SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૮] [ શારદા શિરેમણિ આપણે વાત ચાલતી હતી કે ચરમાવર્તમાં આવેલા છે કેવા હેય? તેની બીજી નિશાની એ કે ગુણવાન પ્રત્યે અદ્વેષ એટલે કે દ્વેષ ન હોય પણ તેને રાગી હોય. ગુણના રાગથી ગુણરૂપી લહમીનું આકર્ષણ થાય છે, માટે ગુણ અને ગુણીના રાગી બનવું. આજે અમારા પરમ ઉપકારી ડૂબતી નૈયાના સુકાની સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબની પુણ્યતીથિને પવિત્ર દિવસ છે. છગનભાઈ જ્ઞાતિએ ક્ષત્રિય હતા. તેમના પિતા અવલસંગ અને માતા રેવાબાઈ હતા. છગનભાઈ નાનપણથી ખૂબ તેજસ્વી અને પ્રભાવશાળી હતા. છગનભાઈને લાગેલ રંગ : એક જૈન વણિક મિત્રની દોસ્તી થતાં ઉપાશ્રય આવવા લાગ્યા. જૈન સાધુના સમાગમથી તેમનો આત્મા વૈરાગ્યથી ઝળકી ઉઠયો. તેમને જ્ઞાનમાં ખૂબ રસ હતો, તેથી તેમણે જૈનશાળાઓ, શ્રાવિકાશાળાઓ શરૂ કરી. અનેક જીવોને જ્ઞાન આપ્યું. જ્ઞાન આપતાં તેમને વૈરાગ્ય દઢ થયે, ને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. પિતાના મનમાં લાગ્યું કે કાકા કાકી મને દીક્ષા આપશે નહિ. એટલે ત્યાંથી તે અને તેમના મિત્ર નાસી ગયા. ઘરના બધાએ ખૂબ શોધ કરી. છેવટે અમદાવાદમાં તેમનો પત્તો મળતાં તેમને ઘેર લઈ ગયા. ઘણું સમજાવ્યા. છગનભાઈનો મિત્ર ઢીલો પડી ગયો, પણ આ તો ક્ષત્રિયનું તેજ હતું. તે ઝાંખુ ન થયું. તેમણે તો કાકાને કહી દીધું કે હવે હું ઘડીવાર પણ રોકાવાનો નથી. મને જલ્દી દીક્ષાની આજ્ઞા આપો. છેવટે તેમના દઢ વૈરાગ્યની જીત થઈ ને દીક્ષાની આજ્ઞા મળી ગઈ. સંયમના સાજ તથા જ્ઞાનના દાન : સંવત ૧૯૪૪ના પિોષ સુદ દશમના દિવસે ખંભાત સંપ્રદાયના આચાર્ય પૂ. હર્ષચંદ્રજી મહારાજ સાહેબ પાસે સુરત શહેરમાં ખૂબ ધામધૂમથી તેમની દીક્ષા થઈ. દીક્ષા લઈને ગુરૂઆજ્ઞામાં મસ્ત રહીને શાસ્ત્રનું ખૂબ જ્ઞાન મેળવ્યું, અને સારા વિખ્યાત વકતા બન્યા. તે જ્યારે વ્યાખ્યા આપે ત્યારે જાણે સિંહની ગર્જના ન થતી હોય તેવી જોરદાર વ્યાખ્યાન શૈલી હતી. તેમનું ક્ષત્રિય બળ શૂરાતન અજોડ હતું. તેઓ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં હજારો લેક તેમની હૃદયસ્પર્શી વાણી સાંભળવા આવતા. પાંચ વર્ષે ગુરૂદેવ કાળધર્મ પામતા તેમને આચાર્ય પદવી આપી. તેમણે શાસનને ખૂબ રોશન કર્યું છે અનેક જીવને વૈરાગ્ય પમાડે છે. તેમને શાસ્ત્રોનો ખૂબ શેખ હોવાથી કંઈક સૂત્રોના અર્થ વિવરણ સહિત બહાર પડાવ્યા. આવા શાસનના વીરલા અને હીરલા જેવા ગુરૂદેવે જૈન શાસન ઉપર ઘણા ઉપકાર કર્યા છે. તેઓ સંવત ૧૭૫માં મુંબઈ પધાર્યા. તે સમયે આ કાંદાવાડી ધર્મ સ્થાનક ન હતું. એટલે કચ્છીની વાડીમાં ચાતુર્માસ કર્યું. તે સમયે પૂ. મહારાજ સાહેબે ટકેર કરી કે તમારા મોજશોખ પાછળ સેંકડો રૂપિયા ખર્ચે છે. તે પછી ધર્મ આરાધના માટે સ્થાનક ન હોય એ કેટલું ખેદજનક કહેવાય! પક્ષીઓને ચણ ચણવા પરબડીઓ હોય છે. જયારે તમારે ધર્મ કરવા માટે શું ? સાધુ-સાધ્વીને સ્થાન ભાડે રાખી ચોમાસા ન કરાવાય. આ ટકોરે દાનવીર શેઠ શ્રી મેઘજીભાઈ ભગુભાઈ આદિ ચકર બની ગયા. ઉપાશ્રય
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy