SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ] [ શારદા શિરેમણિ હવે તપના દિવસો આવશે ઘડીએ આવી કેવી સરસ તપ કરવા જગાડે છે અરે ! જાગે તમે...ઘડીએ માનવજીવનની ઘડી પળ સરસ આવી છે. દેવ, નારકી, તિય“ આપણી જેમ તપ કરી શક્તા નથી. આ જીવન સાધના માટે મળ્યું છે જો આ ભવમાં ચૂક્યા તો ડૂખ્યા, માટે સૂતેલા ચેતનદેવને જગાડે. વધુ ભાવ અવસરે. અષાઢ વદ ૫ ને રવિવાર : વ્યાખ્યાન નં. ૬ : તા ૭-૭-૮૫ અનંત જ્ઞાની ભગવંત આત્મકલ્યાણનો માર્ગ બતાવતા કહે છે કે હે આત્મા! જે તારે આ સંસારથી તરવું છે તે સંસારમાં જળકમળવત રહેતા શીખ. તેમાં મસ્ત બનવાનું નથી. આપણો આત્મા એક પ્રવાસી છે, પણ નિવાસી નથી. આ જીવનમાં ગમે તેટલી સંપત્તિ, સમૃદ્ધિ હશે તેય છેવટે તેને ત્યાગ કરીને જવાનું એ નિશ્ચિત છે. પરલોકમાં જતી વખતે શુભાશુભ કર્મોનું ભાતુ લઈને જવાનું છે. શરીરની સગાઈ ખોટી છે. આત્માનું સગપણ સાચું છે, માટે જ્ઞાની પુરૂષ કહે છે કે જિંદગીને અમર બનાવી દે. પ્રમાદ ત્યજી દો, અને પુરૂષાર્થ પ્રારંભે, કારણ કે પ્રમાદી આત્માને બધે ભય ભયને ભય છે. આચારંગ સૂત્રમાં ભગવાન બોલ્યા છે કે “સરવો vમત્તરસ મ” પ્રમાદીને બધા પ્રકારને ડર રહે છે. સર્વજ્ઞતા પ્રાપ્ત કરવાને માટે આત્મદર્શન કરવું જરૂરી છે. પ્રમાદી પ્રાણ આત્મદર્શન કે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી શકતા નથી. જ્યાં સુધી સર્વજ્ઞતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધકે પિતાની સાધનામાં સતત સાવધાન રહેવું જોઈએ. યુદ્ધના મેદાનમાં ગયેલે લડવૈયે પ્રમાદ કરે, સાવધાની ન રાખે તે એ ન ચાલે, કારણ કે ચારે બાજુથી દુશ્મનનો ભય છે. એ ક્યારે શાસ્ત્રના ઘા કરે એની ખબર નથી. યુદ્ધમાં ઊભેલા લડવૈયાને મરણનો ભય ઝઝૂમી રહ્યો છે. એમાં એ થોડે પણ પ્રમાદનો ભેગ બની જાય તે મૃત્યુ આવીને એને ભરખી જાય. આ રીતે જિનેશ્વર ભગવાનને જે અનુયાયી છે તે એક લડવૈયે છે. યુદ્ધભૂમિમાં સંગ્રામ થાય તે મહિના, બે મહિના, વર્ષ સુધી ચાલે જ્યારે અહીં તો કર્મશત્રુઓ સામે મરણની અંતિમ ઘડી સુધી લડવાનું છે. પેલું બાહ્ય યુદ્ધ છે આ આત્યંતર યુદ્ધ છે. પ્રમાદ જે બાહ્ય યુદ્ધમાં મરણને તરે છે તે આત્યંતર યુદ્ધમાં પ્રમાદ કરવાથી શી દશા થાય? બાહ્ય યુદ્ધ કરતાં આત્યંતર યુદ્ધમાં સાવધાનીની વધુ જરૂર છે, માટે આગમકાર બોલે છે કે તે સાધક! તું પળને પણ પ્રમાદ કરીશ નહિ, કારણ કે જે પ્રમાદી છે એને બધેથી ભય છે, કામણ નથિ મર્થ જ્યારે અપ્રમાડીને કેઈ ભય નથી. ખૂબ વિચારવા જેવી અને વર્તનમાં મૂકવા જેવી વાત છે. ઊંઘમાં પડેલે લડવૈયે હજુ શત્રુઓના ઘામાંથી બચી શકે પણ આધ્યાત્મિક આબાદી મેળવવા માટે જેણે કર્મના જંગમાં ઝંપલાવ્યું છે એ સાધક જે પળને પણ પ્રમાદ કરે તે કેટલાય આંતર શત્રુઓ તેને ઘેરી લે છે. જ્ઞાની પ્રસાદની વ્યાખ્યા કરતાં કહે છે કે મોહરાજાને ગીરવે મુકાયેલી બુદ્ધિને પૂછીને જે કોઈ ક્રિયા કરે તે પ્રમાદ અને મોક્ષના લક્ષે જે કોઈ ક્રિયા થાય એ અપ્રમાદ્ધ ગણાય. પૃથ્વીચંદ્ર લગ્નની ચેરીમાં બેઠા છે. લગ્નની ચેરી એ પાપનું સ્થાન છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy