SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨] [ શારદા શિરમણિ બેરિટ બધાને તમારા હાથમાં લઈ શકશો પણ કર્મને કેઈ હાથમાં લઈ શકતા નથી. કર્મરાજને કાયદે અટલ છે. એ તે રાજાને રંક બનાવે અને નગરશેઠને નોકર બનાવે. કર્મ તો પૂરેપૂરે બદલે વાળે. કદી કરમને શરમ આવે ના, ધર્મ વિના ભવ દુઃખ જાયે ના. કર્મ કેઈની શરમ નહિ ધરે. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું હતું તે તે કર્મને બદલે મહાવીર પ્રભુના ભવમાં મળી ગયો. ગેવાળીયાઓએ આવીને કાનમાં ખીલા નાંખ્યા. તીર્થકર થનાર આત્માને પણ કર્મો ભોગવવા પડ્યા છે તે મારી ને તમારી તે વાત જ ક્યાં ! જ્યારે કર્મો ઉદયમાં આવે ત્યારે તીર્થકરના જીવનને સામે રાખજે, અને આત્માને કહેજે કે કર્મો ભેગવવામાં તો તીર્થકર થનાર પણ બાકાત નથી તે તું ક્યાં ! અવધિજ્ઞાની સંત કહે છે કે તે ભંડણી કેણ હતી? કયા કમેં તેને આ અવતાર મળ્યો છે તે તું સાંભળ. સાંભળતા તને આશ્ચર્ય લાગશે. આ ભૂંડણીને આત્મા પૂર્વભવમાં આ નગરીના રાજાને પુત્ર હતો. કેઈ સંત પાસેથી ઉપદેશ સાંભળતાં તેને વૈરાગ્ય આવ્યું. અઢળક સંપત્તિ, છલકતા વૈભવ છોડીને ઉત્કૃષ્ટ વૈરાગ્યે દીક્ષા લીધી. દીક્ષા લઈને જ્ઞાન-ધ્યાનમાં, ગુરૂભક્તિ, સ્વાધ્યાય, તપ આદિમાં મસ્ત રહીને વિશુદ્ધ સંયમ પાળતા હતા. તેમની વ્યાખ્યાન શેલી એવી સુંદર હતી કે તે સાંભળવા હજારે લોકો ઉમટે. બહાર બધા બોલે કે વાહ.... વાહ..... શું આ મહાત્માનું વ્યાખ્યાન છે! તેમના વ્યાખ્યાનના અને સંયમના પ્રભાવે શિષ્ય પરિવાર ઘણે વધ્યો. છેવટે આચાર્યપદે તેમને આરૂઢ ક્ય. આ મુનિનું વિશુદ્ધ ચારિત્ર સાથે તપશ્ચર્યા ખૂબ, આત્મકશ પ્રભાવક દેશના અને વિશાળ પરિવાર, સ્વાધ્યાય પણ અથાગ. આ બધાના કારણે ચારે બાજુ તેમના યોગાન ગવાવા લાગ્યા. તેમની કીર્તિ ખૂબ વધી. દિવસો જતાં ભક્તજનોનો સમૂહ પગ વધવા લાગે. હવે આ મુનિને માન આવી ગયું. મારું કેટલું માન છે! કેટલું વર્ચસ્વ છે! જગત મારા કેટલા ગુણ ગાય છે ! સંયમના ભાવ ઓછા થવા લાગ્યા. આ પહેલે દોષ આવ્યા. ભક્તજને રાગના કારણે મનગમતા આહાર બનાવતા ને આ કીતિધર મુનિના શિષ્યો લઈ આવતા. આરંભ સમારંભ કરીને બનાવેલા આધાકમી આહાર આવવા લાગ્યા. આ રીતે આવતી ગૌચરીની અનુકૂળતા તેમણે સ્વીકારી લીધી. સ્વાદની આસક્તિએ દોષિત નિર્દોષની ભેદરેખા ભૂંસી નાંખી. આધાકમી આહાર વાપરવામાં સૂગ ઊડી ગઈ. જે આહાર તે એડકાર. ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨ માં અધ્યયનમાં બેલ્યા છે. रसा पगाम ण निसेवियव्वा, पायं रसा दित्तिकरा नराण । दितं च कामा समभिवंति, दुभं जहा साउ फलं व पक्खी ॥ १० । દ્વધ, ઘી આદિ રસનું અધિક પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. કારણ કે પ્રાયઃ કરીને તે રસો મનુષ્યમાં કામાગ્નિને દીપ્ત કરે છે. જેવી રીતે સારા સ્વાદિષ્ટ ફળવાળું વૃક્ષ હોય
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy