SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮] ( શારદા શિરમણિ અષાઢ વદ ૧૨ ને રવીવાર : વ્યાખ્યા નં. ૧૩ : તા. ૧૪-૭-'૮૫ કરૂણામૂર્તિ, શાંત રસના સ્વામી. જ્ઞાનના મહારથી એવા જિનેશ્વર ભગવાન આત્મશ્રેયને માર્ગ સમજાવતાં કહે છે કે આ સંસારમાં દરેક જીવને સુખની ઝંખના છે દુ:ખ તે સ્વપ્નામાં પણ ગમતું નથી, પણ એ સુખ મેળવવા માટે અધમ પાપો આચરે છે ને દુઃખ ઉભું કરે છે સૂયગડાયંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે. अप्पेण अप्पं इह वंचइत्ता, भवाहमे पुव्वसए सहस्से । વિતિ તથા વદુર, નાં હંમે તહસમારે છે અ. ૫. ઉ. ૧ ગા. ૨૬ મનુષ્યભવમાં થોડા સુખના કારણે આસક્ત છે પિતે પિતાના આત્માને છેતરી પૂર્વજન્મમાં સેંકડો હજારો વાર અધમભ પ્રાપ્ત કરી ઘણા ર કમે કરીને એ ફ્રરકમ છ દુઃખમય નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં પોતે તીવ્ર કે મંદ કર્મો કર્યા હોય તે પ્રમાણે લાંબા કાળ સુધી દુઃખ ભોગવે છે. ગાઢ કર્મો કરવાવાળા અતિ દુઃખરૂપ નરકમાં ઉત્પન્ન થાય છે. પહેલી નરક કરતાં બીજી નરકમાં દુઃખ વધારે હોય છે. એ રીતે અનુક્રમે વધતા વધતા સાતમી નરકમાં દુખે વધારે હોય છે. આ દુખ ભોગવતાં જે મિથ્યાત્વી છો હોય છે. તે કલ્પાંત કરે છે. રડે છે, પણ કેઈ તેને દુઃખમાંથી મુક્ત કરી શકતું નથી. જ્યારે સમતી આત્મા નરકમાં દુઃખે ભેગવવા છતાં એ દુઃખને રડતા નથી, પણ પિતાના પૂર્વકૃત અશુભ કર્મોને યાદ કરી એને પશ્ચાતાપ કરતા રહે છે. સમક્તી આત્મા પાપને રડે છે જ્યારે મિથ્યાત્વી આત્મા દુઃખને રડે છે. આજ સુધી આપણે આત્મા પણ દુઃખ આવે ત્યારે રહે છે, પણ જીવનમાં અગણિત પાપ કર્યા તે માટે આંખમાંથી આંસુ આવ્યા છે ખરા? અરે! મારાથી આવા પાપ થઈ ગયા. એવું દુઃખ જીવનમાં થાય તો સમજવું કે હવે મારી દિશા પ્રગતિ તરફની છે. એક ભાઈને છાતીમાં જોરદાર ભયંકર દુઃખ થયો. તેને મટાડવા માટે તેણે પહેલા ઘરગથ્થુ ઉપચાર કર્યા છતાં દુઃખા મટયો નહિ. છેવટે ઘરના બધાના કહેવાથી તે ડૉકટર પાસે ગયો. ડૉકટરે ટેબલ પર સૂવાડી કાર્ડયોગ્રામ લીધે. એક કલાક પછી ડોકટરે કહ્યું કે અત્યારે કાડયોગ્રામ નર્મલ છે. તમારા મગજ પર ચિંતાનું ધરેશન ખૂબ વધ્યું હશે એટલે આ દુઃખાવો થયો છે. હવે જો ચિંતા ઓછી નહિ કરે તે હાર્ટએટેક આવવાને ભય છે. ડોકટરની વાત સાંભળીને તે ભાઈ ઘેર ગયા. ઘેર ગયા ત્યાં સમાચાર મળ્યા કે પરદેશમાં જે પેઢી ચાલતી હતી તે ડૂલ થઈ છે. તેમાં ૧૨ લાખ રૂપિયાની ખોટ ગઈ છે. અહીંની પેઢીમાં પણ નુકશાની થઈ છે. વળી જેની પાસે તમે ત્રણ-ચાર લાખ માંગતા હતા તેમણે દેવાળું કાઢયું અને કેર્ટમાં નાદારી નેંધાવી છે. આવા આઘાતજનક, ચિંતાજનક સમાચાર સાંભળતા તે ભાઈને છાતીમાં દુઃખાવે એકદમ વધી ગયો. ઘરના માણસોએ ડોકટરને બોલાવ્યા. ડોકટરે બરાબર તપાસ કરીને કહ્યું કે હાર્ટએટેકને હુમલો આવે છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy