્ષમાગ કહ્યો છે. મેાક્ષ એટલે આત્મધરમાં વાસ. અત્યારે આપણે શરીરમાં રહ્યા છીએ પણ ૨૫-૫૦ કે ૧૦૦ વર્ષે એમાંથી એક દિવસ ડીસમિસ થવાનુ છે. આપણને આ શરીર મળ્યું તે કથી મળ્યુ છે. કમ છે ત્યાં શરીર છે. ક રાજાએ ભૂલેાની શિક્ષામાં આ શરીર આપ્યું છે. હવે આ શરીરના બંધન ફગાવી દઈ એ અને આત્મધરમાં રહીએ તે મેક્ષમાં વાસ મળે છે. ઘરમાં રહેવુ હોય તેા અંધારીયું ઘર ગમતુ નથી. એ તેા તમે હવા ઉજાશવાળુ ઘર શેાધા છે. તે આત્મઘરમાં રહેવા માટે પહેલાં એમાં અજવાળુ કરવુ જોઇએ. જ્ઞાનથી આત્મધરને અજ્ઞાન-અધકાર દૂર થાય અને પ્રકાશ થાય. એ પછી કર્માંના કચરા સાફ કરવા તપરૂપી સાવરણાની જરૂર છે. સાથે નવા કમરૂપી કચરા ન આવે માટે સંવર–ચારિત્રની જરૂર છે. આ વગુને સુમેળ મળે તે આત્મઘર રહેવા લાયક બની શકે. આપણે સૌ પહેલા જ્ઞાનથી અજવાળુ' કરવું છે માટે વિશ્વદશન અને આત્મદર્શન કરવાનુ છે. દર્શીન એટલે આળખ, પિરચય. એને સ્વધરમાં લાવવા માટે આત્માની ઓળખ કરવાની છે. તારા આતમઘરમાં શેાધ કરે તે, સફળ તારા અવતાર બને, અજ્ઞાન અધેરા દૂર હટે તા, જ્ઞાન પ્રકાશ બહાર ખીલે.... તમારા આત્માને પૂછે કે તમે શેમાં શેાધ કરે છે ? આટલી જિન્દગી ગઈ, વર્ષા વીત્યા પણુ આત્માની શેાધ કરી છે ખરી ? જડના પૂજારીએ જડની શેાધ કરે ને ? જડની શેાધ કરવાથી આત્મદન નહિ થાય. આ વિશ્વનાં જીવેા અનંતાનંત છે, અને પુદ્ગલે પણ અનંતાનંત છે. જીવા મિથ્યાત્વ અને અસત્ પુરૂષાથી કર્મો ઉપાજે છે અને કર્માંથી જુદી જુદી ગતિએમાં શરીર ધારણ કરી એ કર્માં જીવને ભેગવવા પડે છે. આપણા આત્માની પણ આ જ દશા છે. જો સમ્યક્ જ્ઞાન-દન ચારિત્ર અને તપ મળે તેા કર્મ રૂપી ખલામાંથી મુક્ત થવાય અને મેક્ષ મળે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy