SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪] [ શારદા શિરેમણિ વધતો જાય છે. દેવ-ગુરૂ-ધર્મ તરફ રાગ વધતો જાય છે. જન્મ, જરા, મરણ, રોગાદિ દુઃખથી નિરંતર સળગતા આ સંસાર દાવાનળમાંથી બહાર નીકળવાનું મન થાય છે. આ ચરમાવર્તામાં જીવને ધર્મરૂપી દવા લાગુ પડે છે અને પાપ રૂપી કુણ્ય ત્યાગ કરવાનું મન થાય છે. આત્મા જડ તરફથી ચેતન બાજુ વળતે જાય છે જડ કરતાં ચેતનને વધુ મહત્ત્વ આપતે થાય છે. જીવાત્માએ સંસારમાં ૮૪ લાખ જીવાયનીઓમાં અનંતીવાર જન્મમરણ કરીને અનંતા પુદ્ગલ પરાવર્તન પસાર કર્યા છે. જ્યારે જીવને મેક્ષમાં જવા માટે ફક્ત છેલ્લે એક પુદ્ગલ પરાવર્તનને કાળ બાકી રહે તેને ચરમાવર્ત કહેવાય છે. જો કે એક પુદ્ગલ પરાવર્તનને કાળ એ કાંઈ નાનસૂને કાળ નથી. મે જંગી કાળ છે, પણ જીવાત્માએ અનંતા અનંતા પુદ્ગલ પરાવર્તને કર્યા. તેની અપેક્ષાએ એક પુદ્ગલ પરાવર્તનને કાળ એક સમય એટલે કહેવાય. ભવ્ય આત્માને આ ચરમાવતકાળ પ્રાપ્ત થાય. એક પુગલ પરાવર્તનમાં જે જીવ અવશ્ય મોક્ષે જવાનો હોય તેને આ ચરમાવર્તકાળની પ્રાપ્તિ થાય. આ કાળ સ્થિતિ પાક્યા સિવાય તે બીજા બધા સેંકડે કારણે કે પુરૂષાર્થ કામ લાગતા નથી, જીવ અને દારિક વર્ગણાઓના સંબંધથી આ પુગલ પરાવર્તન બને છે. જીવને ગ્રહ કરવા આઠ વર્ગણાઓ આ ચૌદ રાજલકમાં પડી છે તે આઠ વર્ગણા કઈ? ખબર છે ? સાંભળો. દારિક વર્ગણા, વૈકિય વગણ, આહારક વર્ગણા, તેજસ વર્ગણા, શ્વાસોશ્વાસ વર્ગણ, ભાષા વર્ગણા, મનો વર્ગણા કાર્મણ વર્ગણ યાદ રાખજે. આપણે સંસાર કાપે છે. આપ બધા બરાબર સમજજો. આપ બધા વ્યાખ્યાનમાં શા માટે આવે છે ? અત્યારે આ સંઘમાં જૈનોની સંખ્યા કેટલી હશે? પણ જેને આત્માની ભૂખ લાગી છે, સંસાર કટ કરવાની ભાવના જાગી છે અને અનાદિ અનંત કાળનું રખડવાપણું છોડવું છે તે અહીં આવે છે. બીજા આવતા નથી. ધંધા, વેપાર, રોજગાર છોડી, વહેલા ઉઠીને પ્રમાદ છોડીને અહીં આવે છે તે કંઈક લઈને જાવ. કંઈક પામીને જાવ. ચરમાવર્ત માં આવેલ જીવ એક પુદ્ગલ પરાવર્તનકાળ રહે, તેથી વધુ કાળ ન રહે, પછી તો મેક્ષે જાય. પુદ્ગલ પરાવર્તન બે પ્રકારના છે. સુક્ષ્મ પુદગલ પરાવર્તન અને બાદર પુદગલ પરાવર્તન. બંને પરાવર્તન દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ભાવથી આ ચાર પ્રકારે બતાવ્યા. - (૧) દ્રવ્યથી : જગતમાં જેટલા દ્રવ્યો છે તે બધા દ્રવ્ય પુદ્ગલ દારિકપણે તથા વૈકિયપણે યાવત કાર્મણપણે અનુક્રમે પૂરા કરે તેને દ્રવ્યથી સુક્ષ્મ પુદ્ગલ પરાવર્તન કહેવાય. (૨) ક્ષેત્રથીજે અનુક્રમે આકાશ પ્રદેશે મરી મરીને પૂરા કરે, ચૌદ રાજલકમાં અનાનુપૂર્વીએ મરે તે લેખામાં ન ગણીઓ અને પ્રથમ પ્રદેશને અડતો મરે તે લેખે ગણીએ એમ ત્રણ ચાર યાવત દશ આદિ લઈને આખો લેક પૂરો કરે તેને ક્ષેત્રથી સુક્ષ્મ પુદગલ પરાવર્તન કહીએ. (૩) કાળથી : અનુક્રમે કાળચક્રને પહેલા સમયે મરે, તે લેખે ગણીએ અને કાળચક્રને બીજે, ત્રીજે, ચોથે, પાંચમે, છે, સાતમે, આઠમે તથા અનેરે કાળચકે મારે તે લેખે ન ગણીએ, એ રીતે અનુક્રમે કાળ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy