SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર [ શારદા શિરેમણિ છે. મનુષ્ય અને દેવગતિને કાણુગ સૂત્રમાં એક અપેક્ષાએ દુર્ગતિ અને એક અપેક્ષાએ સુગતિ કહી છે. આપણને મનુષ્યભવની સુગતિ મળી છે તે સારાં કાર્યો કરીએ, સાધના કરીએ તો ભવિષ્યમાં પણ આપણો આત્મા દુર્ગતિમાં ન જાય. આનંદગાથાપતિને શિવાનંદા પત્ની છે. તે ખૂબ રૂપવાન અને ગુણવાન છે. રથના બે પૈડા સરખા છે. પુણ્યનો ઉદય હોય તો બંનેના વિચારો સરખા આવે. મોટે ભાગે બેનો પતિને ધર્મ પમાડે. શ્રેણિક રાજાને ધર્મ પમાડનાર ચેલણ સતી છે. ધર્મ પમાડો એટલું જ નહિ પણ તે પ્રભુ પરમ ભક્ત બને. એથી આગળ વધીને આવતી ચોવીસીમાં પહેલો નંબર લેશે. આનું નામ સાચી પત્ની. શિવાનંદા સાચી અર્ધાગના હતી. અર્ધાગના એટલે પતિનું અડધું અંગ કેઈમાણસને લકવા થાય ત્યારે એક બાજુનું અડધું અંગ છેટું પડી જાય, પછી બીજું અંગ કામ કરે? ના. તેમ પતિ કે પત્ની બેમાંથી એક અંગ બરાબર ન હોય, એકને ધમને રંગ હોય ને એકને ન હોય તો સંસાર બરાબર ચાલી શકે નહિ. આ શિવાનંદા પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેનારી છે, તેમની ઈચ્છાને અનુકૂળ વર્તન કરનારી હતી તેથી તે આનંદ ગાથા પતિને ખૂબ પ્રિય હતી. આવી સગુણ સ્ત્રી પતિના છિદ્ર કે દુર્ગણ ન જવે, પણ ગુણને જોવે. પિતાના પતિની દુર્ગતિ ન થાય, તે આવું વીરનું વિરાટ શાસન પામ્યા પછી દુર્ગતિમાં તે ન જ જવા જોઈએ, એ તેની ભાવના હોય. અપુરત્તા શિવાનંદા અનુરક્તા હતી. જે સ્ત્રી બધાને પ્રેમ સંપાદન કરતી હોય અને પડછાયાની માફક પતિની અનુગામિની હોય છે તેને અણુરત્તા કહેવાય છે. આવી સ્ત્રી પોતાના પતિને ધર્મ વિહણ દેખે તે એનું દિલ બળી જાય. કઈ પણ હિસાબે તે પતિને ધર્મના રાહે લાવવા પ્રયત્ન કરે. એક શેઠ–શેઠાણી હતા. શેઠાણીને ધર્મ ગમે અને શેઠને ધર્મ ન ગમે. શેઠ ધર્મને, ગુરૂને ન માને. શેઠાણીના મનમાં થાય કે હું તેમના પ્રતાપે સુખી છું. અમારી બેને સારા દાગીના પહેરે, કપડાં પહેરે, મોજશોખ કરે, સ્ત્રીના આ બધા ઠાઠઠમારા લાવનારા તો પતિ છે. શેઠાણ વિચાર કરે છે. હું તેમના વડે આજે ઉજળી થઈને ફરું છું. મનગમતાં સુખ ભેગવું છું. આ બધે પ્રતાપ પતિને છે. મારા ઠાઠમાઠ પૂરા કરવામાં તેમણે તેમની જાતને નીચોવી નાંખી છે. આ મારા પતિ જે ધર્મ નહિ પામે તો તેઓ મરીને દુર્ગતિમાં ચાલ્યા જશે. મારા પતિ મને સુખી બનાવવા કેટલું કરે છે! તે હવે મારી ફરજ છે કે મારા પતિનું સુખ મારે ઈચ્છવું જોઈએ. તેમને સુખી કરવા જોઈએ. હું તેમની અર્ધાગના છું. મારા પતિ જો ધર્મ ન પામે તે આ બધા મારા શણુગાર અંગારા જેવા છે. આ માટે પત્નીનું દિલ રાત દિવસ બળે છે. એક દિવસ શેઠાણીને ઉદાસ જોઈ ને શેઠ પૂછે છે, તમે હમણું ઉદાસ કેમ રહો છે? આપના તરફથી મને સંપૂર્ણ સુખ છે પણ મને એક વાતનું દુઃખ છે. આપ ધર્મને માનતા નથી. ધર્મસ્થાનકમાં આવતા નથી. આપનું પરલેકમાં શું થશે? શેઠાણીને લગ્ન થયા ૧૫ વર્ષ થયા. શેઠાણી માટે જઈ રહ્યા છે પણ હજુ સમય આવતો નથી. એક
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy