________________
૧૩૮]
[ શારદા શિરેમણિ માતાપિતા તેને ૨૪ ભગવાનના નામ, ૧૬ સતીના નામ બોલાવે. રાત્રે સતીઓની વાર્તા કરે. આજના જમાનામાં તો ઘરઘરમાં રેડીયા, ટીવી, વિડિયો થઈ ગયા. કુમળા ફુલ જેવા બાળકને જેવું સિંચન કરીએ એવું થાય. દીકરાને માથે વહાલથી હાથ ફેરવે ને કહે બેટા, તું અમારો ધર્મને વારસો બરાબર સાચવે એ માટે અમે તારી ઈચ્છા કરી છે. બાકી જન્મે છે ત્યાં કર્મબંધન છે. દીકરા તું ડાહ્યો થજે. સદાચારી બનજે. આ રીતે માતાપિતા ખૂબ સુંદર સંસ્કારોથી પુણ્યસારનું જીવન ઘડતર ઘડી રહ્યા છે. પુણ્યસાર મોટો થતો જાય છે. પુણ્યસાર પાંચ વર્ષને થયો. હવે માતાપિતા તેના માટે શું વિચાર કરશે તેના ભાવ અવસરે. બા.બ્ર. ચંદનબાઈ મહાસતીજીને આજે ૨૮ મે ઉપવાસ છે. કેવી અદ્ભુત સાધના સહિત તપ કરી રહ્યા છે. આપ સહુ તપની સાધનામાં જોડાવ એ જ અભ્યર્થના. શ્રાવણ સુદ એકમ ને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૧૭ : તા. ૧૮-૭-૮૫
અનંત જ્ઞાની ભગવાને આગમના ગહન ભાવે આપણી સામે રજુ કર્યા છે. તેમાં આપણે આનંદ ગાથાપતિની વાત ચાલે છે. તેમના આદર્શો આપણું જીવનમાં અપનાવવાના છે. તેમના પવિત્ર જીવનને ન્યાય લઈ આપણા પર લાગેલા દુર્ગુણને, કર્મના કચરાને દૂર કરવાના છે. ઘર કે દુકાનમાં કચરો ભરાયો હોય તો આપણે તેને ફેંકી દઈએ. તેવા કચરાવાળા ઘરમાં કે દુકાનમાં રહેવું ગમતું નથી. મેલા કપડાં નથી ગમતા. મલીન વાસણ નથી ગમતા, તે આપણા આત્મા રૂપી ધરમાં અનાદિ અનંતકાળથી કર્મના કચરાના ઢગલા થઈ ગયા છે. તેને કાઢવા માટે ચિંતા છે? તેને સાફ કરવા કેઈ સાધને કામે લગાડ્યા છે? કે પછી રોજ રોજ નવા નવા કચરા અંદર નાંખતા જાવ છે? કચરાવાળા ઘરમાં કે દુકાનમાં રહેવાની મઝા ન આવે તે કચરાવાળા આત્મઘરમાં રહેવાની મઝા ક્યાંથી આવે ? આ કર્મના ઢગલાને દૂર કેવી રીતે કરવા ? આ કર્મનાં ઢગલાને સાફ કરવા માટે ઢગલા જેટલી સાધનાની જરૂર નથી. જેમ રસ્તા પર કચરાને મોટો ઢગલે પડ્યો હોય, એમાંથી દુર્ગંધ આવતી હોય, આ ઢગલે એટલે મોટો છે કે ૧૦–૧૫ ખટારા આવે તો પણ ઓછા પડે. કેટલાય માણસને એ ઢગલાને ઉપાડવા માટે કામે લગાડવા પડે. ત્યાં અચાનક એક માણસે બીડી સળગાવીને દિવાસળી એ ઢગલા પર નાંખી. દિવાસળી પડતાં કચરાને એ ઢગલે ભડભડ કરતો સળગી ઉઠયો. જે ઢગલાને ઉપડાવવામાં ચાર દિવસ જાત એ ઢગલે એક દીવાસળીની ચિનગારીથી થોડા સમયમાં સાફ થઈ ગયો. સરોવરના શાંત પાણીમાં કેઈ એક નાનીશી કાંકરી નાંખે તો તે કાંકરી પાણીમાં કેટલા તરંગો પેદા કરે છે તેમ આપણા આત્મા પર થયેલા કર્મના તોતીંગ કચરાના ઢગલાને સાફ કરવા માટે કંઈ મોટા દાવાનળની જરૂર નથી. તે માટે માત્ર એક ચિનગારી બસ છે. તે ચિનગારી કઈ? સમ્યકત્વની.
જીવનમાં એક સમ્યક્ત્વની ચિનગારી પ્રગટે તો કર્મના કચરા સાફ થવા લાગે. સમક્તિ આવું એટલે વહેલે મોડો તેને બેડો પાર થવાને. મેડામાં મોડે તે