________________
શારદા શિશમણિ ]
[૧૨૧ ત્રણ કેડી કુંભાર કહેવાય. તે પણ મને કહી જાય કે રેકડા પૈસા આપીને માટલા લઈ જાવ. હું શેઠની પાસે પૈસા લેવા નહિ જાઉં, તે મને પૈસાના બદલામાં એવી સંડેલી બાજરી આપે કે મારા ગધેડા પણ નથી ખાતા. આવા શબ્દો કહીને પાડોશી બેનોની સામે મારી ઈજજત માટીમાં મેળવી દીધી.
વેર વાળવાની જાગેલી વૃત્તિ : શેઠ કહે, પણ એમાં શું થઈ ગયું ? હલકા માણસે બોલે એ ગણવાનું નહિ અને મન પર ધરવાનું નહિ. એવા માણસોની વાત સાંભળવી જ નહિ. જે સાંભળીએ તો મગજમાં રાખવી નહિ. આ સાંભળીને રૂપાબાનો ક્રોધ તો વિશેષ વળે. તે ક્રોધના આવેશમાં બેલ્યાબસ હવે રહેવા દો આપનું લેકચર આપ જ એવા છે! આપને કેઈ મારી જાય તો આપ કંઈ બેલે પણ નહિ. પણ....મારું આવું ઘોર અપમાન કરે તે હું સહન નહિ કરી શકું. તમને તો માત્ર પૈસો ભેગા કરતા આવડે છે પછી ભલે પ્રતિષ્ઠા આબરૂ ચાલી જાય. મારું આવું અપમાન કર્યું ! મારી ઈજજત ગઈ તેનું આપના મનમાં કંઈ દુઃખ નથી? ક્રોધ કેટલે અનર્થ કરાવે છે. શેઠે ખૂબ સમજાવ્યા છતાં શાંત ન થયા. બસ, મારે તો એનો બદલે લે છે. શું બદલી લે છે? તે કુંભાર મારા ઘેર જાર-બાજરી માંગવા આવે અને હું તેના માથામાં સાત જુત્તા મારું તો મને ઠંડક વળે. તો જ મારા વેરનો બદલો વળે. શેઠાણી ! આવું કામ ન કરો. શેઠાણનો ક્રોધ તો એટલો વધી ગયો કે તે કુંભારને પિતાનો શત્ર માનીને તેને પરાજિત કરીને અપમાનિત કરવા ઈચ્છે છે પણ તેમને એ ખબર નથી કે મારા આ દુર્વ્યવહારથી બીજાને જે નુકશાન થશે તેના કરતા વધુ નુકશાન મને થવાનું છે. તેણે તો કહી દીધું કે જ્યાં સુધી તેનો બદલો લેવાન કેઈ ઉપાય નહિ વિચારે ત્યાં સુધી હું ખાઈશ નહિ ને તમને ખાવા દઈશ નહિ.
શેઠ વિચારે છે કે શેઠાણીએ તો ભારે કરી. ખાતી નથી અને મને ખાવા દેતી નથી. વળી શેઠાણું કહે – તમે જમે તો ખરા, હું જોઉં છું કે તમે કેવા ખાવ છે? તેણે શેઠને ન ખાવા દીધું. શેઠને કઈ રસ્તો જડતો નથી. રાત્રે ઉંઘ પણ ઉડી ગઈ. રાતમાં એક વિચાર આવ્યો કે મારી બાજુમાં રહેતા જે યતિ છે તે મંત્રતંત્ર જાણે છે. તો એ કઈ ઉપાય બતાવશે. શેઠે તો રાતે ને રાતે ઉપડયા. જઈને એના બારણા અડાવ્યા. થતિએ બારણું ખોલ્યું. શેઠે પિતાના આગમનનું પ્રોજન બતાવ્યું. કુંભારના મેણા પર એને પિણું મારવું છે. તો એ માટે રસ્તો બતાવે. યતિ કહે એ નહિ બને. કુંભાર તમારા આંગણે નહિ આવે. પણ એ ચાલે તેમ નથી. યતિ કહે એકને નમાવવા જતાં સેંકડોના મત થઈ જાય એવું ઘોર પાપ ન કરો. હું તમને રસ્તો બતાવું તો હું પણ પાપને ભાગીદાર થાઉં. મારી વિદ્યાને દુરૂપયેગ થશે. શેઠ કહે યતિજી! ગમે તે થાય પણ મારું આટલું કામ તો જરૂર કરવું પડશે નહિ તો અમે બંને મરી જઈશું. યતિ કહે તે માટે તો દુષ્કાળ પાડવો પડે. દુષ્કાળમાં હજારે મનુષ્યો અને પશુઓની દુર્દશા થાય. આ કલ્પના ભયંકર છે. કેટલી શૈદ્રલીલા! શેઠ કહે – આપ દુષ્કાળની ચિંતા