SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦] | શારદા શિરેમણિ છ મહિના પિયરમાં રહી. સંસ્કારી છોકરી છે વિચાર કર્યો કે ગમે તે સ્થિતિ હોય પણ દીકરી તે સાસરે શોભે. “પિયરની પાલખી કરતા સાસરાની સૂળી સારી”. એમ સમજીને તે સાસરે આવી. તે કહે છે બાપુજી! હું અહીં રહીશ. ભલે બેટા! શેઠે ઘરમાં યુવાન ઘાટી હતી તે કાઢી નાંખ્યો. વૃદ્ધ ઈયે છે. શેઠ ખૂબ વિવેકવાન અને ધર્મપરાયણ હતા. તેઓ પિતાની વિધવા પુત્રવધૂની સ્થિતિને સારી રીતે જાણતા હતા. શેઠે વિચાર કર્યો. આ વહુને જે હુ સારી રીતે નહિ રાખું. જેમ તેમ વચને સંભળાવીને એને દુઃખી કરીશ તો એ દુઃખના કારણે કદાચ આપઘાત કરી બેસે. એટલા માટે હું તેને એવી રીતે રાખું કે તેનું મન ઘરમાં રહે, અને તેનું ચિત્ત પણ ધર્મમાં રહે. આ પ્રમાણે વિચાર કરીને શેઠ એક દિવસ પુત્રવધૂને કહે છે બેટા ! લે, આ બધી ચાવીએ. ઘરની, ભંડારની બધી ચાવીઓ એમાં છે. હવે તમે આ ઘરના માલિક છે. ઘરમાં જેટલી વસ્તુઓ છે તે બધા પર તમારો અધિકાર છે. તમારી જે ઈચ્છા થાય એ પ્રમાણે ઉપયોગ કરજે. તમારે ખાવા, પીવા માટે, પહેરવા ઓઢવા માટે જે કોઈ વસ્તુ જોઈએ તે તમે મંગાવી લેજે, પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખો કે તમારા જીવનનું એવું આચરણ કયારે પણ ન થાય કે જેથી તમારા પિતૃકુળમાં કે શ્વસુરકુળમાં કલંક લાગે, અને સમાજમાં નીચું જવું પડે. સસરાની વાતને વહુએ સહર્ષ સ્વીકારી લીધી. હવે આખા ઘરની સત્તાધીશ તે બની ગઈ. આખા ઘરને ભાર તેના માથે આવી પડવાથી તેનામાં ગંભીરતા પણ આવી ગઈ. તેના ઉદાર અને સારા સ્વભાવના કારણે પાડોશીઓમાં અને ઘરમાં બધાને પ્રિય થઈ ગઈ. નોકરોની સંભાળ પણ માતાની જેમ રાખતી હતી. સસરાજી તે બેટી બેટી કહીને બોલાવતા. પુત્રવધૂના વિચારમાં આવેલું વિષ : ખાવા પીવાની ખૂબ સગવડતાઓ અને બધી આઝાદી તેને મળી ગઈ, એટલે તે ઉત્સાહથી ઘરના કાર્યો કરતી. ધીમે ધીમે તે પિતાનું દુઃખ ભૂલી ગઈ. રેજ સારા સારા ખાનપાન જમવા લાગી. સ્વાદિષ્ટ અને માદક ભેજને જમે છે, તેથી ઇન્દ્રિયોના ઘેડા છૂટા થઈ ગયા. સારા સારા ભજનની સાથે જીવનમાં જે સંયમ અને તપ ન હોય તે તેનું જીવન પતનની ખાઈમાં પટકાઈ જાય છે. ભલે આ વિધવા હતી. પણ યુવાની તે પુરજોશમાં ખીલેલી હતી. સારા સારા સ્વાદિષ્ટ ભોજન ખાચ. સાથે કોઈ તપ તો હતો નહિ. એટલે તેની ઇન્દ્રિયના વિષયવાસનાના ઘોડા દેડવા લાગ્યા. ભગવાને સંતને કહ્યું છે કે હું મારા સાધક! તું રોજ રેજ સ્વાદિષ્ટ ભોજન જમીશ નહિ. નવવાડે શુદ્ધ બ્રહ્મચર્ય પાળવા માટે તું નીરસ, લુખ, સુકે આહાર કરે છે. આ પુત્રવધૂના મનમાં તે અશુભ વિચારોએ અડ્ડો જમાવ્યો. તેના વિચારોમાં વિકૃતિ આવી. તેણે મનમાં ને મનમાં વિચાર્યું કે હું કેઈએ ઉપાય કરું કે જેથી મારી કામવાસના શાંત થાય પણ મારા સસરાજીએ મને કહ્યું છે કે તમે સાસરા પક્ષમાં અને પિયર પક્ષમાં કલંક લાગે તેવું કાર્ય કરશે નહિ. તો મારા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy