SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ] [ શારદા શિશમણિ દીયુષી બનીને આ રીતે ન્યાયથી રાજ્ય ચલાવા. રાજા કહે હુ શિકાર કરવા ગયા ત્યારે તારા દીકરા મરાયા ને? હવે આજથી પ્રતિજ્ઞા કરું છું કે જીવનમાં કયારે પણ શિકાર નહિ કરું. સર્વ જીવાને અભયદાન આપું છું. ગોપાળપુર નગરમાં આવા ન્યાયી રાજા રાજ્ય કરતા હતા, ત્યારે ગામની જાહેાજહાલી ધીકતી હતી. દેશવિદેશના વહાણા તેના બદરાએ લાંગરતા. આ નગરીના બજારો ખૂબ સમૃદ્ધ હતા, એટલે અનેક વિદેશીએ અહી' આવીને વસ્તુઓ ખરીદતા, લાવેલી વસ્તુ વેચતા અને સારી કમાણી કરતાં. આ નગરમાં રહેનારાએ તેા પેાતાની જાતને ધન્ય માનતા પણ વિદેશીઓ પણ આ નગરમાં સહેલ કરવામાં પેાતાને ધન્ય માનતા. આવી ગેાપાળપુરી નગરી હતી. હવે મુખ્ય પાત્ર કોણ છે તે વાત અવસરે, અષાડ વદ ૯ને ગુરૂવાર : વ્યાખ્યાન ન, ૧૦ : તા. ૧૧-૭-’૮૫ વિશ્વવ દનીય, ત્રેલેાકય પ્રકાશક, રાગદ્વેષના વિનાશક એવા ભગવતના મુખ કમલમાંથી ઝરેલી વાણી તેનુ નામ સિદ્ધાંત. અનાદિ અનંત કાળથી આ આત્મા સંસારમાં અવિરત ગતિથી પરિભ્રમણ કરી રહ્યો છે. પ્રત્યેક ગતિના પ્રત્યેક ભવમાં જીવે સુખ મેળવવાના અને દુઃખને દૂર કરવાના પ્રયત્નો કર્યા છે, કારણ કે સ જીવાને સદ્દે પાળા વિષાચા મુસાચા, તુલ પરિા। આયુષ્ય પ્રિય છે. સર્વ જીવા સુખ શાતાના ઇચ્છુક છે. દુઃખ બધાને પ્રતિકૂળ છે. આખુ જગત સુખ માટે પ્રયત્ન કરે છે, છતાં જીવનમાં સુખ કે શાંતિ મળતા નથી અને દુઃખના અ ́ત આવતા નથી. સુખ મેળવવાના તનતાડ પ્રયત્નો કરવા છતાં પરિણામ દુઃખમાં આવીને ઊભું રહે છે. તેનુ કારણ ભગવંતે અહુ સુંદર ખતાયુ છે, જે જીવા માત્ર પેાતાના સુખની ચિ'તા કરે છે. તે જીવે સદા દુઃખને પામે છે, અને જે જીવા બીજાના સુખની ચિંતા કરે છે. તે જીવા સદા સુખ મેળવે છે. આ વાત ઉપર આપણા જીવનનો વિચાર કરીએ. જીવ યાં ગયા ત્યાં આપણા સુખને, આપણી અનુકૂળતાને આપણે મુખ્ય બનાવી છે. ગાડીમાં બેઠા ત્યાં તમારી પેાતાની જગાનુ રીઝર્વેશન કરી તેને મુખ્ય બનાવી. કોઈને ત્યાં જમવા ગયા તે ભેાજનની ચિ’તા પહેલી કરી. વ્યાખ્યાન સાંભળવા આવ્યા તેાય તમને જગ્યા મળી જાય એટલે બસ, પછી ખીજાનુ' જે થવુ' હાય તે થાય. તુચ્છ વિચારાએ સ્વાર્થ કેન્દ્રિત જીવન જીવવા પ્રેર્યા. આ જીવનપદ્ધતિ એ આપણા સમસ્ત દુઃખાનુ` મૂળ ! અને સમસ્ત પાપાનુ' ઉગમસ્થાન ! આવી જીવનપદ્ધતિ આપણા જીવનમાં પાપેાને શી રીતે ખેંચી લાવે? જીવનને દુઃખમય શી રીતે બનાવે છે. તે સાંભળેા. માની લે કે તમે રસ્તેથી ચાલ્યા જાવ છે. રસ્તામાં તમને કકડીને ભૂખ લાગી છે. લારીમાંથી ત્રણ ચાર કેળા લીધા. તેની છાલ ઉતારીને કેળા ખાધા અને છાલ રસ્તા પર ફે'કી દીધી. સાથે એ વિચાર કર્યાં કે હું આ છાલ રસ્તામાં નાખું છું તે તેના પર કોઈ યુવાનનો પગ આવી જાય અને લપસી જવાથી લાંચ પડે ત્યાં અચાનક મેટર આવી જાય અને એકિસડન્ટ થઈ જાય. છેવટે તેના પ્રાણ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy